દેશની રાજધાની દિલ્હીમાં રહેતા લોકોમાટે કેજરીવાલ સરકારે એક નવો નિર્ણય લીધો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે આબકારી નિયમોમાં ફેરફાર કરીને દારૂની હોમ ડિલિવરીને મંજૂરી આપી દીધી છે. જેનો મતલબ એ છે કે, દારૂ હવે તમે ઓર્ડર કરી ઘરે મંગાવી શકશો.
થોડા દિવસો પહેલા દિલ્હીના આબકારી વિભાગે અરવિંદ કેજરીવાલ સરકારને આ સંદર્ભમાં એક પ્રસ્તાવ મોકલ્યો હતો. દિલ્હી સરકારે દારૂના ઘરે પહોંચાડવા માટે એક વિશેષ શરત પણ મૂકી છે.
દારૂને ઘરે પહોંચાડવા માટે આ શરતોનું પાલન કરવું પડશે
દિલ્હીમાં એ દુકાનો જ હોમ ડિલિવરી કરી શકશે, જેની પાસે L-13 લાઇસન્સ હશે. દારૂની હોમ ડિલિવરી કોઈ હોસ્ટેલ, ઓફિસ અથવા અન્ય સંસ્થામાં નહીં કરવામાં આવશે.
માત્ર મોબાઇલ ફોન એપ અને વેબસાઇટ દ્વારા દારૂની હોમ ડિલિવરીને મંજૂરી આપવામાં આવી છે.
ગયા મહિને દિલ્હીમાં લોકડાઉનના કારણે દારૂની દુકાનોમાં ભીડ જોવા મળી હતી. લોકડાઉનમાં 31 મેથી થોડી છૂટ આપવામાં આવી છે પરંતુ દારૂની દુકાનો હાલ બંધ રહેશે.
આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે હોમ ડિલિવરીની શરૂઆત સાથે ફરી એકવાર માંગમાં વધારો થશે. આ જ પ્રયોગ બીજા ઘણા રાજ્યોમાં કરવામાં આવ્યો છે. કેટલાક સ્થળોએ, દારૂની હોમ ડિલિવરી કરતી એપ્લિકેશન / વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી.
21 વર્ષથી ઉપરના લોકો માટે પણ મંજૂરી
દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી પર જ નવી આબકારી નીતિને મંજૂરી આપી છે. નવી પોલિસી લાગુ થયા પછી દારૂનું હોમ ડિલિવરી થઈ શકે છે. એટલું જ નહીં, આ કામ સંપૂર્ણપણે ખાનગી હાથમાં રહેશે. તેમાં ફક્ત 21 વર્ષથી વધુ ઉંમરના લોકોને જ દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.
નિયમોમાં આ ફેરફાર
1. L-13 લાઇસન્સ ધરાવતા લોકો જ ભારતીય દારૂ અને વિદેશી દારૂની હોમ ડિલિવરી કરી શકશે.
2. ઓર્ડર ફક્ત મોબાઇલ એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ પર થઈ શકશે.
3. દારૂ ફક્ત ઘરો સુધી પહોંચાડવામાં આવશે.
4. ઓફિસ, છાત્રાલય અથવા અન્ય સ્થળે દારૂ પહોંચાડવામાં આવશે નહીં.