સંયુક્ત રાષ્ટ્ર વિવિધ વિષયોની જાગૃતિ લાવવા વિવિધ પ્રકારના દિવસોની ઉજવણી/મનાવે છે, કરે છે. વળી,દર વર્ષે અલગ અલગ દેશોને યજમાન બનાવીને જે-તે દિવસ મનાવવાની જવાબદારી સોપે છે. આ વર્ષે 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની જવાબદારી ભારતને સૌપી છે, યજમાન બનવું આનંદની વાત છે સાથે સાથે પડકાર પણ છે
ગુજરાતની વાત કરીએ તો, પર્યાવરણીય કાયદાઓના અમલીકરણમાં આપણે ખૂબજ નબળા છીએ. પાણી પ્રદૂષણ નિયંત્રણ ધારો-૧૯૭૪, હવા પ્રદૂષણ નિયંત્રણ ધારો-૧૯૮૧ અને પર્યાવરણ સંરક્ષણ ધારો ૧૯૮૬નું મહદઅંશે અમલીકરણ થતું નથી.
વન અને પર્યાવરણ વિભાગનું બજેટ
વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં વન અને પર્યાવરણ વિભાગ હેઠળ વન વિભાગનું બજેટ ૯૧ ૪.૪૯ કરોડ અંદાજવામાં આવ્યું છે જ્યારે પર્યાવરણ વિભાગનું બજેટ ૨૦.૪૮ કરોડ અંદાજવામાં આવ્યું છે
ઘન કચરાનું વ્યવસ્થાપન
છેલ્લા વર્ષોમાં આપણે સ્વચ્છ ભારત અભિયાન શરુ કર્યું છે તે પહેલા નિર્મળ ગુજરાત, સ્વચ્છ ગુજરાત સતત ત્રણ વર્ષથી ઉજવણી કરેલી પરંતુ, હકીકત એ છે કે, ધન કચરાના વ્યવસ્થાપનમાં આપણી કામગીરી ખુબજ નબળી રહી છે.
વર્ષ ૨૦૧૭નો કેગે (અહેવાલ નબર-૨)ના અહેવાલ મુજબ ઘન કચરાના જે આઠ માં પદેડી નક્કી થયો છે તે મુજબ નબળી કામગીરી રહી. આઠ મહાનગર પાલિકાઓ પૈકી ત્રણ પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરવાની કોઈ જ સુવિધા નથી. આઠમાંથી ચાર કોર્પોરેશન પાસે ધન કચરાનો વૈજ્ઞાનિક નિકાલ માટે કોઈજ સુવિધા નથી.
૧૫૯ નગર પાલિકાઓ પૈકી ૧૫૫ નગરપાલિકાઓમાં ઘનું કચરાનું પૃથ્થકરણ કરવામાં આવતું નથી. ૧૫૯ નગરપાલિકાઓ પૈકી માત્ર ૪૮ નગરપાલિકાઓ જ ઘન કચરા પર પ્રક્રિયા કરી રહી છે. છ નગરપાલિકાઓ પાસે સેનેટરી લેન્ડફિલ ફેસેલિટી (SLF)ની સુવિધાની અપ્રાપ્તતા /બિન કાર્યરત હોવાથી ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરતી ન હતી.
ગુજરાત શહેરી વિકાસ કંપની (GUDC)એ રુ. ૪૬.૮૮ કરોડના ખર્ચે ૩૬ નગરપાલિકાઓને આવરી.
લેતી સાત સેનેટરી લેન્ડફિલ સુવિધા (SLF)નું બાંધકામ કર્યું હતું પરંતુ, ઉપયોગમાં લેવામાં આવ્યા ન હતા.
ગટર વ્યવસ્થા
કેગ અહેવાલ નંબર ૨ વર્ષ ૨૦૧૭ મુજબ, આઠ મહાનાગપલીકાઓ પૈકી માત્ર પાંચ મહાનગર પાલીકાઓમાંજ ગંદા પાણીના શુદ્ધિકરણની સુવિધા ઉપલબ્ધ છે અલબત્ત, શુદ્ધિકરણની સરેરાશ ક્ષમતા ૧૦૯ ટકા હતી પરંતુ ગાંધીનગરની. ૧૭૭ ટકા તો બીજીબાજુ જૂનાગઢની ૫૦ ટકા એટલે એકલા ગાંધીનગરની જ સારી ક્ષમતા હતી પરંતુ સરેરાશ ક્ષમતા તેના લીધે વધી જાય છે.
