ડુપ્લીકેટ પાન કાર્ડથી જુદી જૂદી બેંકોમાં ખાતા ખોલાવી કરોડો રૂપિયાના મલ્ટી ટ્રાન્જેક્શન કરાયા, જુદા જુદા આઇપીઓ પણ ભરાયા
આયકર વિભાગે ગુજરાતમાંથી ૨ લાખ બોગસ ઙઅગ કાર્ડ શોધી કાઢીને તેને ડિએક્ટીવ કરવાની કવાયત શરૂ કરી દીધી છે. સાથે સાથે આ બોગસ ઙઅગના આધારે ખોલાવાયેલા બેંક એકાઉન્ટસ અને તેમાં નોટબંધી બાદ થયેલા કરોડો રૂપિયાના વ્યવહારોની વિગતોની ચકાસણી શરૂ કરવામાં આવી છે. લોકોએ પોતાની પાસેના એક કરતાં વધુ ઙઅગને આધારે કરોડો રૂપિયાના મલ્ટી ટ્રાન્જેક્શન કરી દીધા હતા. તપાસ બાદ આ કરોડો રૂપિયાના કૌભાંડની વિગતો સામે આવશે. અમદાવાદના એક કરચોરને ત્યાં શરૂ કરાયેલા સર્ચમાં ડિપાર્ટમેન્ટના હાથમાં કરચોરના નામના જ પાંચ ઙઅગ કાર્ડ મળી આવ્યા હતા. આવી વ્યાપક ફરિયાદો હોવાથી સીબીડીટી દ્વારા બોગસ ઙઅગ શોધી કાઢવા માટે ડિપાર્ટમેન્ટને આદેશ અપાયા હતા. જેમાં એક વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ૨ લાખ સહિત દેશભરમાંથી ૧૧,૪૪,૨૧૧ બોગસ ઙઅગ કાર્ડસ મળી આવ્યા હતા.
હાલ તો આ તમામ બોગસ ઙઅગ કાર્ડસ ડિએક્ટિવ કરવાની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે એક કરતાં વધુ ઙઅગ કાર્ડધારકોએ જુદા જુદા ઙઅગ કાર્ડને આધારે જુદી જુદી બેંકોમાં જુદા જુદા નામથી ખાતા ખોલાવ્યા હતા. પહેલાં બોગસ ઙઅગ કાર્ડથી ખોલાવાયેલા એકાઉન્ટસનો ઉપયોગ આઇપીઓ ભરવા માટે થતો હતો. દેશમાં જ્યારે રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટો રદ કરવામાં આવી ત્યારે લોકોએ પોતાની પાસેની આવી નોટો બેંકોમાં ફરજિયાત જમા કરાવવી પડે તેવો ઘાટ થયો હતો. આ પરિસ્થિતિમાં એક કરતાં વધુ ઙઅગને આધારે ખોલાવાયેલા બેંક એકાઉન્ટનો ભરપૂર દુરુપયોગ થયો હતો. જે લોકોએ નામ કે સરનેમ અને એડ્રેસમાં થોડા ફેરફારોવાળા ઙઅગ કાર્ડસને આધારે જુદા જુદા ખાતા ખોલાવ્યા હતા. તેમણે અલગ અલગ ખાતામાં રૂપિયા જમા કરાવી તેના મલ્ટી ટ્રાન્જેક્શન કરી દીધા હતા. હવે આ તમામ ટ્રાન્જેક્શનની વિગતો આયકર વિભાગ દ્વારા ચકાસવામાં આવી રહી છે. તપાસમાં કરોડો રૂપિયાના કાળાં નાણાંના વ્યવહારો થયા હોવાનું બહાર આવે તેવી સંભાવના અધિકારીઓ જોઇ રહ્યા છે.ટેક્સ ક્ધસલ્ટન્ટ પ્રમોદ પોપટે જણાવ્યું હતું. કે જ્યારે ૧૯૯૪માં ઙઅગ કાર્ડ ઇશ્યુ કરવાની શરૂઆત થઇ જ્યારે ડિપાર્ટમેન્ટ દ્વારા પુરતી ચકાસણી કરવામાં આવતી નહોતી. ત્યારે ઘણા ચાલાક લોકોએ નામમાં થોડા ફેરફાર કરીને કે પછી સરનેમમાં ફેરફાર કરીને તો કોઇએ જુદા એડ્રેસ રજૂ કરીને એક કરતાં વધુ ઙઅગ કાર્ડસ કઢાવી લીધા હતા. હવે આવા બોગસ ઙઅગ શોધી કાઢવા માટે સરકારે ઙઅગને આધારકાર્ડસ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે.