શુભ-શુકન વચ્ચે રાજકોટ-સૌરાષ્ટ્રભરના સંગીતજ્ઞો અને ગાયકોનું હોંશે-હોંશે આગમન : લોકસંગીતને વિવિધ લોકપ્રિય ગીત-સંગીતની રોજીંદી રસલ્હાણ
આપણો દેશ વેદિક કાળથી મંદિર- સંસ્કૃતિને વરેલો છે હિન્દુ ધર્મનું એક અનિવાર્ય અંગ આપણી મંદિર સંસ્કૃતિ છે. મંદિર સંસ્કૃતિમાં પરમેશ્ર્વર બિરાજે છે, મંદિરના ગર્ભગૃહમાં આ ગર્ભગૃહ નિર્મળ હોય, પવિત્ર હોય, વિશુધ્ધ હોય… જેને કદાપિ કાટ ન લાગે, જે કદાપિ મેલું ન થાય.
આ મંદિરમાં જે સર્વોપરી તે પરમેશ્ર્વર… એજ સૃષ્ટિના સર્જનહાર, મંદિરમાં પરમેશ્ર્વરની પ્રતિનિધિ તે મંદિરની ધજા એની લંબાઈ પહોળાઈ જયાં જયાં ફરકે કે જયાં જયાં લહેરાય ત્યાં બધે જ ભગવાનની હકૂમત પરમેશ્ર્વરની હકૂમત એને વળોટીને કોઈ પરમેશ્ર્વરની સન્મુખ ન જઈ શકે.
મંદિરનાં પ્રાંગણમાં ભજનધૂન ગવાય, કિર્તન ગવાય, સંગીતનાં સૂર લહેરાય, તબલા, મંજીરા, ઝાંઝપખવાજ, નગારા અને ભાતભાતની રાગરાગીણીઓનાં ગાનની રમઝટ બોલે…આપણા શાસ્ત્રોમાં એમ કહેવાયું છે ઈશ્ર્વરને જે સુંદરમાં સુંદર લાગી છે તે કલા, જેમાં બધા જ સ્વરૂ પની કલાનો સમાવેશ થાય ! એક ચિંતકે તો એટલે સુધી કહ્યું છે કે, જેમાં સત્યમ, શિવમ, સુંદરમ,નો સમન્વય છે, તે કલા છે.
એ સંગીત છે, ગાન છે અને નૃત્ય છે.
તેમણે રાજકારણને જાજરૂનાં મેલાંથીયે મેલુ ગણાવ્યું છે.
મંદિરનાં પગથિયાં છે તે શ્રધ્ધાનાં પગથિયાં છે.
જે પગથિયા પૂરેપૂરા ન ચઢી લે તે મંદિરની પ્રતિઓ સુધી પહોચી શકે નહિ અને એમનાં દિવ્યોત્તમ દર્શન કરી શકે નહિ…
મંદિરમાં રંગરંગીલી રંગોળી પૂરાય, આરતી થાય, કિર્તન ગવાય, ધૂન ભજન થાય…
આવી મંદિર સંસ્કૃતિ વચ્ચે સ્વર્ગભૂમિનું દર્શન થઈ શકે.
વસુધરાનું દર્શન થઈ શકે. રળિયામણી પૃથ્વીનું દર્શન થઈ શકે. જયાં આ બધું ન હોય અને બીજી દુનિયાદારી હોય ત્યાં બધું જ અધુરૂ આવી અધૂરપને મધુરપ ભરી શકે તે પરમાત્માતત્વ, ભગવાનત્ય.
- ઉમદા ચેનલનું ઉમદા ‘પત્રકારત્વ’ની સાથે સાયુજ્ય જવલ્લે જ જોવા મળે છે.
નવીનતાઓ સાથે સારી પેઠે લેણાદેણી હોવી એ પણ એની કવોલીટીમાં ઉમેરો કરે છે. સદ્ગુરૂ દેવની એ અલભ્ય દેણ છે.
