ભાગેડુ માલ્યાના વકીલનો દાવો માલ્યા ભારત છોડી ભાગ્યા નથી તે તો સ્વીત્ઝર્લેન્ડ એક મિટીંગમાં ગયા હતા
ભાગેડુ માલ્યાને પરત લઈ આવવા માટે એડીચોટીનું જોર લગાવાઈ રહ્યું છે ત્યારે વિશેષકોર્ટ દ્વારા માલ્યાના વકીલને પુછવામાં આવ્યું કે મીટીંગ દરમિયાન ૩૦૦ બેગ લઈ કોણ ફરી રહ્યું છે. ઈડીએ કિંગફિશરના માલિક વિજય માલ્યાના વકીલના એ દાવાને ખારીજ કરી દીધો છે કે તેઓ માર્ચ-૨૦૧૬માં જિનિવામાં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા ભાગ્યા ન હતા.
માલ્યાના વકીલ અમિત દેસાઈએ મની લોન્ડ્રીંગ એકટ (પીએમએલએ) સાથે જોડાયેલા મામલાના વિશેષ જજ એમ.એસ.આજનીએ દાવો કર્યો હતો કે તેમનો અસીલ ગુપચુપ રીતે દેશ છોડીને ભાગ્યા ન હતા. તેમનું કહેવું હતું કે માલ્યા સ્વિઝલેન્ડના જિનિવામાં અગાઉથી જ નકકી થયેલ વર્લ્ડ મોટર સ્પોર્ટની બેઠકમાં ભાગ લેવા ગયા હતા.
તો બીજી તરફ ઈડીના વકીલ ડીએનસિંહએ દેસાઈના દાવાને ખોટો જણાવતા કહ્યું કે, માલ્યાના વકીલદેસાઈ પાસે બતાવવા લાયક એવું કઈ નથી જેમાં ખ્યાલ આવે કે બેઠકમાં ભાગ લેવા માલ્યા ભારતથી બહાર ગયા હતા. ઈડીના વકીલસિંહે પુછયું કે, એવું કોણ છે જે બેઠકમાં ભાગ લેવા ૩૦૦ બેગ અને મોટી માત્રામાં સામાન લઈને જાય.
ઉલ્લેખનીય છે કે માલ્યા ૨ માર્ચ ૨૦૧૬માં ભારતથી ભાગ્યા અને હવે તે બ્રિટનમાં છે. લંડનની એક કોર્ટે માલ્યાને ભારતને સોંપવાનો આદેશ કર્યો છે. માલ્યા પર રૂ.૯૦૦૦ કરોડની છેતરપીંડી તથા મની લોડ્રીંગનો મામલો દાખલ કરવામાં આવ્યો છે. ભારત તેમજ બ્રિટેનમાં તેની કેટલીક સંપતિને પણ જપ્ત કરી લેવામાં આવી છે.