તહેવારો નજીક આવતા વોટરપાર્કમાં લોકોના ધુબાકા: રાજયમાં ૨૦થી વધુ વોટરપાર્ક શરૂ
ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાની મહામારી ઘટી રહી છે .પહેલાની સરખામણી એ કોરોના કેસ ની સામે રીકવરી રેટ માં ઘણો વધારો થયો છે.ધીમે ધીમે દેશનું અર્થ તંત્ર પાટે ચડતું જાય છે ત્યારે નાના ઉદ્યોગકારો થી માંડી મોટા ઉદ્યોગકારો પોતાનો વેપાર ધંધો પહેલાની માફક શરૂ કરી રહ્યા છે.દિવાળીના તહેવારોને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગાઇડલાઈન મુજબ સરકારે એન્ટરટેઇન્મેટ પાર્ક અને સ્વીમીંગ પુલ ને મંજૂરી આપતાની સાથે જ રાજ્યના અનેક શહેરો-જીલ્લામાં વોટરપાર્ક શરૂ થઈ ગયા છે.કોરોનામાં માનસિક રીતે હેરાન થયેલ લોકોને રીફ્રેશમેન્ટ ખૂબ જ જરૂરી છે ત્યારે વોટરપાર્કમાં ખુબજ મહત્વનું સ્થળ બની રહેશે.દિવાળી તહેવારોમાં પરીવાર સાથે લોકો વોટરપાર્કમાં આનંદ માણશે.રાજયમાં હાલ મોટા ભાગના વોટરપાર્ક શરૂ તો થઈ ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને હજુ પણ કોરોનાનો ભય મનમાં લાગી રહ્યો છે માટે વોટરપાર્કમાં લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે.વોટરપાર્ક સંચાલકો સ્વિમિંગ પુલ તેમજ એન્ટરટેઇનમેન્ટ પાર્ક ખોલવાની મંજૂરી તથા નિયમોને ધ્યાને લઇ ટેમ્પરેચર ગન, સેનિટાઇઝર, માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સના પાલનની વધુ સખ્તાઇથી અમલવારી કરવા સજ્જ બન્યા છે.પાણીમાં કોરોના થતો નથી તેવું પણ વોટરપાર્ક સંચાલકો જણાવી રહ્યા છે.
સરકારની ગાઇડલાઈનનું ચુસ્ત પણે પાલન કરીશું મહેશભાઈ બોરીચા ( ધ લાયન વોટરપાર્ક )
ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ધ લાયન વોટરપાર્કના ઓનર મહેશભાઈ બોરીચાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારે તો વોટર પાર્ક નું ઓપનિંગ કરતાની સાથે જ બંધ કરવાનો વારો આવ્યો હતો છેલ્લા આઠ મહિનાથી વોટરપાર્ક બંધ છે. હવે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં વોટરપાર્ક શરૂ થઈ રહ્યા છે ત્યારે અમે પણ સરકારની તમામ ગાઇડલાઇન મુજબ વોટરપાર્ક શરૂ કરીશું લોકોને કોરોનાનો ચેપ ન લાગે તેની પૂરતી તકેદારી રાખીશું. માસ્ક સેનેટાઈઝર ની પુરતી વ્યવસ્થા અમે રાખેલી છે. લોકો બહારથી એન્ટ્રી કરે ત્યારે તેમનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે.
