ડિજિટલ ઇન્ડિયા અને કેસલેશ ઇકોનોમી જેવા પ્રોજેકટોને પાર પાડવા સરકારે છેવાડાના દરેક જન સુધી બેકિંગ સુવિધા પહોચાડવી જરૂરી
એક તરફ સરકાર ડીજીટલ ઇન્ડિયા, કેસલેશ ઇકોનોમી જેવી મોટી મોટી વાતો કરી રહી છે તો હજુ બીજી તરફ ૧૯ ટકા લોકો બેંકોથી દુર છે એટલે કે ૧૯ ટકા લોકો બેંક ખાતા ધરાવતા જ નથી. ભારતની ફીનાન્સીઅબ સર્વિસીઝ ઇકોસીસ્ટમ છેવાડાના માનવી સુધી ફીઝીકલ ઇન્ફ્રાસ્ટર પહોંચાડવામાં અસફળ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મોદી સરકારનો ડીજીટલ ઇન્ડિયા, કેસલેશ ઇકોનોમી જેવા પ્રોજેકટો સફળ રીતે રીતે પાર પાડવા પકડાર ‚પ છે.
ધી એસોયેમ ઇવાય જોઇન્ટ સ્ટડીએ કહ્યું કે જો કે, સરકાર અને ભારતીય રીઝર્વ બેંક નાણાકીય સુવિધાઓને વેગ આપવા અથાગ પ્રયત્નો કરી રહી છે. આ પ્રયાસોમાં કો-ઓપરેટીવ બેંકો અને રીઝનલ ‚રલ બેંકોની શરુઆત અનિવાર્ય અને પ્રાથમિકતા વાળા ક્ષેત્રોને લોન વગેરેની સુવિધા સેલ્ફ હેલ્પ ગ્રુપોનું ગઠન, ઘર ઘર સુધી બેકિંગ સેવાઓ પહોંચાડવા બેંકો દ્વારા વ્યાપાર સંવાદદાતાઓની નીમણુંક વગેરેનો સમાવેશ છે.દેશમાં જયારે બેકીંગ સેવા સક્રિય થઇ હતી ત્યારે લગભગ ગામડાઓમાં બેંક શું છે તેનો ખ્યાલ ન હતો. પરંતુ સરકારના આ પ્રયાસો દ્વારા બેંકથી વંચીત લોકો સુધી બેકીંગ સુવિધા પહોંચાડવામાં ભારે મદદ મળી છે. તેમ છતાં પણ કયાંક રહી તી સરકારની કચાસને કારણે હજુ ઘણાં ખરાં લોકો એવા છે જેમને બેકિંગ સુવિધા પ્રાપ્ત નથી. તેમાં પણ ખાસ કરીને ગામડાઓનો અને અંતરિયાળ વિસ્તારોનો સમાવેશ થાય છે. જો કેન્દ્ર સરકારે દેશમાં ડિજીટલ ક્રાંતિ સર્જવી હશે તો સૌપ્રથમ આ બેંક વિહોણા લોકો સુધી બેકિંગ સુવિધા પહોંચાડવી પડશે.