આરટીઓમાં લાયસન્સ માટે ટ્રાય આપતા પૂર્વે તેના આબેહુબ ડુપ્લેકટ ટ્રેનિંગ ટેસ્ટ ટ્રેક સેન્ટરમાં ટ્રાઇ આપવાથી લોકોની ગભરાહટ દૂર થશે
ડ્રાઇવીંગ સંપૂર્ણપણે આવડતુ હોવા છતાં પણ લોકો આરટીઓમાં લાયસન્સ મેળવવા માટેની ટ્રાઇ આપતી વખતે ફેઇલ થાય છે. જેનું કારણ ગભરાહટ અને આરટીઓના નિયમોના જ્ઞાનનો અભાવ છે. આ સમસ્યા નિવારવા જુના માર્કેટ યાર્ડ, આરટીઓ ઓફીસની બાજુમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર માટે ટ્રેનીંગ ટેસ્ટ ટ્રેક સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. આ ટ્રેક આર.ટી.ઓ. ના ટ્રેકનો આબેહુબ ડુપ્લીકેટ બનાવાયો છે.
ફિલ્ડ ઓફિસર સંજય રાદડીયાએ જણાવ્યું હતું કે લાયસન્સ માટે આવતા લોકોને ડ્રાઇવીંગ આવડતુ જ હોય છે. છતાં પણ ટ્રાય આપે છે ત્યારે ફેઇલ થાય છે. તેઓ પાસે આરટીઓના નિયમોનું જ્ઞાન હોતું નથી. જે બદલ અમે પ્રાઇવેટ ટ્રેક બનાવ્યો છે. આ પ્રાઇવેટ ટ્રેક કેમેરા, ઇંગ્લીશ એઇટ અને રીવર્સ એસથી સજજ છે. આરટીઓમાં લોકો લાયસન્સની ટ્રાઇ આપવા જાય તે પૂર્વે અમે અહીં તમામ તાલીમ આપશું જેથી લાયસન્સ મેળવવામાં કોઇ વ્યકિત ફેઇલ ન થાય. અહીં ટ્રાઇ આપવા સમયે અમારો ટયુટર ગાઇડ કરે છે. ટ્રાઇ આપવા આવનાર વ્યકિત પાસે કાર ન હોય તેના માટે અમે અહિં કારની પણ વ્યવસ્થા રાખી છે.દિવ્યેશ સાવલીયા આરટીઓમાં જે ટ્રેક છે તેના આબેહુબ ડુપ્લીકેટ ટ્રેક અહિં બનાવવામાં આવ્યો છે. અહિં ટ્રાઇ આપ્યા બાદ લાયસન્સ મેળવવાની ટ્રાઇ આપતી વખતે ગભરાહટ દુર થઇ જાય છે. પાર્કિગ અને રીવર્સ બરાબર થાય છે કે નહિ તે જોવા માટે ટ્રેક કેમેરાથી સુસજજ છે. આ ઓટોમેટીક સેન્સર વાળો ટ્રેક છે. ખાસ કરીન ટુ વ્હીલરમાં મહિલાઓને ટ્રાઇ આપતી વખતે પગ જમીનને અડી જવાનો ભય રહે છે. જે ભય અહીં પ્રેકટીસ કર્યા બાદ દુર થઇ શકે છે. ફોર વ્હીલરની ટ્રાઇ માટે ૮ મીનીટનો સમય હોય છે.
જેમાં પાર્કીંગ, અપગે્રૅડીયન, ઇંગ્લીશ એઇટ અને રીવર્સ આમ કુલ ચાર ઝોન રાખવામાં આવ્યા છે. તમામ ઝોનમાં અલગ અલગ સમય રાખવામાં આવ્યા છે. ટુ વ્હીલરનો ટ્રાઇ આપવાનો સમય ૧ મીનીટનો રહે છે. આ ટ્રેક પર ‚ા ૩૦૦ માં એક વાર અને ‚ા ૭૦૦ માં ચાર વાર ટ્રાઇ આપવા દેવામાં આવે છે.