લોકોની કાળજી પૂરતી રખાશે: મુકેશભાઈ સેગલીયા ( ક્રિષ્ના કિંગ વોટરપાર્ક )
રાજકોટના ન્યુ દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ક્રિષ્ના કિંગ વોટરપાર્ક ના માલિક મુકેશ ભાઈ શેખલીયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવ મહિનાથી અમે વોટર પાર્ક નું મેન્ટેનન્સ કરી રહ્યા છીએ માણસોને પગાર પણ ચૂકવી રહ્યા છીએ ગુજરાતમાં અનેક વોટરપાર્ક શરૂ થઈ ગયા છે અમે પણ દિવાળીના તહેવારને અનુરૂપ વ્યવસ્થાઓ કરી લોકોને સારામાં સારું એન્ટરટેનમેન્ટ મળી રહે તે માટે થઈને પૂરતી વ્યવસ્થા કરી રાખી છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની તમામ ગાઈડલાઈનનું અમે ચુસ્તપણે પાલન કરીશું
એન્ટરટેઈનમેન્ટ પાર્કને સરકારે મંજુરી આપતા વોટર પાર્ક શરૂ બલવંતભાઈ ધામી ( પ્રમુખ, વોટરપાર્ક એસોસિએશન)
ગુજરાત વોટર પાર્ક એસોસિએશનના પ્રમુખ બળવંતભાઈ ધામી એ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોને રીફ્રેશમેન્ટ મળવું ખુબ જરૂરી છે. ગુજરાતમાં ઘણા વોટરપાર્ક શરૂ થઈ ગયા છે એન્ટરટેનમેન્ટ પાર્ક તેમજ સ્વિમિંગ પુલ ને મંજૂરી મળતાંની સાથે જ સરકારની તમામ ગાઇડલાઇન મુજબ વોટરપાર્ક શરૂ કરી દેવામાં આવ્યા છે જોકે સૌરાષ્ટ્રમાં ઘણાં વોટરપાર્ક હજુ પણ બંધ છે. કોરોના મહામારીમાં લોકો ભલે લઇને કંટાળી ગયા હોય કોઈપણ સ્થળે જઈને પરિવાર સાથે આનંદ મળે તે જરૂરી છે ત્યારે વોટરપાર્ક એક મહત્વનું સ્થળ બની રહે.
સરકારે વોટરપાર્ક અંગે મૌન ધારણ કર્યું છે સુરેશભાઈ પટેલ (ક્રિષ્ના વોટરપાર્ક)
ક્રિષ્ના વોટરપાર્ક ના માલિક સુરેશભાઇ પટેલે અબ તક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર ને ખરેખર વોટરપાર્ક શરૂ કરવા કે નહીં તેનો ભ્રમ દૂર કરવી જ જોઈએ કારણકે વોટરપાર્ક સંચાલકો છેલ્લા નવ મહિનાથી હેરાન થઇ રહ્યા છે લોકોને રીફ્રેશમેન્ટ મળે તે ખૂબ જ જરૂરી છે. મહેસાણા સહિત અનેક શહેરોમાં વોટરપાર્ક શરૂ થઈ ગયા છે. અમે આગામી ૧૦ તારીખથી ક્રિષ્ના વોટરપાર્ક શરૂ કરી રહ્યા છીએ. સરકાર મૌન ધારણ કરીને બેસે તે ન ચાલે લોકો સુધી સચોટ માહિતી તેમને પહોંચાડવી જ પડે સરકાર સરખું વલણ નહીં દાખવે તો વોટરપાર્ક સંચાલકોને બિઝનેસમાં પણ નુકશાન થશે.
પારિવારીક માહોલ મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા એન.એફ.પૂજારી (મેનેજર- ગ્રીનલીફ રિસોર્ટ)
ગ્રીનલીફ રિસોર્ટ ના મેનેજર પુજારી એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે સરકારની તમામ ગાઈડલાઈન ને અનુસરીને ગાઈડલાઈન ને અનુસરીને સ્વિમિંગ પૂલ શરૂ કરી દીધો છે .પારિવારિક માહોલ ગ્રીનલીફ રિસોર્ટ માં લોકોને મળી રહ્યો છે. પાણીમાં કોરોના થતો નથી અમે માત્ર સેનેટાઈઝર સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું કડકપણે પાલન કરાવીએ છીએ.
લોકો નિર્ભય બની વોટરપાર્કનો આનંદ લે રાજેશભાઇ રામાણી ( ધ સમર વોટરપાર્ક )
રાજકોટના કણકોટ એન્જિનિયરિંગ કોલેજ પાસે આવેલા ધ સમર વોટરપાર્ક ના માલિક રાજેશભાઈ રામાણી એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ દિવાળીનો તહેવાર ખૂબ જ આનંદ મય બની રહે તે માટે થઈને અમારા વોટરપાર્કમાં પૂરતી વ્યવસ્થા લોકો માટે અમે કરી રાખી છે. લોકો બેઘર બની વોટર પાર્કની મુલાકાત અવશ્ય લે. કોરોના ની આ મહામારી થી બહાર નીકળવા માટે માનસિક શાંતિ અને આનંદ મેળવવો ખૂબ જ જરૂરી છે હવે તો કોરોના ના કેસ પણ દિવસે ને દિવસે ઘટી રહ્યા છે લોકો સાજા થઇ રહ્યા છે ત્યારે સર્વે શહેરીજનોને મારી વિનંતી પાણીમાં પૂર્ણ થતો નથી તો આપ વોટર પાર્કની મુલાકાત અવશ્ય લેજો .