માતાજી પૈસાનો ઢગલો કરે તેમ કહી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક લોકોને શિશામાં ઉતાર્યા
સુત્રધાર સહિત 10 શખ્સોની ધરપકડ: સોનાના ધરેણા સહિત 19 લાખનો મુદામાલ કબ્જે
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજુ લોકો અંધશ્રધ્ધામાં માને છે. સોરઠ પંથકના તાલાલા તાલુકાના કોટડાપીઠા ગામે સાક્ષાત માતાજી આવે છે. પૈસાનો ઢગલો કરી તાંત્રિકે તેના સાગ્રીતો સાથે મળી સૌરાષ્ટ્રના અનેક લોકોને શીશામાં ઉતારી લાખો રૂપીયાની ઠગાઈ કર્યામાં સુત્રધાર સહિત 10 શખ્સોને રૂ.19 લાખના મુદામાલ સાથે ઝડપી લીધી છે. જયારે ચાર શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
તાલાલાના પાણીકોઠા ગામે રહેતો મુસા હાજીભાઈ સમા પોતાને માતાજી આવતા હોય તાંત્રિક વિધી કરી નાણાંનો ઢગલો કરવાનો ડોળ કરી લોકો પાસેથી નાણાં, સોનુ પડાવી છેતરપીંડી કરતો હતો અનેક લોકોને નિશાન બનાવ્યા હતા તાંત્રિક પ્રવૃત્તિનો ભોગ બનનાર હરકિશન ભાઈ મગનપુરી ગૌસ્વામી (રહે. રાજકોટ)એ ફરિયાદ કરતા એલસીબીની ટીમે દબોચી લીધો હતો.
આ રીતે શીશામાં ઉતાર્યા હરકિશનભાઈ બે વર્ષ પહેલાં રાજકોટ ચા પીવા બેઠા હતા. તે સાધુ વેશમાં હોઇ અલતાફે પૂછ્યું હતું કે, સાધુ છો, આશ્રમ ચલાવો છો. જોકે, હરકિશનભાઈ એ કહ્યું હતું કે એટલા પેસા નથી. આથી અલતાફે કહ્યું હતું કે, તમે નાણાંની ચિંતા ન કરો પાણીકોઠા ગામે મુસાબાપુ છે તેમને ન સાક્ષાત માતાજી આવે છે. 500 કરોડનો ઢગલો કરી દેશે. આથી તેને કારમાં બેસાડી મુસાબાપુને ઘેર પહોંચ્યા હતા. અને સાંજે આંબાના ઝાડ નીચે ગોળ કુંડાળું કરી હરકિશનભાઈને બેસાડી મુસાબાપુએ વિધિ કરી હતી. બાદમાં અલગ અલગ ઢોંગ કરી કામરૂપ દેશ, પુસ્કર દેશનું તેલ મંગાવવું પડશે કહી 5.30 લાખ ચૂકવવા કહ્યું હતું.
વધુમાં કહ્યું હતું કે, ચાર દિવસ વ્યાજે લઈ લો પછી હું ઢગલો કરી આપીશ. આથી હરકિશનભાઈએ લંડન સ્થિત તેમનાં બહેન પાસેથી 4.50 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. 1 લાખની સગા પાસેથી લીધા હતા. બાદમાં પાણીકોઠા જતાં ત્યાં એક શખ્સ તેલની શીશી આપી ગયો હતો. બાદમાં ફરી વિધી શરૂ થઈ હતી. બાદમાં એક રૂમમાં જઈ આ રૂપિયા અને ખોટી નોટોનો ઢગલો કરી આ પેસા ધર્માદાના છે. આશ્રમ માટે નાણાં આજ રીતે રાજકોટ આવી ઢગલો કરી આપશે તેમ કહ્યું હતું. ફરી તેલ માટે 5.30 લાખ માંગ્યા હતા. આવી રીતે શીશામાં ઉતારતો ગયો હતો.
મુસાભાઈ-સાક્ષાત માતાજીને બોલાવનાર, અલ્તાફ સમા હેલ્મેટમાં વાંસ ફિટ કરી ડુપ્લીકેટ માથું બનાવી લંબાઈ વધારી કાળા કપડાંમાં પ્રગટ થનાર માતાજી, સિકંદર કુંવારી ક્ધયાની પ્લાસ્ટિકની ખોપરી લાવનાર અને પાકીટમાંથી એસજી ન્યૂઝ ું પ્રેસ કાર્ડ પણ મળી આવ્યું હતું. અબ્દુલ ઉર્ફે વકીલ હેદરભાઈ બ્લોચ – નકલી પી.આઈ, અબ્દુલ ઇસ્માઇલભાઈ મજગુલ, ઈમ્તિયાઝ ઉર્ફે યુસુફ મુસાભાઈ સમાએ નકલી પોલીસ કોન્સ્ટેબલનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે સોનાનો નાગ ચડાવવાની તાંત્રિક વિધિમાં સાક્ષાત માતાજી બોલાવનાર મુસા સમા, કાળા કપડાં માં પ્રગટ થનાર માતાજી અલ્તાફ, તેલની શીશી લાવનાર ભગવાધારી સિકદર, ઝેર વગરનો સાપ લાવી મૃત્યુ થયાનો ઢોંગ કરનાર નજીમ જ્યારે જગદીશ, દિપક, વજેસીગે નકલી પોલીસનો હોવાનો રોલ રજૂ કર્યો હતો.
મુસાભાઈ હાજીભાઈ સમા, અલ્તાફ મુસાભાઈ સમા, સિકદર મોતીશા શામદાર, અબ્દુલ ઉર્ફે વકીલ હેદરભાઈ બ્લોચ, અબ્દુલ ઇસ્માઇલભાઈ મજગુલ, ઈમ્તિયાઝ ઉર્ફે યુસુફ મુસાભાઈ સમા, નજીમ નાશીરબાપુ રફાઈ, જગદીશ વલ્લભભાઈ તિલાવટ, દિપક ત્રિભુવનભાઈ ચૌહાણ, વજેસીગ ઉર્ફે કાળું ઓઘડભાઈ ઝાલાને ઝડપી લીધા હતા. જ્યારે પાલા જવેલર્સ તાલાલાના સોની વિશાલભાઈ (વગર બીલે સોનાના નાગ સ્વીકારી તેને બિલ વાળા અન્ય દાગીનામાં ફેરબદલ કરનાર અને સસ્તા ભાવે સોનાના નાગ લઈ રોકડ આપ્યા), યાસીન સેરૂખભાઈ બ્લોચ, હમીર ભરવાડ, દલાભાઈ કોળીને પકડવા તજવીજ શરૂ થઈ હતી.જ્યારે આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રૂ. 6,46,300 અને 21 તોલા સોનુ, તાંત્રિક વિધિમાં વપરાયેલા સાધનો, વસ્તુ અને મોબાઈલ કબ્જે કર્યા હતા.