૧૫૯ નગરપાલિકાઓ પૈકી ૯૬ નગરપાલિકાઓમાં ગટર વ્યવસ્થા તંત્રની સુવિધા ઉપલબ્ધ ન હતી આ દર્શાવે છે કે, નગર પાલિકાઓ દ્વારા શૌચાલયોનો વ્યાપ ૧૦૦ ટકા સિદ્ધ કરાયો હોવાછતાં તેઓ ગટર વ્યવસ્થા તંત્ર સાથે જોડાયેલ ન હતા પરિણામ સ્વરૂપે શુધ્ધિકરણ કર્યા વગરનું ગંદુ પાણી, શોષ ખાડાઓ અને ખુલ્લા નાળાઓમાં છોડવામાં આવતું હતું જે જમીન અને પાણીના પ્રદૂષણ થાય રાજ્યની કોઈ પણ નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણની સુવિધા ન હતી.
સુવેજ ટ્રીટમેન્ટપ્લાન્ટ્સની સુવિધા
જળ (પ્રદૂષણ નિવારણ) કાયદા ૧૯૭૪ની કલમ ૨૪ હેઠળ ઝરણા, કુવાઓ અને જમીનમાં ગંદા પાણીનો નિકાલ કરવાનું પ્રતિબંધિત કરે છે. એકત્રિત થયેલો ગંદા પાણીની સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં (STP) શુદ્ધિકરણ પ્રક્રિયા કરવી આવશ્યક છે STP માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા નિર્ધારિત ગંદા પાણી સંબંધિત ધોરણોની પૂર્તતા કરવી જરૂરી છે.
ભારત સરકાર દ્વારા જાહેર કરવા માં આવેલ સેવાનો સ્તરના માપદંડો મુજબ શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા ઉત્પન્ન થયેલ ગંદા પાણીની ૧૦૦ ટકા શુદ્ધિકરણ પ્રક્રિયા થવી જોઈએ અને આ પ્રક્રિયામાંથી પસાર થયેલ પાણીમાંથી ૨૦ ટકા પાણીનો પુન: ઉપયોગ થવો જોઈએ. અલબત્ત, ગુજરાતમાં એકપણ STP તેના માપદંડો મુજબનો ચાલતો નથી.
કોમન એફલુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)
કેગ અહેવાલ નંબર-5, વર્ષ ૨૦૧૫ પ્રમાણે સહિયારા જળ શુદ્ધિકરણ પ્લાન્ટ પૈકી કોઈએ ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડ દ્વારા નિયત કરેલા ધોરણો મુજબ દૂષિત પાણીનો નિકાલ કર્યો ન હતો. હકીકત જો કે એ રહે છે કે, સહિયારા જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં બીનઅસરકારક અનુસરણના પરિણામે જેમાં પ્રક્રિયા કરેલું દુષિત પાણી છોડવામાં આવતું હતું એ કુદરતી જળાશયોમાં પ્રદૂષણ થતું હતું.
પ્લાસ્ટિક વેસ્ટ
ભારત સરકારે ૪ ફેબ્રુઆરી, ૨૦૧૧નાં રોજ પ્લાસ્ટિક વેસ્ટ અંગેના નિયમો બનાવ્યા જેને ૨૦૧૭માં સુધાર્યા. અલબત્ત, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અંગે રાજ્ય સરકાર ઉદાસીન છે આખા ગુજરાતમાં ૪૦ માઈક્રોનથી પાતળી પ્લાસ્ટિકની કોથળીઓ (ઝભલા) મળે છે, સરકાર શિક્ષણ અને જાગૃતિ ફેલાવવાની સાથે સાથે ૪૦ માઈક્રોનથી ઓછી જાડાઈ વાળી કોથળીઓના ઉત્પાદન પર રોક લગાવવો જોઈએ.
ઈ-વેસ્ટ
ઈ-વેસ્ટ રૂલ્સ ૨૦૧૧માં આવ્યા આજે ગુજરાતના મહદ્દઅંશે લોકોને ખબર નથી કે ઈલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ વસ્તુઓ હાનિકારક છે તેનો પ્રચાર પ્રસાર કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી છે, કોર્પોરેશન દ્વારા ઈ-વેસ્ટ કલેકશન સેન્ટર ઉભા કરવા જોઈએ તથા તમામ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનીક્સની દુકાનોએ આ વપરાયેલ સાધનો પાછા લેવા ફરજ પાડવી જોઈએ.
