મંદિર વહીં બનાયેંગે..?

અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ખાસ ખરડો લાવવાની આરએસએસ સહિતના હિન્દુ સંગઠ્ઠોની માંગ સામે મોદી સરકાર ‘સેઈફ ગેમ’ રમીને આગામી લોકસભાની ચૂંટણીમાં તેનો લાભ લેવા માંગતી હોય રામમંદિરનો મુદો ૨૦૧૯ સુધી લટ્ટકતો રહેવાની સંભાવના

અયોધ્યામાં રામમંદિર બનાવવામાં થઈ રહેલા વિલંબ સામે હિન્દુ સંગઠ્ઠનો ઉતાવળા થઈ રહ્યા છે. જયારે મોદી સરકાર આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં રામમંદિરના મુદે રાજકીય લાભ લઈ શકાય તે માટે ૨૦૧૯ સુધી લટકાવી રાખવા માંગતા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

ચૂંટણી પહેલા રામમંદિર બનાવવાના મુદે ખાસ ખરડો લાવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસના મુદાને હિન્દુવાદનું ગ્રહણ લાગી શકે તેમ હોય મુસ્લિમ બહૂમતીવાળી લોકસભાની અનેક બેઠકો પર તેની અસર પડે તેમ છે. જેથી મોદી આ મુદે સેઈફ ગેમ રમવા માંગતા હોય ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ આ મુદે કોર્ટના ચૂકાદાની રાહ જોવાની વાતો કરવા લાગ્યા છે.

ગઈકાલે કોલકત્તામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજય વર્ગીયે જણાવ્યું હતુ કે તેમની પાર્ટી અયોધ્યામાં વિવાદીત સ્થળે રામમંદિર બનાવવા માટે હાલ કોઈ ખરડો લાવવા માંગતી નથી. પરંતુ સાથે સાથે તેમને એમ પણ જણાવ્યું હતુ કે અયોધ્યામાં માત્ર ભાજપ જ રામમંદિર નિર્માણ કરી શકે બીજા કોઈ રાજકીય પક્ષો પાસે આવી હિંમત નથી. રામમંદિરના મુદે વિરોધી પક્ષોએ મુસ્લિમોને ગેરમાર્ગે દોરયા હોય તેનાથી ભાજપને સા‚ એવું નુકશાન થયાનું પણ તેમણે ઉમેર્યું હતુ.

અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો માર્ગ મોકળો થાય તે માટે ઝડપથી ચૂકાદો આવે તે માટે અમે કોર્ટમાં અપીલ કરીશું તેમ જણાવીને વર્ગીયે આ વિવાદ હાલ અદાલતમાં હોય ત્યારે કોઈએ ઉતાવળ કરવી ન જોઈએ તેમ ઉમેર્યું હતુ જો લોકોની આ મુદે મહત્વાકાંક્ષા વધતી જતી હોય તો મોદી સરકાર તેના પર વિચાર કરીને ખરડો લાવવા નિર્ણય કરવામાં આવશે. પરંતુ, અત્યાર સુધી તેમની પાર્ટીમાં રામ મંદિર મુદે ખાસ ખરડો લાવવા કોઈ જ ચર્ચા વિચારણા થઈ નથી.

રામજન્મભૂમિના વિવાદીત સ્થળની માલિકીનો મુદો સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ છે. અને તાજેતરમાં સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેંચે આગામી જાન્યુઆરીથી નવી બેંચ આ વિવાદની સુનાવણી ટાળી દીદી છે.

ત્યારે, હાલના તબકકે આર.એસ.એસ., વિએસએચવી હિન્દુ પરિષદ, શિવસેના જેવા હિન્દુ સંગઠ્ઠનોમાં અયોધ્યામાં રામમંદિર બનાવવાનો જશ ખાટવા હોડ લાગી છે

આ હિન્દુ સંગઠ્ઠનોએ તાજેતરમાં અયોધ્યામાં ધર્મસંસદનું આયોજન કરીને રામમંદિરના ચુકાદામાં થઈ રહેલા વિલંબ સામે મોદી સરકાર ખાસ ખરડો લાવે તેવી માંગો કરી રહ્યું છે. શિવસેનાક પણ સમયાંતરે આ મુદે ભાજપને રાજકીય રીતે પછાડવા મહેણાટોણા મારતું રહે છે.

દરમ્યાન, મુંબઈમાં હિન્દુ સંગઠ્ઠનોની જાહેર રેલીમાં આર.એસ.એસ.ના સંયુકત મહાસચિવ હમાત્રેય હોસાબલે રામમંદિરના મુદે યોગ્ય નિર્ણય લેવા માટે સરકાર પર ઈચ્છા શકિતનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમને જણાવ્યું હતુ કે નર્મદાના કાંઠે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ સરકાર ટુંકા સમયગાળામાં બનાવી શકતુ હોય તો રામમંદિર બાંધવા માટે આ માટે એક કાયદો પસાર કરી શકતી નથી? અયોધ્યા કેસ ચલાવવા માટે સુપ્રિમ કોર્ટ શા માટે અલગ બેંચ બનાવવી તેવો પ્રશ્નાર્થ પણ કર્યો હતો.

અયોધ્યામાં રામમંદિર બનાવવા માટે સંસદમાં ખાસ ખરડો લાવવાની માંગ સાથે યોજાયેલી આ રેલીને સંબોધતા હોસાબલે જણાવ્યું હતુ કે ૨૦૧૪માં સત્તામાં આવતા પહેલા અયોધ્યામાં રામમંદિર બનાવવાનું વચન આપનાર ભાજપ હવે આ મુદે અસહય ઢીલ રાખી રહ્યું છે.

પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવે પણ સુપ્રિમોર્ટમાં ખાત્રી આપી હતી કે વિવાદીત સ્થળ પર પુરાતત્વ વિભાગને મંદિરના અવશેષો મળશે તો આ જમીન પર મંદિર બનાવવાની મંજૂરી આપશે. આ સ્થળે મંદિર હોવાના પૂરાવા મળ્યા હોવા છતાં કોર્ટ હવે કહી રહ્યું છે કે આ નિર્ણય અમારી પ્રાથમિકતાની સુચિમાં નથી. જેથી હવે હિન્દુ સંગઠ્ઠનો હવે આ મુદે વધારે રાહ જોવા માંગતી નથી તેમ ઉમેર્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.