રોકડ, સોના ચાંદીના દાગીનાનો હાથ ફેરો કરી ચોર છુમંતર

ચોટીલામાં જાણે તસ્કરોના મનમાં હવે ખાખીનો ખોફ જ ના રહ્યો હોય તેમ પોલીસની નિષ્કિયતાનો લાભ લઇ તસ્કરોએ એક સાથે ચાર-ચાર બંધ મકાનોના તાળા તોડી રોકડ સહિત સોના, ચાંદી ધરેણાનો હાથ ફેરો કરી છુમંતર થઇ જતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

તસ્કરોએ જાણે પોલીસને ઓપન ચેલેન્જ ફેંકી હોય તેમ ચોરી કરી ફરાર થઇ જતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

ચોટીલા ના હાઇવે પર આવેલ જ્યોતિનગર સોસાયટીમાં ચાર બંધ મકાનોમા ચોરીઓનો બનાવ બનતા પોલીસની ઘોર નિષ્ક્રિયતા સાબિત થઈ હતી અને તસ્કરોની ટીમ પોલીસનું નાક કાપી ને ચાલી ગઈ હતી. ચોટીલાના હાઇવે પર આવેલ જ્યોતિનગર સોસાયટીમાં રહેતા રાઠોડ મોહનભાઇ, પરમાર લીલાબેન દિનેશભાઇ, ધોરીયા જગદીશભાઈ અને ડોકટર નિલેશભાઈ પટેલના એક સાથે ચાર બંધ મકાનો તોડી રોકડ અને દાગીનાની ચોરી કરી તસ્કરો આરામથી નાસી છુટતા ચોટીલા પોલીસ અને ખાસ કરીને ટાઉન  બીટ પોલીસનું નાક કપાઈ ગયું છે આ સોસાયટીમાં રહેતા લીલાબેન પરમારના પતિ  ચોટીલા પોલીસમા ચાલુ ફરજ બજાવતા મૃત્યુ પામેલ હતા. અને તેમના પત્ની હાલ અહીં રહે છે ત્યારે તેઓ પણ કોઈ ઘરકામ અર્થે બહારગામ ગયેલ હતા.ત્યારે જોવાની ખૂબી એ છે કે ચોટીલા પોલીસના ઘર પણ સલામત નથી શહેર મા લોકો આટલી હદે અસલામતીની લાગણી અનુભવી રહ્યા છે.

ચોટીલા મા અત્યારે ગુનાખોરી ફૂલીફાલી છે પણ અમુક પોલીસ કર્મચરીઓને ફક્ત હપ્તા ઉઘરાવવા મા રસ છે તેમ લોકો ખુલ્લેઆમ બોલી રહ્યા છે ત્યારે વર્ષો થી ચોટીલા ને આવક નું સાધન માનતા કેટલાક વિવાદાસ્પદ પોલીસ કર્મચારીઓ ની બદલી થાય તો આ શહેર ની કથળેલી હાલત થોડી સુધરે તેમ છે આવી લોકો ની માગણી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.