અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશભાઇના પુત્રનું નિધન
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને વસ્ત્રાલના ધારાસભ્ય જગદીશભાઇ પંચાલના પુત્ર ભાવિક (ઉ.વ.૨૨) ના મૃત્યુનું કારણ નકકી કરવામાં પોલીસ ગોથા ખાઇ રહી છે. પંખે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાના બનાવને પોલીસે આકસ્મીક મોતમાં ખપાવ્યો છે.
પિતાની મુજબ નિરમા યુનિ.માંથી એન્જી. પાસ કરનાર ભાવિકે નાવ નરોડા ખાતે નિવાસસ્થાને ગળેફાંસો ખાઘો હતો.
આ સમયે જગદીશભાઇ અને તેમના પત્ની કોઇ કારણોસર ઘરની બહાર ગયા હતા. જયારે તેઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે તેમણે પંખે લટકતો ભાવિકનો મૃતદેહ જોયો હતો. આ મામલે ક્રિશ્ર્નનગર પોલીસે આસ્કમીક મોત ખપાવ્યું છે. ઘટનાની જાણ થતાં ભાજપ આગેવાનો જગદીશભાઇના ઘરે દોડી ગયા હતા અને સાંત્વના આપી હતી. આ કેસમાં પોલીસે આકસ્મિક મોત હોવાનું ખપાવી તપાસ શ‚ કરી છે. પોલીસની આ કામગીરી અનેક સવાલો ઉભા કરે છે.