ફ્લાઇંગ મિલ્ખા સિંહ તરીકે જાણીતા અને પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહે દુનિયાને અલવિદા કહી છે. 91 વર્ષિય મિલ્ખા સિંહ કોરોના સંક્રમિત થયા બાદ ચંડીગઢમાં સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ દિવસ પહેલા જ તેમના પત્ની નિર્મલ કૌરનું નિધન થયું હતું.

મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાના કરિયરમાં મિલ્ખા સિંહે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા હતા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યું હતું.

Milkhaaa

રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

Girl M

મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. એમાં તેમણે શાનદાર દેખાવ કર્યો. તેમના પ્રદર્શનને જોઈને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ‘ધ ફ્લાઇંગ શીખ’ નામ આપ્યું. 1964માં તેમણે એશિયન રમતોત્સવમાં 400 મીટર અને 4×400 રિલેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Run

ઉલ્લેખનીય છે કે મિલ્ખા સિંહના જીવન પર વર્ષ 2013માં બોલિવૂડની હિન્દી ફિલ્મ – ભાગ મિલ્ખા ભાગ બની હતી. તેનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કર્યું હતું, આ ફિલ્મ પ્રસૂન જોશી લખી હતી. મિલ્ખા સિંહની ભૂમિકા ફરહાન અખ્તરે નિભાવી ઉત્કૃષ્ઠ કામ કર્યું હતું જેના કારણે એપ્રિલ 2014માં 61મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો પુરસ્કાર મળ્યો. એ ઉપરાંત સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે પણ ફિલ્મને પુરસ્કાર મળ્યો હતો.

Bhag Milkha Bhagફ્લાઇંગ શીખ તરીકે જાણીતા મિલ્ખા સિંહની સફળતા જોઈને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

M Wifeમિલ્ખા સિંહના પત્ની નિર્મલ કૌર પણ ભારતીય મહિલા વોલીબોલ ટીમના કપ્તાન રહી ચૂક્યાં હતાં. આ સાથે જ તેઓ પંજાબ સરકારમાં સ્પોર્ટ્સ ડાયરેક્ટર (મહિલાઓ માટે)ના પદ પર પણ રહ્યાં હતાં.

Pm modiવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જૂને મિલ્ખા સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની તબિયત વિશે પૂછ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે મિલ્ખા ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથ્લીટ્સને આશીર્વાદ આપવા અને પ્રેરિત કરવા માટે ટૂંક સમયમાં પરત આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.