અબતક,રાજસ્થાન
પાડાની કિંમત શું હોઈ શકે છે.આપ જાણો છો ?અજમેરના ભીમ પાડાની કિંમત રૂ.24 કરોડ જેટલી બોલી લગાવામાં આવી હતી.રાજસ્થાનના અરવિંદ જાંગિડ તેના રૂપિયા 24 કરોડની કિંમતના પાડાને લઈ પુષ્કર મેળામાં ગયા હતા. આ મેળામાં ઉચ્ચ કક્ષાના ઘોડા અને અનેક પ્રાણીને પ્રદશન માટે રાખવામાં આવતા હોઈ છે ત્યારે મેળામાં પાડાને મોતીસર રોડ પર પ્રદર્શન માટે રાખવામાં આવ્યો હતો.
કિંમત અંગે અરવિંદભાઈના જણવ્યા પ્રમાણે કેટલાક મહિના અગાઉ જોધપુર આવેલા અફઘાનિસ્તાનના એક શીખ પરિવારે આ પાડાની રૂપિયા 24 કરોડની બોલી લગાવી હતી, જોકે માલિક ભીમાને વેચવા ઈચ્છતો ના હતો.અગાઉ વર્ષ 2018 અને વર્ષ 2019માં પણ ભીમાને પુષ્કર મેળામાં પ્રદર્શન માટે લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાલોતરા, નાગૌર, દેહરાદૂન સહિત અનેક મેળાઓમાં તેનું પ્રદર્શન કરાયું છે.
1.5 ટનની કાયા ધરાવતા ભીમ પાછળ મહિને રૂ.2 લાખનો કરાઈ છે ખર્ચ:
25 લીટર દૂધ,1 કિલો ઘી,બદામ ઝાપટી જતા ભીમના સ્પર્મની દુનિયામાં ભારે માંગ
અરવિંદે મેળામાં યોજાયેલી પશુ સ્પર્ધામાં ભાગ લઈ પુરસ્કાર પણ મેળવ્યો હતો. તેઓ પશુપાલકોને ભીમનું સીમન ઉપલબ્ધ કરાવે છે. મુર્રા નસ્લના આ પાડાની વિશ્વભરમાં ઘણી માગ છે. તેના સીમનથી થતી ભેંસોનું 40થી 50 કિલો વજન રહે છે. તે પુખ્ત થતા એક વખતમાં 20થી 30 લીટર સુધી દૂધ આપે છે. પાડાના 0.25 ખક સીમનની કિંમત આશરે રૂપિયા 500 છે. 14 ફૂટ લાંબો અને 6 ફૂટ ઉંચાઈ ધરાવતો આ ભીમ પાડાનો વજન આશરે 1500 કિલો છે. તેની માવજત તથા આહાર પાછળ પ્રત્યેક મહિને બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. પાડાને દરરોજ એક કિલો ઘી, અડધો કિલો માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર દૂધ, સૂકો મેવો એક કિલો કાજુ-બદામ ખવડાવવામાં આવે છે.