રાજયમાં ટેકનીકલ કોર્ષની ૭૯ કોલેજોને ફી રેગ્યલેશન એકટનો ભંગ કરવા બદલ નોટીસ ફટકારાઇ

એફઆરસીની નોટિસમાં રાજકોટની એક, જુનાગઢની બે અને ભાવનગરની એક કોલેજ સામેલ

સેલ્સ ફાઇનાન્સ સ્કુલો બાદ ખાનગી કોલેજોમાં પણ ચાલી રહેલી ફીની લુંટને લઇને ફી રેગ્યુલેશન કમીટીએ રાજયની ૭૯ ટેકનીકલ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ફી નિર્ધારણ અંગેની નોટીસ ફટકારી છે. બે વખત નોટીસ મોકલ્યા છતાં સંસ્થાઓ યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. એફઆરસી ટેકનીકલની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ડીપોઝીટ અમાઉન્ટના નામે વિઘાર્થીઓને લુંટી રહી હોવાથી કમીટીએ ૧પ૦ સંસ્થાઓની કાર્યવાહી કરવાની પહેલ કરી છે.

બાકીની ૪૫૩ કોલેજોને બાદમાં એફઆરસી દ્વારા ઘ્યાનમાં લેવાશે. ફી રેગ્યુલેશન એકટ ૨૦૦૯ના નિયમોનું રાજયની ૭૯ સંસ્થાઓ અવમુલ્યન કરી રહી હોવાનું સામે આવ્યું છે. જેમાં અમદાવાદની એલજી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આણંદની ઇન્દુભાઇ પટેલ ફામર્સી કોલેજ અમદાવાદની નારાયણા બીઝનસ સ્કુલ ગાંધીનગરની પીડીપીયુ સહીતની સંસ્થાઓ સામેલ છે. એફઆરસી ટેકનીકલે આ ૭૯ સંસ્થાઓ પાસેથી તેની મોંધીધાટ ફી અંગેની સ્પષ્ટા માટેની માંગ કરી છે.

જો કોઇ સંસ્થા સ્કુલ કે કોલેજના કેમ્પસની સુવિધા જેમ કે લાઇબ્રેરી, લેબોરેટરી, કમ્પ્યુટર અથવા સ્પોર્ટસ માટે વધારાની ફી વિઘાર્થીઓ પાસેથી વસુલે તો વિઘાર્થીઓ એફઆરસીમાં તેની ફરીયાદ નોંધાવી શકે છે. કમીટીના મેમ્બર જૈનીક વકીલ કહ્યું કે, જો આ સંસ્થાએ ૧પમી સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવામાં નિષ્ફળ જશે તો સંસ્થાને રૂ. ૨૦ લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે ફી નિયમો અને ધારાધોરણોનું ભંગ કરતી કોલેજો અને તેની સાથે જોડાયેલા યુનિવર્સિટીઓને પણ નોટીસ ફટકારવામાં આવશે આ ટેકનીકલ કોલેજોમાં રાજકોટની  ૧ જુનાગઢની ર અને ભાવનગરની ૧ કોલેજને પણ નોટીસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.