આપણે ઘણી વાર ભારતમાં એવા દ્રશ્યો જોયા હશે જેમાં બસમાં અથવા તો ટ્રેનમાં મુસાફરો ઝઘડ્યા અથવા તો મારામારી કરી પરંતુ શું તમે ક્યારેય સાભળ્યું કે કોઈએ વાદળાઓ વચ્ચે જઈને ઝઘડ્યા હોઈ ?? જી હા આવી જ એક ઘટના હાલ પ્રકાશમાં આવી છે જેમાં બેંગકોકથી આવતી ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરોએ માત્ર ઝઘડો જ નહી પરંતુ ઉગ્ર બોલાચાલી પણ કરી હતી.
૧૬ ડિસેમ્બરે ઈસ્તાંબુલથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટમાં પેસેન્જર અને ફ્લાઈટ એટેન્ડન્ટ વચ્ચે ઉગ્ર દલીલનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં બે માણસો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે ત્યારે પ્લેનનો ક્રૂ સ્ટાફ સતત તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ તેના ચશ્મા ઉતારતો અને પછી બીજા વ્યક્તિને મારે છે તે જ સમયે, સાથે ઉભેલા યુવકો પણ તેમના મિત્ર સાથે લડાઈમાં સામેલ થઈ જાય છે.
Video of a fight between pax that broke out on @ThaiSmileAirway flight
Reportedly on a Bangkok-India flight of Dec 27 pic.twitter.com/qyGJdaWXxC
— Saurabh Sinha (@27saurabhsinha) December 28, 2022
વાયરલ થઈ રહેલી ઘટનાના વીડિયોમાં, બે માણસો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે જ્યારે એક ફ્લાઈટ એટેન્ડન્ટ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બે પુરૂષ મુસાફરો એકબીજા સાથે ઝપાઝપી કરે છે જેમાં એક મુસાફર બીજાને “હેન્ડ્સ ડાઉન” કહેતા સાંભળી શકાય છે. તે વારંવાર બૂમો પાડતો જોવા મળે છે, “તમારા હાથ નીચે રાખો”. થોડી જ વારમાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ જાય છે અને મામલો મારામારી સુધી પહોંચી જાય છે.