તારીખે પે તારીખ
ગંગાદેવીના મૃત્યુ બાદ કોર્ટ ફીની રસીદ મળતા તેઓ સાચા હોવાનું બહાર આવ્યું
મીરઝાપુર કોર્ટનો એક અઝીબ કિસ્સો સામે આવ્યો છે. ગંગા દેવી નામની એક મહિલાની ખોવાયેલી કોર્ટ ફીની રશિદને લઇ ૪૧ વર્ષે નિવેડો આવ્યો છે. ગંગાદેવી નામની આ મહીલાને તારીખ પે તારીખ નો સામનો કર્યા બાદ અંતે ન્યાય મળ્યો છે.
ઘટનાની વિગત એવી હતી કે ૧૯૭૫માં જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મિલ્કત જોડાણની નોટીસ આપી હતી. અને સમયે મંગાદેવીએ કોર્ટ ફી ની રસિદ જોડી હતી. જો કે કોઇ કારણોસર તે જોડાણમાં રસિદ જોડાઇ નહી જેને લીધે તેની સામે કાર્યવાહી થઇ અને ગંગાદેવી એક ફાઇટરની જેમ બે વર્ષ આ લડત લડયા તેમની ઉમર તે સમયે ૩૭ વર્ષની હતી.
ત્યારબાદ ગંગાદેવીના કેસની તારીખ પડી અને જર્જે જયારે તેમની ફાઇલ જોઇ ત્યારે ફીની રસિદ ગાયબ હતી રૂ ૩૧૨/- ગંગાદેવીને ફરી ભરવાનું જણાવવામાં આવ્યું અને ગંગાદેવીએ તે પૈસા ભર્યા હોવાનું જણાવ્યું અને તેમણે કહ્યું કે મે ફી ભરી દીધી છે પરંતુ ડોકયુમેન્ટસ ગાયબ થઇ ગયા છે. અને તેમણે ફરી પૈસા ભરવાનો ઇન્કાર કરી દીધો.
૧૯૭૫ના મિરઝાપુર સિવિલ કોર્ટના આ કેસની રસિદ સિનિય ડીવીઝનના લવલી જેસવાલને ૩૧ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ મળી જેને પગલે ગંગાદેવી નિર્દોષ હોવાનું જાણવા મળ્યું જો કે કોર્ટના આ ચૂકાદાને સાંભળવા માટે હાલ ગંગાદેવી હયાત નથી ગંગાદેવીની ર૦૦૫માં મૃત્યુ થયું છે.
ગંગાદેવીએ કોર્ટની ૩૧૨/- રૂપિયા ફી ફરી નહી ચુકવવા માટે મકકમ રહ્યા કોર્ટે પણ તેઓને ફી ભરી નથી તે મુદ્દાને ઘ્યાનમાં લઇને જ કેસ ફાઇલ કર્યો આ કેસ બાદ ૧૧ જર્જ આવ્યા અને ગયા પણ ગંગાદેવીના કેસનો નિવેડો ન આવ્યો.
લવલી જેસ્વાલે આ અંગે કોર્ટના કેટલાક પેન્ડીંગ કેસની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમના હાથમાં આ પેન્ડીંગ કેસની રસિદ આવી અને ગંગાદેવીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.