રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૭.૧૧.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- ભારતીય શેરબજારમાં નવી તેજીનો આરંભ થયો છે. દિવાળીના તહેવારો બાદ રોકાણકારોને લોટરી લાગી છે. ઝડપી ૧૫૦૦ પોઇન્ટની તેજી સાથે સેન્સેક્સ નવી ટોચે પહોંચ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ પોઝિટીવ કોર્પોરેટ ઇન્ડિયાના પરિણામો છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૪૬૯.૭૮ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૬૨૫.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૫૪૬.૨૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૬૨૦ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર : બજારની તેજીની ચાલમાં નિફ્ટી ફ્યુચર ગઇકાલે ઇન્ટ્રા-ડે ૧૨૦૦૦ પોઇન્ટની સપાટી કુદાવવામાં સફળ રહી હતી જ્યારે આજે પણ શરૂઆતમાં તેજીનો ટોન યથાવત રહ્યો હતો. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૨૦૦૮.૦૫ સામે ૧૨૦૨૯.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૨૦૦૪.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨૦૧૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં તેજી પાછી ફરી  છે. ઇક્વિટી અને સોના-ચાંદીની તેજીમાં વિરોધાભાસ રહે છે. ઇક્વિટી માર્કેટ તંદુરસ્ત થતા સોના-ચાંદીમાં ભાવ તૂટી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી ૧૫૦૦ ડોલરની સપાટી ગુમાવી ૧૪૮૦ ડોલર આસપાસ ટ્રેડ થઇ રહ્યું છે. જ્યારે ચાંદી પણ ઝડપી ૧૮ ડોલરની સપાટી ગુમાવી ૧૭.૪૦ ડોલર પહોંચી છે. આગળ જતા સોનું ૧૪૫૦ ડોલર અને ચાંદી ૧૭ ડોલરની સપાટી અંદર સરકે તો નવાઇ નહિં. વૈશ્વિક બજારો પાછળ હાજરમાં પણ સોનું ઘટી ૩૯૭૦૦ અને ચાંદી ૪૬૫૦૦ પહોંચી છે. ચાંદીમાં હજુ વધુ ૧૦૦૦ રૂપિયાનું કરેક્શન જોવા મળે તેવા સંકેતો છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૦૦૦ની સપાટી નજીક ૩૮૦૬૫ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણેબે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૧૫૦ અને ૩૮૨૫૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૭૮૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૭૭૫૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૫૪૯૨ ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૫૭૫૦-૪૬૦૦૦ અને નીચામાં ૪૫૦૦૦ સુધી જઇ શકે.

