એક, દો, તીન…. ચાર, પાંચ કે સાત…. રસીના કેટલા ડોઝ લેવા ? કઈ રસીના કેટલા, ક્યારે ડોઝ લેવા ? એ અંગે કોરોનાના નવા નવા સ્વરૂપ સ્પષ્ટતા જ નથી થવા દેતા… હજુ માંડ કરી રસીની એક ફોમ્ર્યુલા નક્કી થાય છે ત્યાં નવી ફર્મ્યુલા અમલમાં મુકવી પડે છે. કાચિંડાની જેમ કલર બદલતા કોરોના સામે હવે રસીના બે ડોઝ પણ પૂરતા ના હોય તેમ લાગી રહ્યું છે. હવે રસીનો ત્રીજો ડોઝ પણ આપો કે કેમ ? રસીનો ત્રીજો ડોઝ ફાયદારૂપ કે નુકસાનકારક એ અંગે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પણ મૂંઝવણમાં મુકાયા છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે કોવિડ રસીનો ત્રીજો બૂસ્ટર ડોઝ હજી વિચારધારાધીન છે.
સરકારે કહ્યું છે કે હાલમાં અગ્રતા મુજબ વસ્તીના રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. મંગળવાર સાંજે સાત વાગ્યા સુધીમાં 36 કરોડથી વધુ ડોઝ પહોંચાડીને ભારત વધુ સીમાચિહ્ન પાર કરી રહ્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ બલરામએ જણાવ્યું કે, બૂસ્ટર ડોઝ હજી વૈજ્ઞાનિકોના વિચારધારાના તબક્કે છે અને અસરકારકતા સાબિત થઈ નથી. રસી-પ્રેરિત એન્ટિબોડીઝ કેટલા સમય સુધી ચાલુ રહે છે તેની તપાસ કરવા સંશોધન પણ ચાલી રહ્યું છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ પરથી એ જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરીએન્ટ સામે નીચા સ્તરે એન્ટિબોડીઝ બનતા બે ડોઝ ઉપરાંત ત્રીજો બુસ્ટર ડોઝ પણ આપવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે. અભ્યાસમાં ખુલાસો થયો છે કે ઘણાં લોકોમાં કોવિશિલ્ડ રસી લીધા બાદ એન્ટીબોડીની માત્રા બદલાઈ રહી છે. આઈસીએમઆર અધ્યયનમાં ડીએલ 14ૠ ધરાવતા અગાઉના સાર્સ-કો -2 સંસ્કરણની તુલનામાં અનુક્રમે કોવિશિલ્ડના એક અને બે ડોઝ આપવામાં આવતા લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ સામે એન્ટિબોડી સ્તરને તટસ્થ કરવામાં 2 ગણો ઘટાડો થયો છે. જેને હવે સંતુલિત કરવા ત્રીજા ડોઝની આવશ્યકતા પડી શકે છે તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.