રાજપરા અરવિંદભાઈ પૂર્વ વીંછિયા શહેર ભાજપ પ્રમુખે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલને પત્ર લખી રજૂઆત કરી છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. રાજકોટ જિલ્લાના સંસદ સભ્ય ધારાસભ્ય , શહેર ભાજપ પ્રમુખ,રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અને રાજકોટ કલેકટર પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રીને આવકારવા માટે ઊભા હતા ચેતનભાઈ રામાણી જિલ્લામાં શું હોદ્દો છે ?
અપેક્ષિતમાં હતા ? પ્રોટોકોલ મુજબ પ્રથમ હરોળમાં આવીને ઊભા રહેવું અને રાજકોટ કલેકટરને સાઇડમાં ઊભા રહેવાનું કહેવાનો તેને અધિકાર કોને આપેલ છે ? રાજકોટ કલેક્ટરને ચેતનભાઈએ કહ્યું ત્યારે રાજકોટના સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ આપને સાઇડમાં ઊભા રહેવાનું કહેલ તેનાથી રામાણક્ષનું પેટમાં શું બળતરા ઊભી થઈ ? મોહનભાઈની કોઈ ફરિયાદ હોય તો પાર્ટીને રજૂઆત કરોને અને અત્યાર સુધી વિજયભાઈ રૂપાણીની સાથે હતા તો મોહનભાઈની ફરિયાદ કેમ ન કરી ?
હોદ્દા વગર અને અપેક્ષિતમાં પ્રોટોકોલ મુજબ ન હોય આગલી હરોળમાં ફોટા પડાવવા અને મીડિયાના કેમેરામાં એન્ટ્રી પાડવાનું બંધ કરી દેવાય પ્રોટોકોલમાં આવતા ન હોવા છતાં ખોટી રીતે જાહેરમાં જગડો કરીને પાર્ટીને નુકશાન કરવાનું આપ કામ કરી રહ્યા છો. આ બાબતે ચેતનભાઈ રામાણી દ્વારા મુખ્ય મંત્રીના પ્રોટોકોલનો ભંગ કરેલ હોય જેથી તેની સામે શિક્ષાત્મક પગલાં ભરીને શાન ઠેકાણે લાવવાની જરૂર છે.
ચેતનભાઈ રામાણી સામે પગલાં ભરવામાં નહીં આવેતો અન્ય કાર્યકરો પણ પાર્ટીના હોદ્દેદારો સામે બોલતા થશે જેથી પાર્ટીને નુકશાન થશે તો આ બાબતે યોગ્ય કરવા અરવિંદભાઈ રાજપરા પૂર્વ પ્રમુખ વીંછિયા શહેર ભાજપ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.