શિયાળાનું સમાપન થવા છતાં દરરોજ આમળાનું સેવન કરવાના નિયમને જાળવી રાખવાના વિવિધ ઉપાયો પણ મોજુદ: આમળાનો અચાર, મુરબ્બો, પાઉડર, કેન્ડી

વિટામીન-સી થી ભરપુર આમળા માનવશરીર માટે અત્યંત લાભદાયી છે. પ્રતિદિન એક આમળાનું સેવન કરવાથી ઘણી બીમારીઓમાંથી મુકિત મળી શકે છે. શિયાળામાં આમળાનું સેવન કરવાથી ઘણા આરોગ્ય લાભ મળે છે. આમળાનું વિવિધ પ્રકારે સેવન કરી શકાય છે. જેમ કે આમળાનો આચાર, આમળાનો મુરબ્બો, આમળા પાઉડર, આમળા કેન્ડી, કોઇપણ રીતે આમળાનું સેવન કરી શકાય છે. એન્ટી ઓકિસડેન્ટથી ભરપુર આમળા શરીરમાના ઝહરીલા તત્વોને બહાર કાઢવામાં અને શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવામાં પણ મદદ કરે છે. આમળાનું સેવન કરી કરવા માટે સવારનો સમય સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

આમળા વિટામીન-સી (એસ્કોર્બિક એસિડ) થી સમૃઘ્ધ છે. ૧૦૦ ગ્રામ આમળામાં સંતરા કરતાં ૧૦ થી ૩૦ ગણુ વધારે વિટામીન-સી હોય છે. એ સિવાય આમળામાં મોજૂદ એન્ટી ઓકિસટેન્ટ અને વિટામીન-સી મેટાબોલીઝમને વધારવામાં તથા શરદી-ઉઘરસ રહિત વાયરલ અને બેકટેરીયાથી થતી બીમારીઓને રોકવામાં મદદ કરે છે.

* આમળા જેવા ખાટ્ટા ફળોનું નિયમિત સેવન હ્રદય રોગોનું જોખમ ઘટાડવા માટેનો પ્રભાસશાળી ઉ૫ાય છે.

* ગંભીર ઓકસીટેટિવ સ્ટ્રેસના કારણે એથેરોસ્કલેરોસિસ થઇ શકે છે. આ એક એવી બીમારી છે જે ધમનીઓને પ્રભાવિત કરે છે. અને જેના લીધે પ્લેક જમા થવા લાગે છે. આમળામાં રહેલા એન્ટી ઓકિસડેન્ટના ગુણો હોય હોય છે જે આ પ્રકારની શારિરીક ક્ષતિઓને દૂર કરવા માટે પ્રભાવશાળી ભૂમિકા નિભાવે છે.

* મોંમાં પડતા ચાંદા માટે પણ આમળા અકસીસ ઔષધિ સમાન છે. ચાંદાનો ઇલાજ કરવા માટે ગરમ પાણીમાં આમળાનો રસ મિલાવીને પ્રતિદિન પીવાથી સકારાત્મક પરિણામ મળે છે.

* આમળામાં મોજૂદ ક્રોમિયમ કંન્ટેન્ટને સુગર લેવલ નિયંત્રિત કરવા માટે ઓળખાય છે. તેથી ડાયાબીટીસના દર્દીઓ માટે આમળા ફાયદેમંદ છે.

* રકત શુઘ્ધિકરણ માટે પણ આમળા પ્રસિઘ્ધ છે. જે ત્વચાની સફાઇ કરવામાં મદદરૂપ થાય છે. ખીલ થતાં અટકાવે છે અને ત્વચાને કાંતિમય બનાવે છે.

* નિયમિત એક આમળાનું સેવન ઓરલ હેલ્થને જાળવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. પેઢા મજબૂત બનાવે છે અને મોંની દુર્ગંધ દૂર કરે છે.

* આમળામાં રહેલું વિટામીન-સી પણ ત્વચાને હાઇડ્રેટેડ રાખવા, રેડનેસ ઘટાડવામાં અને ક્ષતિગ્રસ્ત ત્વચા કોશિકાઓની મરામત કરવા માટેનું શાનદાર એજન્ટ છે.

* નિયમિત રીતે સ્કેલ્પ પર આમળા ર્હયર કલીનરની માલિક કરવાથી ખોડો દૂર થાય છે. અને વાળ ચમકદાર બને છે.

* જે લોકોને યુરીન જવામાં તકલીફ પડતી હોય તેઓ માટે આમળાનું સેવન અતિ ફાયદેમંદ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.