ઘરે જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે દરેકનું જીવન બદલાઈ જાય છે. તેમજ ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. ઘરના બધા સભ્યો નાના મહેમાનની ખાસ સંભાળ રાખવાની કોઈ તક છોડતા નથી. ત્યારે ઘરના દરેક સભ્ય નાની નાની બાબતોનું ધ્યાન રાખવા લાગે છે, જેમ કે બાળક સૂતું હોય ત્યારે અવાજ ન કરવો, ધીમેથી વાત કરવી. પરંતુ ઘણી વખત આટલી કાળજી રાખ્યા છતાં પણ બાળકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કારણ કે નાના બાળકો ખૂબ જ કોમળ હોય છે અને થોડી બેદરકારી પણ તેમના માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. જો તમારા ઘરે નાનુ બાળક છે તો અપનાવો એવી કેટલીક ટિપ્સ જણાવીશું, જેના દ્વારા તમે બાળકનું સારું ધ્યાન રાખી શકો છો.

નવડાવતી વખતે રાખો ધ્યાન

CHILD 1

જ્યારે પણ તમે બાળકને નવડાવો ત્યારે સાવચેત રહો. કારણ કે આ દરમિયાન જો કોઈ ભૂલ થઈ જાય તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. તેમજ નવડાવતી વખતે બાળકની આંખ, નાક, કાન અને મોંમાં પણ પાણી જઈ શકે છે. ત્યારે આવી સ્થિતિમાં જો તમને તમારા બાળકને નવડાવતા ડર લાગી રહ્યો છે, તો સુતરાઉ કપડાને પલાળીને તેનું શરીર સાફ કરી શકો છો. આ ઉપરાંત બાળકને નવડાવતા પહેલા તમે ઘરના કોઈ અનુભવી વ્યક્તિની મદદ લઈ શકો છો.

બાળકને ઉપાડતા પહેલા રાખો સાવચેતી

CHILD2

ઘણા લોકોને નવજાત બાળકને યોગ્ય રીતે ઉપાડવાની રીત ખબર નથી હોતી. તેમજ સામાન્ય રીતે જે મહિલાઓ પહેલી વખત માતા બની છે તો તેઓ બાળકને ઉપાડવામાં ઘણીવાર ડરે છે, તેમજ ઘણી વખત તો એવી રીતે ઉપાડે છે જેના કારણે બાળકનું ગળું જ નમી જાય છે. તેટલા માટે બાળકોને ઉપાડતા પહેલા માથું, ગળું સહિત ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો તમે બાળકને યોગ્ય રીતે નથી ઉપાડી શકતા તો તમે ઘરના વડીલોની મદદ લઈ શકો છો.

દૂધ પિવડાવ્યા બાદ કરો આ કામ

CHILD1

બાળકને દૂધ પિવડાવ્યા બાદ ઓડકાર જરૂર અપાવો, કારણ કે નિષ્ણાતોનું માનીએ તો દૂધ પીતી વખતે બાળકના પેટમાં હવા ભરાવા લાગે છે. તેમજ જો તેમને દૂધ પિવડાવ્યા પછી ઓડકાર ન અપાવવામાં આવે તો તે હવા વધી જાય છે, જેના કારણે બાળક બધુ દૂધ બહાર પણ કાઢી શકે છે. તે માટે બાળકને ખભા પર લઈને તેની પીઠ પર હાથ ફેરવો.

હાથ ધોવાનું ભૂલશો નહીં

BALK

જ્યારે પણ તમે નવા જન્મેલા બાળકને ઉપાડો ત્યારે તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં. ઘણીવાર લોકો બાળકોને રમડવાની ઉતાવળમાં હાથ ધોવાનું ભૂલી જાય છે, જેના કારણે બાળકો ઇન્ફેક્શન અને નબળી રોગપ્રતિકારક શક્તિનો શિકાર બની શકે છે. એટલા માટે તેમને ઉપાડતા પહેલા તમારા હાથ સાફ ચોક્કસ કરો. આ રીતે તમે બાળકોને બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચાવી શકો છો.

બાળકને વધારે હલાવો નહીં

CHILD3

નાના બાળકોની ઘણીવાર રાત્રે સૂતી વખતે આંખ ખૂલી જાય છે,  ત્યારપછી માતાપિતા તેમને જોર-જોરથી હલાવવા લાગે છે, પરંતુ જોર-જોરથી હલાવાને કારણે બાળકનું લોહી સર્ક્યુલેશન પ્રભાવિત થાય છે. આ સિવાય તેમને વધુ જોરથી હિંચકા પણ ન ઝુલાવો. તેમજ જોર-જોરથી ઝૂલા ઝૂલવાને કારણે બાળકો નીચે પણ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.