નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની પદ સંભાળતા વેંત જ કડક કાર્યવાહી, ૩૮ કાર્યકરોને કર્યા સસ્પેન્ડ: હવે પક્ષમાં શિસ્ત જ સર્વસ્વ રહેશે તેવો પ્રમુખનો સંકેત
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પદભાર સંભાળતા વેંત જ હવેથી પક્ષમાં શિસ્ત સર્વસ્વ હોવાનો સંકેત આપી દીધો છે. તેઓએ અગાઉ પક્ષ સાથે બળવો કરનાર ૩૮ કાઉન્સિલરોને સસ્પેન્ડ કર્યા છે. આમ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે નગરસેવકોને શિસ્તને લઈને પાણીચુ પકડાવતા સંગઠન ધ્રુજી ઉઠ્યું છે.
તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનો કારભાર સી.આર.પાટીલે સાંભળ્યો છે. તેઓએ પદ સાંભળ્યા વેંત જ હવે પક્ષમાં કોઈ પણ પ્રકારની અશિસ્ત નહિ ચાલે તેવો સંકેત આપી દીધો હતો. હાલ તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. સીઆર પાટીલે ગત તા.૨૪ ઓગસ્ટના રોજ યોજાયેલી નગરપાલિકાની પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ ૩૮ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.
સાબરકાંઠાની ખેડલબ્રહ્મા પાલિકાના સભ્ય દશરથભાઇ કાળુજી પ્રજાપતિ, નિશાબેન દિલીપકુમાર રાવલ, પાટણની હારીજ પાલિકાના સભ્ય પ્રફુલભાઇ ખાનાભાઇ પરમાર, ભગવતીબેન બાબુલાલ ઠાકર, અમરતભાઇ ધર્માભાઇ પ્રજાપતિ, વિમળાબેન નરભેરામ રાવલ, બનાસકાંઠાની થરદ પાલિકાના સભ્ય કાંતાબેન મનસુખભાઇ પંડયા, કાસમભાઇ ઇમામભાઇ પરમાર, નર્મદાબેન અર્જુનભાઇ રાઠોડ, કચ્છની રાપર પાલિકાના સભ્ય જાકબ રમઝુ કુંભાર, મહેશ્ર્વરીબા જામસિંહ સોઢા, શકીનાબેન લાલમામદ રાઉમા, મુરજીભાઇ રામજીભાઇ પરમાર, હઠુભા રાણાજી સોઢા, નીલમબા ગીરીરાજસિંહ વાઘેલા, હેમલબેન નીલેશભાઇ માલી, પ્રવિણભાઇ દયારામભાઇ ઠકકર, શૈલેષકુમાર વનેચંદ શાહ, નરેન્દ્રભાઇ મોહનલાલ સોની, ગંગાબેન રમેશ સીયારીયા, ધીંગાભાઇ ભાણા પઢીયાર, બળવંતભાઇ વીશનજી ઠકકર, ભાવનગરની તળાજા પાલિકાના સભ્ય વિનુભાઇ ઘુસાભાઇ વેગડ અને શ્રીમતિ લાડુબહેન બેચરભાઇ રાઠોડ તેમજ ઉપલેટા પાલિકામા ૧૪ સભ્યોને સસ્પેનડ કર્યા છે.
ઉપલેટામાં ૧૪ સભ્યો પણ સસ્પેન્ડ: પ્રદેશની કાર્યવાહી બદલ ઉજવણી
તા.ર૪મીએ નગરપાલિકાની પ્રમુખ- ઉપપ્રમુખની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૧૪ સભ્યો રણુજા જાડેજા, જેન્તીભાઇ રાઠોડ, અમિનાબેન કાલાવડીયા, સુશીલાબા જાડેજા, જયશ્રીબેન સોજીત્રા, વર્ષાબેન કપુપરા, ઉષાબેન વસરા, રમાબેન કટારીયા, રમાબેન ડેર, જગદીશભાઇ કપુપરા, દાનાભાઇ ચંદ્રવાડીયા, રાણીબેન ચંદ્રવાડીયા, વર્ષાબેન ડેર, અશ્ર્વિનભાઇ બારૈયા સહિત પ્રદેશ ભાજપ દ્વારા ૧૪ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. નગર પાલિકાની ચુંટણીમાં વ્હીપનો અનાદર કરનાર ૧૪ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા બાપુના બાવલા ચોકમાં વિશ્ર્વ ઉત્સવ મનાવ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, શહેર ભાજપના મહામંત્રી પરાગભાઇ શાહ, જીજ્ઞેશભાઇ ડેર, મયુરભાઇ સુવા, માધવજીભાઇ પટેલ, રાજાભાઇ સુવા, કિરીટભાઇ પાદરીયા, કનુભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી, અજયભાઇ જાગાણી, જેન્તીભાઇ ગજેરા, અશ્ર્વિનભાઇ સરવૈયા, જયેશભાઇ ત્રિવેદી, મનોજભાઇ નંદાણીયા, રઘુભા સરવૈયા, શૈલેષભાઇ સુવા, મનોજભાઇ કનારા, અશોકભાઇ લાડાણી સહીત યુવા ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા.