કુલભૂષણના મામલાનું સમાધાન ન થાય ત્યાં સુધી ભારત સરકારે પાકિસ્તાન સોની તમામ ચર્ચા-વિચારણા પડતી મુકી

કુલભૂષણ જાધવને પાકિસ્તાને ફાંસીની સજા ફટકારતા ભારતે તેને બચાવવાના તમામ પ્રયાસો કર્યા છે પરંતુ પાકિસ્તાન દ્વારા પણ આ બાબતે નમતુ જોખવામાં આવી રહ્યું ની. કારણ કે કુલભૂષણના મામલામાં પાક આર્મી સૌી વધુ દખલગીરી કરી રહી છે. હાલની પરિસ્િિત ઉપરી તો એવું લાગી રહ્યું છે કે, પાકિસ્તાન વડાપ્રધાન નવાઝ શરીફ આર્મી હેઠળ આવે છે અને તેમના તમામ શબ્દો ઉપર પાક આર્મીનો કબજો છે. અગાઉ પાકિસ્તાનના સૈન્ય વડા બદલતા બન્ને દેશો વચ્ચેના સંબંધો સુધરે તેવું લાગી રહ્યું હતું કારણ કે, કેદીઓની આપ-લે સહિતની કામગીરીઓ સહકાર ભર્યા વાતાવરણમાં ઈ રહી હતી. પરંતુ અચાનક કુલભૂષણનો મામલો સામે આવતા પાકિસ્તાનની નીતિ ફરીી બહાર આવી હતી. કુલભૂષણ સો મળવા માટે ભારત સરકારે ૧૪ વખત માંગણી કરી છે પરંતુ દરેક વખત પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય નિયમોની ઐસી તૈસી કરીને માંગણી ફગાવવામાં આવી રહી છે. ત્યારે હવે આ કેસમાં ટ્રીબ્યુનલનો દરવાજો ખખડાવો પડે તેવી પરિસ્િિત ઉભી ઈ છે. આ ઉપરાંત ભારત સરકારે જયાં સુધી કુલભૂષણના મામલાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પાકિસ્તાન સોની તમામ સુરક્ષા ચર્ચા પડતી મુકી છે. બન્ને દેશો વચ્ચે મેરીટાઈમ સિકયોરીટી બાબતે ૧૭ એપ્રિલના રોજ ચર્ચા વાની હતી જેને પણ રદ્દ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.