રોહિદાસપરાના બંધ મકાનમાં પાંચ મહિલા તસ્કરો રૂ.૨.૭૧ અને પારિજાત સોસાયટીમાં રૂ.૧.૭૧ની ચોરી

શહેરમાં તસ્ક્રો બે ફામ બન્યા હોય તેમ જુદા જુદા ત્રણ સ્થળોએ ઘરફોડી અને દુકાનમાંથીમાલમતા ચોરી ગયાની ઘટનાઓ પ્રકાશમાં આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી પાંચ મહિલાઓ સહિત ફરા શખ્સોની તપાસ હાથ ધરી છે.

આ અંગેપોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભકિતનગર સર્કલ પાસે મયુર પાર્કમાં રહેતા મનદિપભાઈ મનસુખભાઈ રાઘનપરાની સોની બજાર પીપળા શેરી શાંતી કોમ્પ્લેક્ષમાં આવેલી ૧૦૭ નંબરની દુકાનમાંથી કામે રાખેલા પાર્થ ઉર્ફે પરાજીત ચક્રવતી અને બિશ્રવજીત ચક્રવતી નામના બંને બંગાળી કારીગરો દાગીના બનાવવા આવેલું સોનું ૩૫૦ ગ્રામ કિ. રૂ.૧૧.૫૦ લાખ અને મનદીપભાઈ રાધનપરાના ટેબલમાં પડેલુ ૧૫૦ ગ્રામ સોનું જેની કિંમત રૂ.૪.૯૦ લાખ મળી કુલ કિ. રૂ. ૧૬૪૦ લાખનું ૫૦૦ ગ્રામ સોનું ચોરી ગયાનું એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયું છે.

જેમાં પાર્થ ઉર્ફે પ્રસજીત ચક્રવતીને ૧૩ દિવસ અગાઉ જ કામે રાખ્યો હોય અને શ્રીશ્રવજીતને ચોરીના દિવસના આગલા દિવસે જ બંગાળથી કારીગર તરીકે રાખ્યો હોય ત્યારે બંને અડધો કિલો જેટલુ રૂ.૧૬.૪૦ લાખનું સોનું ચોરી જતા પોલીસે બંને વિ‚ધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

જયારે બીજી ઘટનામાં રોહિદાસપરામાં રહેતા અને ભંગારનો ડેલો ધરાવતા જેસીંગભાઈ સોમાભાઈ પરમાર પોતાના મોટાભાઈના પુત્રના લગ્નમાં મકાને તાળા માર્યા વગર ગયા હતા પ્રસંગમાંથી પરત ઘરે ફરતા ઘરમાં વેર વિખેર જોતા ચોરી થયાની શંકા જતા ઘરની તલાસી લેતા પતરાની પેટીમાં રાખેલા રૂ.૨ લાખ રોકડા તથા સોનાના દાગીના સહિત કુલ રૂ.૨.૭૧ લાખની મતા ચોરી થયા હોવાનું ફરિયાદમાં નોંધાયું હતુ આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચારથી પાંચ મહિલાએ ચોરી કર્યાનું દેખાયું હતુ જે તમામ મહિલાઓની ઉમર ૨૫ થી ૩૫ વર્ષ આસપાસ હતી ઘટનાની જાણ બી ડીવીઝન પોલીસ મથકમાં થતા પોલીસે ઘટના સ્થળે પહોચી જેસીંગભાઈ પરમારની ફરિયાદ પરથી ચારથી પાંચ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

અન્ય બનાવમાં યુનિવર્સિટી રોડ પરની પારિજાત સોસાયટી ૭માં રહેતા અને લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા ખીમાભાઈ પાંચાભાઈ કોળી ગત તા.૧૫મી એપ્રીલે સવારે મકાનને તાળુ મારી પત્ની સાથે માંગરોળના મેવાસા ગામે હવનમાં ગયા હતા ત્યારે પાછળથી તેના મકાનમાં મેઈન દરવાજાનો નકુચો તોડી અંદર ત્રાટકેલા તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ ૧.૭૧ લાખની મતા ચોરી ગયાની યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.