રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં ૧૦૦ કરોડનો નફો મેળવવાનું બેન્કનું સ્વપ્ન હરકિશન ભટ્ટના વિઝનરી પ્લાનીંગથી સાકાર થયુ: યતીન ગાંધી
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નાં પૂર્વ સીઇઓ – જનરલ મેનેજર અને બોર્ડ એડવાઇઝર હરકિશનભાઇ ભટ્ટનો વય મર્યાદાને કારણે નિવૃત્તિ થતાં તેમનો સન્માન સમારોહ બેન્કની હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે યોજાયો હતો.
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.માં હરકીશનભાઈ ભટ્ટે મેનેજર (લોન)થી શરૂ કરી સીઇઓ સુધી જવાબદારી સંભાળી અને ૧૭ વર્ષનાં કાર્યકાળ દરમ્યાન અનેક લક્ષ્યાંકો સિધ્ધ કર્યા છે. દેશનાં અગ્રણી ર્આકિ મેગેઝીન, ‘બેન્કિંગ ફ્રન્ટીયર’ દ્વારા લાર્જ બેન્ક કેટેગરીમાં ‘બેસ્ટ સીઇઓ’નો એવોર્ડ પણ હરકિશન ભટ્ટે જીત્યો છે. નિવૃતિ સન્માન સમારોહમાં હાજર બેન્કનાં ચેરમેન નલિનભાઇ વસાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, હરકિશન ભટ્ટનાં કાર્યકાળ દરમ્યાન ૮ નવી શાખા, બે એક્સટેન્શન કાઉન્ટર, બે ઓફસાઇટ એટીએમ, બધી જ શાખાઓમાં એટીએમ સુવિધા, મોબાઇલ બેન્કિંગનો શુભારંભ, ઇન્ટરનેટ બેન્કિંગ પાર્ટલી શરૂ થયું હતું. આ ઉપરાંત બીસીબીએફની મંજુરી, ઓડિટમાં એ+ સીબીએસની સફળ કામગીરીમાં પણ તેમનો સિંહફાળો રહ્યો છે. તેમણે મેનેજમેન્ટ અને કર્મચારી વચ્ચે જોડતી કડીરૂપ કામગીરી કરી છે.
આ ઉપરાંત સહકારી અગ્રણી અને નાફકબનાં ચેરમેન જ્યોતિન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું કે, ‘હરકિશન ભટ્ટ મૂળ શિક્ષણનાં માણસ છે, તેઓ બેન્કમાં જોડાણા ત્યારે ઝીરો નેટ એનપીએનું બિડુ ઝડપ્યું અને તેમના વિઝનરી પ્લાનીંગને કારણે બેન્કનાં એક-એક કાર્યકર્તાને આ મિશનમાં જોડ્યા અને બધાને પ્રોત્સાહિત કરી. આગળ જતાં બેન્કનું સુકાન સંભાળ્યું. તેમણે આજે બેન્કને એફએસડબલ્યુએમ (ફાયનાન્સીયલી સાઉન્ડ અને વેલ મેનેજડ બેન્ક) સુધી બેન્કને પહોંચાડી.’
ભાવસભર પ્રતિસાદ આપતાં હરકિશનભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે આપ સહુએ બહુ મોટો કરી બતાવ્યો. મે કોઇ વિશેષ કામ ર્ક્યું હોય તેવું મને લાગતું નથી પરંતુ ખરેખર તો ટીમનું આ યોગદાન છે. ટીમનાં પ્રયત્નોનાં પરિણામે આ બધું શક્ય બન્યું. સંચાલક મંડળનાં સંપુર્ણ સહયોગ વગર કોઇ કાર્ય થઇ જ ન શકે. આ તબક્કે જીંદગીનો એક મૂકામ પૂર્ણ ર્ક્યો છે. નિવૃત્ત થાવ છું પરંતુ નાગરિક પરિવાર સો હંમેશા જોડાયેલો રહીશ.’
બેન્કનાં ઇન્ચાર્ય સીઇઓ યતીનભાઇ ગાંધીએ જણાવ્યું કે હરકિશન ભટ્ટના સીઇઓ તરીકેનાં કાર્યકાળ દરમ્યાન અનેક સિદ્ધીઓ મેળવી છે. બેન્કનો નફો ૧૦૦ કરોડ થાય તેવો લક્ષ્યાંક સેવ્યો હતો પરંતુ તેમણે ૧૧૩ કરોડનો નફો કરી આ સ્વપ્ન સાકાર ર્ક્યું. આ સમારોહમાં ચેરમેન, સી.ઈ.ઓ. સહિત તમામ સ્ટાફગણે હાજર રહી હરકિશન ભટ્ટને કર્યા હતા અને પ્રાસંગિક સંસ્મરણો સોની શુભેચ્છા પાઠવી હતી.