આપણે વજન ઘટાડવા ચીઝ પીઝા, બર્ગર જેવા ફાસ્ટફુડ્સને ટાળતા હોય છીએ પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે માત્ર પિઝા જ નહીં પરંતુ આઇસક્રિમ, પાસ્તા અને નુડલ્સ પણ તમને વજન ઘટાડવામાં મદદરુપ જશે. પોર્ટુગલમાં થયેલા અભ્યાસ પ્રમાણે અઠવાડીયામાં એક વખત ચીટ મીલ લેવું જોઇએ.
એક રિસર્ચમાં લોકોના બે ગૃપમાં ભાગલા પાડવામાં આવ્યા જેમાં એક ગૃપને ચીટ મીલ ખાવાનું કહેવામાં આવ્યું તો બીજા ગૃપને તેનાથી વંચીત રાખવામાં આવ્યું. અભ્યાસનું તારણ આવ્યું કે જે લોકો ચીટ મીલ અઠવાડીએ લઇ રહ્યા હતા તેઓ વધુ ખુશ અને વજન ઘટાડવા માટે પ્રોત્સાહિત થયા.
જે લોકોને ચીટ મીલ આપવાના આવતુ ન હતું તેમણે વજન ઘટાડવાનો ઇરાદો છોડ દીધો. હવે તમને થતુ હશે કે આ વળી કઇ રીતે સીમ્પલ છે. જે લોકોને ચીટ મીલ આપવામાં આવતો તે તેના ચીટ મીલના દિવસે ખૂબ જ ખુશ રહેતા અને વજન ઘટાડવા અંગે વધુ ઉત્સાહિત રહેતા જ્યારે ચીટ મીલ ન લેનારા લોકોનો વજન ઘટાડવાનો રસ જ ઘટી ગયો માટે આ રીતે તમે પણ ૫ીઝા ખાઇને વજન ઘટાડી શકો છો.