હવા પ્રદૂષણ
રાજયમાં ત્રણ હવા પ્રદૂષણ નિયંત્રણ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે (૧) શહેરમાં થતું પ્રદૂષણ (૨) ઔદ્યોગિક ક્ષેત્રે થતું રદૂષણ સર્વોચ્ચ અદાલતના ચૂકાદો (એમ.સી. મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા (૧૯૯૮) નો સરેઆમ ભંગ રાજ્ય સરકાર કરી રહ્યું છે આ ચુકાદા મુજબ શહેરોમાં તમામ બસો (જાહેર પરિવહન) સી.એન જી. થી કરવાની હતી પરંતુ આજે અમદાવાદની શહેરમાં તમામ BRTSની ૨૫૦ બસો તથા AMTSની ૩૮૧ બસો ડીઝલથી ચાલે છે ઉપરાંત, દસ વર્ષ પછી યોગ્ય વળતર અને સબસીડી આપીને ઓટો રીક્ષા ઓ નવી મુકવાની વાત હતી પરંતુ રાજ્યસર કાર તદ્દન નિષ્ફળ રહી છે
આજે અમદાવાદ શહેરની વસ્તી પંચાવન લાખની છે જેની સામે AMTS /BRTS મળીને કુલ બસ ૧૦૫૦ છે
જેથી દ્વિ-ચક્રી વાહનોનું પ્રમાણ ખુબજ વધ્યું છે જેનેલીધે હવા પ્રદૂષણમાં વધારો થયો છે.
જંગલની સ્થિતિ
ગુજરાતમાં માત્ર ૭.૫૨ ટકા ફોરેસ્ટ કવર છે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું વનવિસ્તાર સાચવવામાં પાછળ છે નામદાર ગુજરાત વડી અદાલતનો ચુકાદો (પર્યાવરણ મિત્ર વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત) WRIT PETITION (PIL} NO. 190 of 2011 મુજબની ઝાડ કાપવા અંગેની નીતિ હજુ સુધી બનાવાઈ નથી જે ચુકાદાનો તાત્કાલિક અમલ કરવા માં આવે રાજ્યમાં ચેરિયા (મેગ્યુઝ) નું પ્રમાણ ર૦૧પ કરતા ૩૩ ચો. મી. વધ્યું. અલબત્ત, દેશની સાપેક્ષે ગુજરાતમાં માત્ર 0.૧૫ ટકો જ ચેરીયાનું પ્રમાણ છે.
ગુજરાતમાં ટ્રી કવર ૪.૦૯ ટકા જ છે જે વધારવામાં આવે વન્ય પ્રાણીઓના મૃત્યુ રાજય સરકાર વન્ય પશુ પ્રાણીઓના સરંક્ષણ કરવામાં પણ નિષ્ફળ રહેલ છે ચૌદમી વિધાનસભાના પહેલા સત્રમાં રજુ થયેલ માહિતી મુજબ તા. ૩૧-૧૨-૨૦૧૭ સુધીની સ્થિતિએ વર્ષ ૧૦૧ ૬ માં ૨૪ સિંહ, 33 સિંહબાળ, ૫૬ દીપડા અને ૧૯ દિપડાના બચ્ચાના મૃત્યુ થયા છે તો વર્ષ ૨૦૧૭માં ૧પ સિંહ, ૩૮ સિંહબાળ, ૬૯ દીપડા અને ૩ ૭ દિપડાના બચ્ચાના મૃત્યુ થયા છે
માંગણીઓ
- તમામ મોટા શહેરોમાં ચાલતી ડીઝલ બસોને તથા કોમર્સિયલ બસોને સી, એન.જી, માં તબદિલ કરો.
- રાજયની તમામ આઠ મહાનગર પાલિકાઓના સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસને નિયમોનુસાર કાર્યાન્વિત કરો.
- રાજ્યની તમામ ૧૫૯ નગરપાલિકાઓમાં સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ બનાવો અને કાર્યાન્વિત કરો
- સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં થી ચોખ્ખું થયેલ પાણીના ૨૦ ટકા પાણી ફરી વપરાશમાં લો.
- ઘન કચરાનું યોગ્ય નિકાલ કરવા નો એકશન પ્લાન આપો.
- ઈ-વેસ્ટનું અમલીકરણ કરવા માટેનો એકશન પ્લાન આપો.