સ્ત્રીઓ તેના પરિવાર, બાળકો અને અન્ય જવાબદારી નીભાવવામાં એટલી તો વ્યસ્ત બની જાય છે કે પોતાની જાતની કાળજી રાખવાનું ભૂલી જ જાય છે. તેવા સમયે જો વાત કરીએ સ્ત્રીનાં શરીર અંગે તો અન્ય બાબતે કદાચ પણ થોડી કાળજી રાખતી હશે સ્ત્રીઓ પરંતુ સ્તનની વાત આવે તો મહત્તમ સ્ત્રીઓ તેની પૂરતી કાળજી લેવામાં લાપરવાહી દાખવતી હશે જેનાં કારણે સ્તનને સંબંધિત વિવિધ બીમારીઓ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તો આવો જાણીએ કે સ્તનની ખાસ કાળજી લેવા શું કરવું જોઇએ……
– મોસચ્યુરાઇઝ…..
સ્તન અને તેની આસપાસની જગ્યાએ સુવાળી રાખવી જરુરી છે. જેમ શરીરના અન્ય અંગોને સ્વસ્થ રાખી છીએ એ રીતે જ તેની દેખભાળ કરવી જરુરી છે. સ્તને મોસચ્યુરાઇઝ કરવા કોકોઆ બટર અને હાયલ્યુરોનીકનું મિશ્રણ કરી લગાવવાથી સ્તનની સ્કીન સુવાળી રહે છે.
– બ્રામાં ડિઓડ્રન્ટ લગાવો…..
સ્તનની જગ્યા પર જો ખૂબ પસીનો વળતો હોય અને રેશીશ તેમજ ખંજવાળ આવતી હોય તો બ્રા પહેરો તે પહેલાં તેમાં ડિઓ સ્પ્રે લગાવો…..
– સન સ્ક્રીન :
સ્તનની ચામડી ખૂબ કોમળ હોય છે તેને કપડાથી સંકોરીને રાખવાથી સન ડેમેજથી બચાવી શકાય છે. પરંતુ સન સ્ક્રીન લગાવવાથી સ્તને બ્રેસ્ટ કેન્સરથી અને લચકવાથી બચાવી શકાય છે.
– સ્વાસ્થ્યપ્રદ ખોરાક આરાગો.
સંતુલીત અને સ્વાસ્થ્યપ્રદ આહાર લેવાથી સ્તનને પણ એટલો. જ લાભ થાય છે. જેમાં તમે ઓછી ફેટવાળો, વધુ ફાઇબરયુક્ત અને તમામ પ્રકારનાં અનાજનો સમાવેશ કરી શકો છો. આ ઉપરાંત સોયાબીન, ટોફુ, અને મીસો આહારમાં લેવાથી ફાઇબ્રોસીસ્ટીક સ્તનને સંબંધીત દર્દ થવાથી રક્ષણ આપે છે. આ સાથે તમે તમારા આહારમાં પીચીઝ, સાલમોન, ઓલીવ ઓઇલ, બ્રોકલી વોલનટ અને કોફીનો પણ સમાવેશ કરી શકો છો જેનાથી તમારા સ્તન પણ હેલ્ધી રહે છે.
– બ્રાની યોગ્ય પસંદગી.
જો બ્રેસ્ટને યોગ્ય સર્પોટ નથી મળતો તો અસ્થિબંધને વધુ ખેંચતાણ અનુભવાય છે અને તેના માટે યોગ્ય સાઇઝની બ્રાની પસંદગી કરવી જરુરી રહે છે અનેક વાર એવું જોવા મળ્યું છે કે વધુ ટાઇટ કે વધુ લુઝ બ્રા પહેરવાથી સ્તનનાં આકારમાં પણ બદલાવ આવે છે.
– સ્વ નિરિક્ષણ
સ્તનનું સ્વનિરિક્ષણ કરવું એટલું જ જરુરી છે. તેનાં વિકાસનું જાતે જ પરિક્ષણ કરો. આ બાબત સ્ત્રીએ ચાળીસી વટાવ્યા બાદ ખૂબ ઉપયોગી નીવડે છે.
– તમારુ વજન કેટલું છે…?
જ્યારે તમે જરુર કરતાં વધુ વજન થાય છે ત્યારે તમારા સ્તનનું પણ વજન વધે છે અને ચામડી ખેંચાય છે. તેના માટે વજનનું સંતુલન પણ એટલું જ જરુરી છે.
– સ્તનનું મસાજ કરો.
સ્તનને મસાજ કરવાથી તેમાં લોહીનો પ્રવાહ સરખો થાય છે તેમજ તેની ગુણવત્તામાં પણ વધારો થાય છે. તમારા સ્તનને હાથમાં લઇ તેના પર ધીમેથી દબાણ આપો અને તેને ઉપરની તરફ લઇ જાવ આ ઉતરાંત તમારી આંગળીથી ઉંધી અને સીધી રીતે ગોળાકારમાં મસાજ આપો.