પોન્ઝી સ્કીમ ચલાવતી ૧૧ કંપનીઓ વિરુઘ્ધ ૨૧ ફરિયાદ: સીઆઈડી દ્વારા તપાસનો ધમધમાટ
સૌથી વધુ બુઘ્ધી ધન ધરાવતા સમુહમાં ભારતીયો અગ્રેસર છે. તેમાં પણ ગુજરાતી લોકો વખણાય છે. પરંતુ રોકાણ અને પ્રોફીટીબીલીટીની વાત આવે તો લોકો બુદ્ધિ, ચતુરાઈ ભુલી આંધળો વિશ્ર્વાસ મુકી દેતા હોય છે. આ કારણે જ આજના સમયે મામુ બનાવતા નફાખોરીઓનો ધંધો ચગ્યો છે. જી હા, મામુ બનાવતી યોજનાઓમાં ગુજરાતના ૩.૫ લાખ લોકો સપડાયા છે અને તેઓએ ૬૦૪ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
મામુ બનાવતી સ્કીમ એટલે કે પોન્ઝી સ્કીમ ચલાવતી ૧૧ કંપનીઓના નામ સામે આવ્યા છે. વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ દરમિયાન ૧૧ જુની કંપનીઓ વિરુઘ્ધ સીઆઈડીએ એફઆઈઆર દાખલ કરી છે. આ કંપનીઓએ ખોટી લાલચ આપી ૩.૫ લાખ ગુજરાતીઓ પાસેથી રૂ.૬૦૪ કરોડ પચાવી લીધા છે.
આ વર્ષે સીઆઈડીએ ૧૧ કંપનીઓ વિરુઘ્ધની ૨૧ ફરિયાદોમાંથી ૧૪ ફરિયાદો નોંધી છે અને ઉંડાણપૂર્વકની તપાસ હાથધરી છે. જેમાં ૩૦૦ કરોડના સગુન ફ્રોડ સહિતની અનેક કંપનીઓની મિલકતો સીઆઈડીએ જપ્ત કરી લીધી છે. રોકાણનું ઉચું વળતર આપવાના વાદા કરી કંપનીઓ રોકાણકારોને છેતરે છે. બે વર્ષ દરમિયાન ૩.૫ લાખ ગુજરાતીઓ આ પોન્ઝી સ્કીમમાં સપડાયા છે.
જેની સરેરાશ ગણતરી કરીએ તો દર એક રોકાણકાર સાથે ૧૭,૨૫૦ રૂપિયાની છેતરપીંડી થઈ છે. સીઆઈડી અધિકારીએ આ બાબતે જણાવ્યું છે કે, ભવિષ્ય માટેની નાની બચતો અથવા વ્હીકલ કે અન્ય પ્રોપર્ટી ખરીદવા માટે મધ્યમ વર્ગના લોકો રોકાણ કરતા હોય છે. જેનો ફાયદો કંપનીઓ ઉઠાવે છે અને લાલચ આપી ગેરરીતિ આચરે છે. સીઆઈડી અધિકારીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, પોન્ઝી સ્કીમ થકી છેતરપીંડી કરતા ૩૦ આરોપીઓને ઝડપી પાડયા છે અને અન્ય આરોપીને ઝડપવા હાલ તપાસ ચાલુ છે.
આઈપીસી (ઈન્ડીયન પીનલ કોડ) હેઠળ અને ધી પ્રાઈઝ એન્ડ મની સરકયુલેશન સ્કીમ એકટ તેમજ ઘી ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરસ્ટ ઓફ ડિપોઝીટર્સ એકટ હેઠળ આ તમામ કેસોની તપાસ થઈ રહી છે. આ માટે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં સ્પેશ્યલ કોર્ટ ઉભી કરાઈ છે. સીઆઈડી અધિકારીના જણાવ્યા અનુસાર પૂર્વ, ઉતમ, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના પોલીસ કમિશનરો માટે સરકયુલર બહાર પાડવામાં આવશે અને તપાસ કરાશે.
સીઆઈડીના ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું કે, કોઈપણ કંપનીમાં રોકાણ કરતા પહેલા રોકાણકારોએ કંપનીનું ભુતકાળ અને ભવિષ્યનું ચિત્ર સ્પષ્ટ કરી લેવું જોઈએ અને યોગ્ય તપાસ બાદ જ રોકાણ કરવું જોઈએ. પોન્ઝી સ્કીમ ચલાવનારી કંપનીઓ વિરુઘ્ધ સખત કાર્યવાહી થશે. ગુજરાતમાં ૩.૫ લાખ લોકો સાથે છેતરપીંડી કરનાર ૧૧ કંપનીઓ વિશે વાત કરીએ તો સૌથી અગ્રીમ સ્થાને જય ખોડિયાર મિત્ર મંડળ આવે છે.