જ્વેલરી એટલે કે ધરેણાં, દાગીનાં જે દરેક સ્ત્રીના શૃંગારનું એક એક અવિભાજ્ય અંગ છે. જેને જ્વેલરી શોપમાં તો દેખાડવા માટે રાખેલું હોય છે. પરંતુ તેને ખરીદવા તમે તગડું મૂલ્ય ચુંકવ્યું હોય છે. તેવા સમયે જો ભારેખમ રકમ ચુંકવીને ખરીદેલાં ધરેણાને જેમ તેમ સાચવશો તો તે તેનું મુલ્ય ખોઇ બેસેસે એટલે જ અહિં તેને યોગ્ય રીતે કેમ સાચવવા એની થોડી ટીપ્સ આપી છે.

1 36– જ્વેલરી પહેરી હોય ત્યારે સ્પ્રે કે પરફ્યુમ કરતાં પહેલાંએ ધ્યાન રાખવું કે ડાયરેક્ટ તે જ્વેલરીમાં ન લાગે.

– અત્યારે અનકટ ડાયમન્ડ એટલે કે કુંદન જડેલાં દાગીનાને પ્લાસ્ટીક બોક્સમાં સ્પન્જ અથવા રુ માં રાખવાના હોય છે. જેનું મુખ્ય કારણ તે કોઇપણ પ્રકારનાં કેમિકલના સંપર્કમાં આવતા તે રીએક્ટ કરે છે. અને કાળા પડી જાય છે.

– નીલમણી એટલે એમેરલ્ડસ ખૂબ જ નાજુક હોય છે. એટલે તેને પહેરવા સમયે બેસીને પહેરવા જેથી તે પડે નહીં અને તૂટે પણ નહીં.

– સાચા મોતીની માળા કે અન્ય ધરેણાને મલમલમાં જ વીંટીને સાચવવું જોઇએ. અમે તેને ઉનાળામાં પહેરવાનું ટાળવું જોઇએ. પરસેવાથી તે તેની ચમક ખોઇ બેસસે.

2 28– દાગીના પહેરીને તેને ઉતારતા સમયે સાફ કપડાથી લુછવા જોઇએ અને દરેકને સાથે રાખવા કરતાં અલગ-અલગ મૂકવા યોગ્ય રહેશે.

– હિરા સિવાયના દાગીનાને પાણી અને સાબુથી ધોવી હિતાવહ નથી.

– દાગીનાને ધૂળથી મુક્ત કરવા તમે ઇરેઝર એટલે કે છેક રબરનો ઉપયોગ કરી શકો છો.

– ધરેણાંને થોડા-થોડા સમયનાં અંતરે સાફ કરવા જોઇએ. જેથી તેની ચમક જળવાઇ રહે અને નવા જ દેખાય.

– સોનુએ નરમ ધાતુ છે જેથી તેમાંથી બનાવેલાં ધરેણાંના જલ્દીથી ધસરકા પડે છે. અને એટલે જ ચોક્કસ સમયાંતરે તેને પોલીસ કરાવવા જોઇએ.

– રસોઇ બનાવતા મસયે જીમમાં, સ્વીમીંગ સમયે, અથવા કોઇ ઘરનાં કામ કરવા સમયે નાજુક ધરેણાંને પહેરવાનું ટાળો. અને ઉપરાંત ગેસ પાસે કામ કરતા હોવ જ્યાં વરાવી જાળ લાગે ત્યાં જેમ સ્ટોન પહેરવાનું ટાળો જે ગરમીથી તેનો કલર ખોઇ બેસે છે.

– હંમેશા એક આદત કેળવો કે તૈયા થવા સમયે જ્વેલરી પહેરવાનું, સૌથી છેલ્લે રાખો જેથી તેમાં કોઇ કોસ્મેટીક પરફ્યુમ ન લાગે અને

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.