વિશ્ર્વ આરોગ્ય સંસ્થા કહે છે કે
આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ ખેલી રહી છે. અને કેટલાક દેશોએ લોકડાઉન જાહેર કરી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ત્યારે સતત ઘરમા રહેવાથી લોકોની શારીરીક અને માનસીક સ્થિતિ બગડવાની ચિંતા વ્યકત કરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને લોકોને ઘરમાં પોતાના માટે દરરોજ અડધો કલાક ફાળવવા અને બાળકોને રોજ એક કલાક પોતાના માટે ફાળવવાની અપીલ કરી છે. આખા વિશ્ર્વમાં ૭ લાખથી વધુ લોકો કોરોનાની ઝપટમા આવી ગયા છે. અને ૩૩ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે. એટલે કે કેટલાક દેશોની સરકારે પોતાના દેશમાં લોકડાઉન જાહેર કર્યા છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ લોકોની શારીરીક અને માનસીક સ્થિતિને ધ્યાનમાં રાખી એક જરૂરી સલાંહ આપી છે કે લોકોએ પોતાના ઘરમાં પણ શારીરીક અને માનસીક સ્વાસ્થ્ય જાળવી રાખવા રોજ અડધો કલાક ફાળવવો જોઈએ અને શારીરીક શ્રમ કરવો જોઈએ બાળકોએ રોજ એક કલાક ફાળવવો જોઈએ અને રમત ગમત સહિતની પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ.
એક કલાકમાં કરી શકાય છે આ પાંચ કામ
યુવાનો રોજના એક કલાક ઓનલાઈન કલાસ લઈ શકે છે.જેમાં કસરત, યોગ વગેરે કરી પોતાની શારીરીક તંદુરસ્તી જાળવી શકે છે. ફીટ રહી શકે છે.
શારીરીક અને માનસીક રોગોથી દૂર રહેવા માટે અડધો કલાક માટે ડાન્સ જેવી પ્રવૃત્તિ પણ કરી શકાય તેનાથી રોજ મોટી સંખ્યામાં કેલરી બાળી શકાય છે.
સ્માર્ટ ફોન પર વીડીયોગેમ ઉપરાંત શારીરીક ચુસ્ત રહેવા માટે નાની નાની રમતો રમી શકાય જેમાં શતરંજ, લુડો અને કેરમ વગેરે રમી શકાય તેમ બાળકો સાથે ફૂટબોલ કે બેડમિન્ટન પણ રમી શકે છે.
લોકડાઉન દરમિયાન ઘરમાં દોરડાકુદ એક સારો વિકલ્પ છે. તેનાથી તમે શારીરીક ફીટ રહી શકશો અને પરસેવો વળીજતા તમને તાણ કે ચિંતા પણ નહી રહે.
સ્નાયુ મજબૂત બનાવતી અને શરીરના સમતુલન જેવી કસરત પણ તમે ઘરે બેઠા કરી શકો છો. આ માટે તમારે જીમમાં કે ફીટનેસ સેન્ટરમાં જવાની કે કોઈ કસરતના સાધનોની પણ જરૂર રહેતી નથી.