અને ગુરૂ દેવની પ્રેરણાથી જયાં ગુરૂ દેવ બિરાજે છે એવા આપણા અખબાર અને આંગણે હવે ‘ચાલને જીવી લઈએ’એ નામનો એક તદ્ન અનુપમ એવો એક દિવ્યોત્તમ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. આખ રાજકોટ-સૌરાષ્ટ્રના લોકસંગીતકારો અને અવાચિન કલાકારો સંગીતકારોની ટીમોએ સપ્રેમ અને હોંશે હોંશે એમાં તેમના કલા કૌશલ્યને અને ગીતો-ગાયનો તેમજ અનન્ય વાજિંત્રોને સૂરમ્ય સૂર સ્વરનાં આયોજનોમાં નિરંતર જોડાવાની તમન્ના વ્યકત કરી છે.
આ પ્રયોગની સારી પેઠે વજુદ છે. પત્રકારત્વની દ્રષ્ટિએ આ પ્રયોગ એક પરિવર્તનલક્ષી સમાચાર છે. અખબારના ઓલરાઉન્ડ વિકાસનું આમાં પ્રતિબિમ્બ ઝીલી શકાય છે.
આ પ્રયોગ જેમ જેમ આગળ વધશે તેમ તેમ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર અને આપણી સભ્યતા, જે આજને તબકકે ક્ષીણ થતા રહ્યા છે. અને છિન્ન વિભિન્ન તથા શિથિલ થતા રહ્યા છે. એમાં નવા પ્રાણ પૂરાશે.
આપણા દેશની સામાજિક સમૃધ્ધિ અને માનવસંશાધન વિકાસને લગતી વિપુલ સંપત્તિ પણ જો ઉપર દર્શાવેલ પ્રયોગના આધારે પ્રાબલ્યતા પામે તો ‘અખબારી ક્ષેત્રે અને ચેનલ ક્ષેત્રે એક નવીન તથા ક્રાંતિકારી બદલાવ સાબિત થશે. અને પત્રકારત્વના ફલકમાં નવો ચીલો પાડશે.
‘અબતક’ના પ્રાણાધાર સમા ગૂરૂજી આ પ્રયોગમાં અમારા પ્રેરણાદાયક બનતા રહ્યા છે. અને બનશે એવી અમને શ્રધ્ધા છે.
આ માંગલ્યભીના અવસરને ટાંકણે જ વર્ષામાંગલ્યના પણ શુકન થયા છે. ગૂરૂ દેવશ્રીએ આ ઘટનાને ‘આજની ઘડી છે રળિયામણી’ કહીને એનું ઈન્દ્રદેવ-વરૂ ણદેવની પ્રસન્નતા વચ્ચે અભિવાદન કર્યું છે.‘ચાલને જીવી લઈએ’ના આયોજનને વખતે શુકનના શ્રીફળ વધેરાયા છે. મીઠા મોં કરાયા છે, શુભકર્તા પ્રસાદી વહેચાઈ છે, દીપ પ્રાગટય થયા છે. હૃદયભીની પ્રાર્થના સાથે આરતી ઉતારાઈ છે.
આના શુકન કરાતા હોયતેમ, અહેવાલ અનુસાર દેશભરમાં વ્યાપેલા કોરોનાના કહેર અને લોકડાઉનમાં સજજડ બંધની સ્થિતિ વચ્ચે દેશવાસીઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી મુશ્કેલ સ્થિતિ વચ્ચે દેશવાસીઓ માટે આનંદના સમચાર આવ્યા છે. આ આનંદના સમાચાર ભાતરીય હવામાન વિભાગે આપતા જણાવ્યું છે કે દેશમા આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે કેરળમાં ૧ લ જૂનથી પ્રવેશનારૂ ચોમાસું દેશભરમાં ૯૬ થી ૧૦૪ ટકા વરસાદ વરસાવશે જોકે, સૌરાષ્ટ્રમાં ચોમાસુ એક સપ્તાહ મોડુ એટલે કે જૂનના અંત સુધીમાં પ્રવેશશે પરંતુ ૧૦૦ ટકા કરતા વધારે ટનાટન વરસાદ વરસાવશે.
પરમકૃપાળુ પરમાત્માની અને શ્રીગૂરૂ દેવની કૃપાદ્રષ્ટિ હોય તેમ, આ પ્રયોગમાં સોનામાં સુગંધ ભળી હોય એવો ઘાટ બન્યો છે. વાચકોના અને શુભેચ્છકોના આશીર્વાદ આ રૂડા અને છમલીલા પ્રયોગ ઉપર ઉતરશે જ, અમે કોણ નહિ ઈચ્છે ?