પ્લાસ્ટીકની થેલીમાં પુરેલા બાળકના પ્રાણ સક્રિય જણાતા તેના દાદા તત્કાલ હોસ્પિટલ લઈ ગયા
શાલિમાર બાગની મેકસ હોસ્પિટલે જોડીયા બાળકને ગુરુવારના રોજ મૃતક જાહેર કરી તેના પરીવારને સોંપી દેવાયો, જોકે બાળક જીવતું હતું. હોસ્પિટલે બાળકની બોડીને પ્લાસ્ટીકની થેલીમાં ભરી તેના સંબંધીઓને સોંપી આપ્યું જયારે તેને અગ્નિદાહ કરવા માટે લઈ જતા હતા ત્યારે પ્લાસ્ટીકની થેલીમાંથી ચળવળ થઈ અને બાળકને નર્સિંગે લઈ જવામાં આવ્યો. હકિકતમાં બાળક જીવિત હતો પરંતુ તેની સ્થિતિ ખૂબ નાજુક હતી. ડિલીવરી દરમિયાન જ તે મૃત્યુ પામ્યું છે તેવું માની ડોકટરોએ બાળકને સોપી દીધું હતું.
બાળકના દાદા પ્રવિણ મલિકે જણાવ્યું હતું કે, તેમણે બાળકને પકડયું હતું ત્યારે તેમને હિલચાલ જણાઈ જયારે તેમણે થેલી ખોલી તો નવજાતના શ્ર્વાસ ચાલુ જ હતા માટે તેને અમે તેને તાત્કાલિક નજીકના નર્સિંગ હાઈસમાં દાખલ કર્યો. આ જોડિયા ભાઈની બહેન પણ આકરી પરિસ્થિતિમાં હતી પરંતુ તે બચી ગઈ હતી.
મેકસ હોસ્પિટલમાં સવારે ૭:૩૦ વાગ્યે અકાલપકવ બેલડાનો જન્મ થયા બાદ બાળકી જીવિત હતી તો બાળકના ધબકારા ચાલુ જ હતા. તેમાં બપોરના ૧ વાગ્યે હોસ્પિટલે છોકરાને મૃતક જાહેર કરી પ્લાસ્ટીકની થેલીમાં સંબીધીઓને સોંપી આપ્યું તેની એક કલાક બાદ બાળકના દાદાને બાળકના શ્ર્વાસ ચાલુ હોવાનું માલુમ પડતા ૩.૩૦ કલાકે તેને હોસ્પિટલે ખસેડાયું. જેની દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધાવી છે. અને દિલહી સરકારે પણ તેની તપાસ હાથધરી લીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, તપાસ બાદ ગુનેગાર ચોકકસથી દંડાશે અમે કેસની તપાસની કામગીરી શ‚ કરી દીધી છે અને અમે સતત બાળકના માતા-પિતાના સંપર્કમાં છીએ જો ડોકટર કે અન્ય કોઈ દોષિત સાબિત થશે તો હોસ્પિટલનું લાઈસન્સ રદ કરવામાં આવશે.