તળાજામાં ગેરકાયદેસર તમાંકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ ની કલમ-૭,૮,૯ અંતર્ગત તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને ૧૮,૯૦૦ રૂનો દંડ કરવામાં આવ્યો હતો.
આજ રોજ જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ દ્રારા તળાજા નગરપાલિકા ખાતે (COTPA-ACT) તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ હેઠળ વેપારીઓને ત્યાં રેડ કરી કુલ ૧૮,૯૦૦ રૂપિયાનો દંડ તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત કલમ ૭,૮,૯ હેઠળ લેવામાં આવ્યો હતો.
જેમા જિલ્લા તમાકુ કંટ્રોલ સેલમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. સુનીલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર તળાજા ડો. જીતુભાઇ પરમાર, જયેશભાઈ શેઠ (મેલેરિયા શાખા), હેતલબેન મકવાણા (જિલ્લા ટોબેકો કાઉન્સેલર), કિશોરસિંહ સરવૈયા (તાલુકા સુપરવાઈઝર) દ્વારા કામગીરી કરવામા આવી હતી.