કેમ છો મિત્રો? બજેટ ફ્રેન્ડલી શોપિંગમાં આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવું ગેજેટ કે જેના વિશે જાણીને તમે તરત ખરીદી લેશો.
આ ગેજેટ તો એવું છે કે જે તમારા પોકેટમાં પણ આવી જશે અને તમને ખૂબ હેલ્પફુલ રહેશે. હા, હા હવે તમને જણાવી જ રહ્યા છીએ કે આ કઈ વસ્તુ છે અને તમે ક્યાંથી ખરીદી શકશો.
તો આ દેખાવમાં તો કોઈ લિપસ્ટિક જેવું લાગતું હશે પણ તમને જણાવી દઈએ કે આ કોઈ લિપસ્ટિક નથી આ એક સ્પ્રે બોટલ અને ડસ્ટર છે. તમને જાણીને નવાઈ લાગશે પણ મોંઘી મોંઘી ગાડીઓ વાપરવાવાળા લોકો પણ આ ગેજેટ પોતાના ખિસ્સામાં રાખે છે.
આ ગેજેટમાં સ્પ્રે કે ક્લિનિંગ લિકવિડ ભરવા માટેની સુવિધા આપવામાં આવી છે. આ સાથે તે ગેજેટની બહારની લેયર એ એક માઇક્રોફાઈબર કપડાંની છે જેને તમને સ્ક્રીન પર સ્પ્રે કર્યા પછી સાફ કરવામાં વાપરી શકો છો.
આ માઇક્રોફાઈબરથી તમે લેપટોપ સ્ક્રીન, ટીવી સ્ક્રીન, ગાડીનો કાચ અને બીજું ઘણુંબધું સાફ કરી શકો છો.
તો રાહ કોની જુઓ છો હમણાં જ તમારા ફોનમાં રહેલ એમેઝોન, ફ્લિપકાર્ટ કે પછી મિશો એપ પર જાવ અને ખરીદી કરો આ બેસ્ટ ગેજેટની. ફક્ત 100 રૂપિયાની આસપાસ મળી રહ્યું છે.