વખતોવખત રજુઆત છતાં જવાબદારો મૌન
બાબરા વધાવિયા હનુમાનજીના મંદિર પાસે આવેલા કરોડો રૂપિયાનો.ધુમાડો કરતો ફિલ્ટર પ્લાન માત્ર ચોપડે જીવતો હોય એવું લાગી રહ્યું છે.પ્લાન્ટનું ખાલી એક વખત પરીક્ષણ કરી ભગવાન ભરોસે ખંડેર હાલત માં મૂકી દેવામાં આવ્યો છે બાબરા ની આમ પ્રજા દ્વારા વખતો વખત રજૂઆત કરવા છતાં કોઈ જવાબદાર વ્યક્તિ સામે આવી આ સરકારી મિલકતનો વારિસ થતો નથી બાબરાના યુવા ને જાગૃત પત્રકાર અપુભાઈ જોશી એ અનેક વખત આ પ્લાન્ટની હકીકત જાણવા ત્યાં ઘટના સ્થળે જવાના પ્રયત્નો કાર્યે છે પરંતુ પાણી જે શુધ્ધ કરતો આ પ્લાન્ટ પોતે અશુધ્ધ અને દયાજનક સ્થિતિમાં છે.અપૂ ભાઈ દ્વારા અનેક વખત પ્લાન્ટ ના ડેપ્યુટી એન્જિનિયર પરમાર અને ચોધરીને ટેલિફોન અને રૂબરૂ અહેવાલ આપવા છતાં જવાબદાર કુંભકર્ણની નીંદરમાં હોઈ એવું લાગી રહ્યું છે. ફિલ્ટર પ્લાન્ટની નજીક જતાં દુર્ગંધ નો અહેસાસ થઈ છે જળ જીવન છે પણ આ બાબરાને લાગુ પડતું નથી..ફિલ્ટર પ્લાન્ટ માં પક્ષીઓની ચરક,મૃતદેહો અને અન્ય કુડો કચરો જોવા મળે છે એ ખરેખર આરોગ્ય સાથે ચેડાજ કહી શકાય..હાલ કોરોના અને બર્ડ ફ્લુ થી આખો દેશ જજુમી રહ્યો છે અને બાબરા વિસ્તાર માંથી કોઈ પાણી સંબંધિત રોગ નવો આવે તો જરાય નવાઈ ની વાત નથી આવી હાલત આપડા ફિલ્ટર પ્લાન્ટ ની છે જે બાબરા ખાતે સ્થિત છે તેની વેલી તકે ઉકેલ નહીં આવે તો ગંભીર રોગો ફેલાવવાની દહેશત છે.