ઉઘડતી બજારે શેર બજાર ગ્રીન ઝોનમાં ખોલ્યું સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતિંગ ઉછાળો
અબતક, નવીદિલ્હી
ભારતીય શેરબજારમાં સોમવારે ઉકળતા સમયે બજારમાં જોરદાર કડાકો બોલી ગયા બાદ મંગળવારના રોજ શેર બજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું અને આજનો દિવસ ખૂબ જ મંગલકારી સાબિત થયો હતો. ઉઘડતા બજારે સેંસેકસ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે ત્યારે રોકાણકારોએ નીચા મથાળે ખરીદારી નો દોર શરૂ કરતાં બજારમાં તેજી પરત ફરી છે. બીજી તરફ બજારની વોલેટાલિટી ને ધ્યાને લઇ મંદીવાળાઓ પોતાનો માલ પંખી રહ્યા છે અને તેઓને એ વાતની પણ ભીતિ છે કે બજારમાં મંદી આવશે. વાસ્તવિકતા એ પણ છે કે કોઈપણ હનુમાન ને ધ્યાને લીધા વગર શેર બજાર અલગ રીતે જ વર્તન કરતો હોય છે ત્યારે જે બજાર બે દિવસમાં 5.8 લાખ કરોડ નું ધોવાણ થયું હોય તે બજાર મંગળવારના રોજ ગ્રીન ઝોનમાં ખૂલતાં સેન્સેકસ અને નિફ્ટી ના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો હતો જે એ વાત સ્પષ્ટ કરે છે કે આવનારા સમયમાં બજારની સ્થિતિ ખૂબ જ સારી રહેશે. નિયત થયેલા શેરોના ભાવમાં પણ સતત ઉછાળો જોવા મળશે.
સોમવારનો દિવસ ભારતીય શેરબજાર માટે ગોઝારો સાબિત થયો હતો માં સેન્સેકસે 57 હજાર અને નિફ્ટીએ 17 હજાર પોઇન્ટની સપાટી તોડી હતી. પરિણામે રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ માત્ર એક જ દિવસમાં થઇ ગયું હતું દરમિયાન આજે બજારમાં ફરી તેજી પરત ફરી છે અને ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફ્ટીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
શું ચાંદી ખરીદવાથી ચાંદી હી ચાંદી થઇ જશે?!!
તહેવારોની સિઝન શરૂ થતાં પૂર્વે જ બુલિયન માર્કેટમાં ચમકારો જોવા મળ્યો છે. ચાંદી અંગેની જો વાત કરવામાં આવે તો ચાંદીનો ભાવ 15 નવેમ્બર બાદ પ્રતિ કિલોગ્રામ 6000 રૂપિયા સુધી ઘટ્યો છે અને તે હાલ 66833 પ્રતિ કિલોના ભાવે 16 નવેમ્બરના રોજ જોવા મળ્યો હતો. એટલું જ નહીં ત્રીજી ડિસેમ્બરના રોજ પણ પ્રતિ કિલો ચાંદીનો ભાવ 60843 નોંધાયો હતો. આ પ્રકારે ચાંદી ખરીદવાથી જાણે ખરા અર્થમાં રોકાણકારોને ચાંદી ચાંદી થઇ જાય તો નવાઇ નહીં. વિશેષજ્ઞોનું માનવું છે કે ચાંદી પણ આવનાર સમયમાં યથાવત લફિં જોવા મળશે અને સાથ પણ આપશે. એટલું જ નહીં આવનારા દિવસોમાં ચાંદીના ભાવમાં ઘટાડો પણ નોંધાશે અને તે 58 200 સુધી પહોંચી જઈ શકે છે. ચાંદી સાથે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમનું માનવું છે કે રોકાણકારો માટે આ સમય ખૂબ જ સારો છે કે તેઓ ચાંદીમાં રોકાણ કરી શકે છે અને તે ખૂબ જ સુરક્ષિત રોકાણ તરીકે પણ સાબિત થશે.