ભારતમાં તંગદીલી ફેલાવવાની ચર્ચા અંગેની વાતચીતોમાં નેપાળ કરાંચીનું ટેરર કનેકશન

તંગદીલી, બોમ્બબ્લાસ્ટ અને ઘુસણખોરી બાદ પાકિસ્તાન બોગસ ડીગ્રીઓ પણ વહેંચે છે. તેવું સામે આવ્યું હતું. એક નીરીક્ષણ મુજબ પાકિસ્તાનની આઇટી પેઢી એકેઝેટ પર હજારો બોગસ ડીગ્રીઓ અમેરિકામાં વહેચવાનો દાવો છે. આઇટી કંપનીમાં છાપો માર્યા બાદ તમામ વસ્તુઓ સીલ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં બોગસ ડીગ્રીઓનો વેપલો વધી રહ્યો છે. આ ઉપરાંત આઇટી કંપની પર બળજબરીથી પૈસા કઢાવવા અને બ્લેક મેઇલીંગ કરવાના પણ આરોપો છે. એકઝેડ દ્વારા કુલ ૩૦૦૦ ફેક ડીગ્રીઓ યુએસમાં વહેચવામાં આવી છે. જેના ખરીદદારો ૨૦૧૩ અને ૨૦૧૪ માં રહ્યા હતા.

જેમાં માસ્ટર ડીગ્રી, ડોકટરની ડીગ્રી અને થીએચડીની ડીગ્રીનો પણ સમાવેશ થાય છે. એકઝેટે ૨૦૧૫માં વિશ્ર્વભરમાં ર લાખ ૧૫ હજાર ખોટી ડીગ્રીઓનો વેપલો કર્યો હતો. અત્યાર સુધી સ્મગલિંગ, દાણચોરીનો ધંધો ચાલતો હતો ત્યારે હવે પાકે આ નવું ચાલુ કર્યુ છે. નિકસોન યુનિવર્સીટીની વેબસાઇટ પણ ડીગ્રી મેળવવા માટેના એજન્ટના નંબર હતાં તપાસ અધિકારીઓએ તેને ફોન કર્યો તપાસમાં સામે આવ્યું છે  કે હજારોનો સોદો માત્ર દસ મીનીટમાં કરે છે. જે કોર્ષનું સર્ટીફીકેટ જોઇએ તેના માટે એજન્ટ જાણ કરે છે. અને મળ્યા જાણ્યા વગર જ સોદો પતી જાય છે. એક બ્રિટીશ સાયકોલોજીસ્ટે એકઝેકટને હજારો પાઉન્ડની ચુકવણી કરી હતી.

નેપાળના એક આતંકી શામશુલ હુડા અને આઇએસઆઇ કરાચી એજન્ટની વાતચીત સામે આવી હતી. જેમાં તેઓ કઇ રીતે ભારતમાં આતંક ફેલાવી રહ્યા છે. તેના વિશે ચર્ચા કરી હતી. વર્ષ ૨૦૧૬થી ફણભારતીય રેલવેમાં હુમલા, ટ્રેક ટુંટવા અને બ્લાસ્ટ જેવા કિસ્સાઓ બની રહ્યા છે. જયારે ઇન્ડોર પટના ટ્રેન અકસ્માત થયો હતો. તેમાં પણ પાક. નો જ હાથ હતો આ દુર્ધટનામાં ૧પ૦ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે બીજો હુમલો કાનપુરમાં બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

શાફીને ભારતીય એનઆઇએ દ્વારા ભારતમાં જાલી નોટો સપ્લાય કરવા બાબતે માસ્ટર માઇન્ડને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તેઓ રેલવે ટ્રેડ પર હુમલા કરવાની પણ યોજના ધરાવે છે. ત્યારે હુડાએ નેપાળ પોલીસ દ્વારા ધોરાસહન કેસ મામલે પકડવામાં આવ્યો હતો. પાક. બોગસ ડીગ્રીથી લઇને જાલી નોટો, સ્મગલિંગ અને બોમ્બ બ્લાસ્ટ સહીતની પ્રવૃતિઓ કરવામાં માહીર બની રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.