ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવા મુદ્દે મુખ્યમંત્રીને આપેલ અલ્ટીમેન્ટની મુદત પુરી થતા નિર્ણય ન થઇ આવતા આવતી કાલથી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનના મંડાણનું એલાન કરતા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ…..
જિલ્લાના ખેડૂતોને થઇ આવેલ અન્યાય સામે રોષની લાગણી જન્મેલ હોય કારણકે આ વિસ્તારના ખેડૂતો દ્વારા તમામ ડોક્યુમેન્ટ પૂરા પડાયા હોવા છતાં મોટા ભાગના ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ ન હોય અને જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ આવેલ હોવા છતાં ખરીદી થઇ આવેલ ન હોય આમ 40% થી વધારે ખેડૂતોની મગફળી પડતર રહીજવા પામેલ હોય પારાવાર મુશ્કેલીઓ સર્જાતા આ પ્રશ્ને તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા સરકારમાં અનેક લેખિત રજૂઆતો કરવા છતાં આપેલ સમય મર્યાદામાં ટેકાના ભાવે મગફળીના કેન્દ્રો શરુ કરવામાં ન આવતા જિલ્લાના ખેડૂતો દ્વારા આવતી કાલે તા.13-02-2018 થી ઉપવાસ આંદોલનના મંડાણ કરવામાં આવનાર હોય આ મુદ્દે તાલાલા, સુત્રાપાડા, વેરાવળ સહિતના તાલુકાના ખેડૂતો આગેવાનોનું એક વિશાળ સંમેલન મળેલ આ સંમેલનમાં જીલા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઉષાબેન કુસકીયા સહિતની મહિલા અગ્રણીઓ હાજર રહી હતી…..