એફકેઝેડ

ક્રૂડ :- ક્રૂડમાં તેજીને પુરતો સપોર્ટ મળતો નથી જેના કારણે ભાવ બે તરફી રેન્જમાં સતત અથડાયા કરે છે અમેરિકા પાસે ક્રૂડ ઓઇલનો અનુમાન કરતા વધુ સ્ટોક છે બીજી તરફ ચીનની ડિમાન્ડ પણ ધારણા મુજબ રહી નથી. ક્રૂડની તેજી હવે માત્ર જિઓ પોલિટીકલ ઇશ્યુ આધારીત બની છે. ક્રૂડ ૬૩ ડોલરની સપાટી ઉપર સાપ્તાહિક ધોરણે બંધ ન આપે ત્યાં સુધી તેજીનું ધ્યાન નથી. એમસીએક્સ નવેમ્બર ૪૦૫૫ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ ઉપરમાં ૪૦૭૦ અને ત્યાર બાદ ૪૧૦૦ સુધી પહોંચી શકે છે. નીચામાં હવે ૩૯૩૦ ન તોડે ત્યાં સુધી ઝડપી ઘટાડો પણ જણાતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કોર્પોરેટ ઈન્ડિયાના સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના ત્રિમાસિકના પરિણામોની સીઝન એકંદર અપેક્ષાથી સારી નીવડી રહ્યા છતાં શેરોમાં ગઈકાલે ઉછાળે સાવચેતીમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરીને વિક્રમી તેજીને વિરામ આપ્યા બાદ ફરી ફંડો, મહારથીઓએ નવી ઐતિહાસિક તેજીનું તોફાન મચાવ્યું હતું. ફિચ રેટીંગ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ભારતની રાજકોષીય ખાધનો અંદાજ વધારીને હવે જીડીપીના ૩.૬% મૂક્યાના નેગેટીવ પરિબળ છતાં નાણા પ્રધાન નિર્મલા સીતારમને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે ચર્ચા કરીને ભારતના આર્થિક વિકાસને વેગ આપવા વિવિધ ઉદ્યોગો પૈકી રિયલ એસ્ટેટ ને વધુ પ્રોત્સાહનો-રાહતો આપવામાં આવશે એવો સંકેત આપતાં અને ઈન્ફોસીસના સહસ્થાપક નંદન નિલકેનીએ કંપનીના વર્તમાન મેનેજમેન્ટ સામે વિસલબ્લોઅરની આરોપો મૂકતી ફરિયાદનો જડબાતોડ જવાબ આપીને ઈન્ફોસીસના આંકડાને ભગવાન પણ બદલી ન શકે એવી સ્પષ્ટતાં કરતાં અને કંપનીને આ પડકારો વચ્ચે મોટી ડીલ મળી રહ્યાનું જાહેર કરતાં તેમજ કંપનીઓના પ્રોત્સાહક પરિણામોનો દોર ચાલુ રહેતાં અને એમએસસીઆઈ ઈન્ડેક્સમાં આઈસીઆઈસીઆઈ બેંકનું વેઈટેજ વધવાના અહેવાલોની પોઝિટીવ અસરે ફંડોએ પાંચ મહિના બાદ પ્રથમ વખત નિફટીને ઈન્ટ્રા-ડે ૧૨૦૦૦ની સપાટી પાર કરાવી હતી. જ્યારે સેન્સેક્સમાં વિક્રમી તેજીની ફરી દોટ બતાવી બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી, કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઈન પસંદગીના શેરોમાં તેજી કરીને નવી ઐતિહાસિક ઊંચાઈએ લઈ જઈ અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓટો, આઈટી, એફએમસીજી ફ્રન્ટલાઈન શેરોમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ-નિફટી બેઝડ સતત તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ઓપરેટરો દ્વારા આજે ફરી પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ સુધરી હતી.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૭૨૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૩૫ અને વધનારની સંખ્યા ૯૯૩ રહી હતી. ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૭૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

એફકેઝેડ

બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકા અને ચીન ટ્રેડ વોરમાં સમાધાન તરફ આગળ વધીઅમેરિકન અર્થતંત્ર નક્કર ક્ધઝ્યુમર આધારિત વૃદ્ધિ માટે સજ્જ છે તેવા આશાવાદ વચ્ચે એશિયન બજારોમાં તેજી હતી પરંતુ ભારતીય બજારમાં પ્રોફિટ બૂકિંગ જોવા મળ્યું હતું. ટ્રેડ ડીલ થવાની આશાથી યુએસ વોલ સ્ટ્રીટના ત્રણ મુખ્ય ઇન્ડેક્સમાં વિક્રમરૂપ ઊંચી સપાટી નોંધાઈ હતી. છેલ્લાં આઠ સત્રથી નિફ્ટીમાં સળંગ વધારો થઈ રહ્યો હતો અને બીજા ક્રમે સૌથી ઊંચો સાપ્તાહિક બંધ આવ્યો છે તેથી પ્રોફિટ બૂકિંગ આવી શકે છે. કોર્પોરેટ પરિણામોની ત્રિમાસિક સીઝન એકંદર અપેક્ષાથી સારા રિઝલ્ટની પૂરવાર થઈ રહી છે, ત્યારે હવે આગામી સપ્તાહમાં જાહેર થનારા ત્રિમાસિક પરિણામોમાં આજ રોજ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, સન ફાર્મા, બીપીસીએલ, એચપીસીએલ, શુક્રવારે ૮,નવેમ્બર ૨૦૧૯ના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગેઈલ ઈન્ડિયા, ટાટા પાવર અને આઈશર મોટર્સના રિઝલ્ટ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર : (  ૧૨૦૧૧ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૭૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૦૯ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૬૩ પોઈન્ટ થી ૧૨૦૮૮ પોઈન્ટ, ૧૨૧૦૧ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૩૬૦ ) :- રૂ.૧૩૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૩૦ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૧૩૮૩ થી રૂ.૧૩૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

સન ટીવી નેટવર્ક ( ૫૧૯ ) :- બ્રોડકાસ્ટ કેબલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

LIC હાઉસિંગ ફાઇનાન્સ ( ૪૪૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૨૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૫૩ થી રૂ.૪૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.