છોકરીઓ પોતાના વાળને લઈને ખાસ ધ્યાન રાખતી હોય છે પોતાના લાંબા અને ખૂબસૂરત વાળ હોય તેવું સપનું હાર એક છોકરીનુ હોય છે તેને સ્ટાઈલીશ બનવા માટે ઘણા ઉપાયો પણ કરતી હોય છે, તેમાં પણ આજકલ વાળને કલર તેમજ હાઈલાઈટ કરવાનો ક્રેઝ ખૂબ જ વધતો જાય છે. તેવા સમયે વાળને કલર અને હાઈલાઈટ કરવી કે ના કરવી તેનું પૂરું નોલેજ આપણને હોતું નથી, તેમાં પ્રદૂષણ અને ખાન પાનમાં ધ્યાન ના રાખવાથી પણ વાળને નુકશાન પહોચતું હોય છે.
આવામાં વાળને ખરતા અટકાવવા તેમજ નુકશાન ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખવા માટેની આજે કેટલી ટિપ્સ આપીશું અને જ્યારે પણ તમે કલર કરો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખતું તેના વિષે આજે અમે તમને જણાવીશું.
ઘણી વાર કલર અથવા હાઈલાઈટ્સ કરાવ્યા બાદ ઘરેલુ ઉપાય કરીને પોતાના વાળની કાળજી રાખે છે પરંતુ ક્યારેક ઘરેલુ ઉપચારમાં લીધેલ વસ્તુની આપણને સંપૂર્ણ માહિતી હોતી નથી જેના લીધે તેના ફાયદા નહિ પરંતુ નુકશાન પોહચી શકે છે. છોકરીટયો પોતાના વાળને ધોવામાટે ચણાના લોટનો ઉપયોગ કરતી હોય છે પરંતુ ચણાના લોટનો ઉપયોગ કરવાથી વાળની ચમક ગાયબ થઈ જાય છે.
તે સિવાય પણ વાળ ધોવામાટે ક્યારે પણ બટેટાનો ઉપયોગ ન કરો કારણ કે તેમાં બ્લીચિંગ એજંટ હોય છે જે ચહેરા માટે ફાયદાકારક હોય છે પરંતુ વાળ માટે ખૂબ જ નુકશાનકાક હોય છે.જેના લીધે સફેદ વાળની સમસ્યા જલ્દીથી આવી શકે છે.
ઘણી વાર આપણે સરસોના તેલનો ઉપયોગ પણ કરતાંહોય છીએ જેના લીધે વાળ જલ્દી ડ્રાય થઈ શકે છે.