વડાપ્રધાન મોદી ૧૭મીએ બ્રિટનના પ્રવાસે કોમનવેલ્થ દેશોના વડાઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા શેબ્રિટીશ કવીન એલીઝાબે અને પ્રિન્સ ચાર્લ્સ સાથે વડાપ્રધાન મોદી ડિનર લેશે

વૈશ્ર્વિક રાજકારણમાં ભારતનું પ્રભુત્વ અવિરત વધતુ જાય છે. હાલ ડ્રેગનને પછાડવા માટે વૈશ્ર્વિક સમુદાયને ભારત એકમાત્ર વિકલ્પ લાગી રહ્યું છે. જેથી વિકાસ, વેપાર અને ર્અતંત્રને જાળવી રાખવા વિશ્ર્વના ૫૩ દેશો ભારત તરફ મીટ માંડીને બેઠા છે. આગામી તા.૧૭મીએ વડાપ્રધાન મોદી લંડનની મુલાકાતે જવાના છે. જયાં મોદી કોમનવેલ્ દેશોના વડાઓને મળશે. આ મુલાકાતી ચીનને હાંસીયામાં ધકેલવાની મદદ ભારતને મળશે.

વડાપ્રધાન મોદી ૧૭મી થી ૨૦મી એપ્રીલ સુધી બ્રિટન અને સ્વીડનમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે. જેના પર સમગ્ર વિશ્ર્વની નજર છે. બ્રિટનમાં વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવશે. લંડનમાં તેઓ કવીન એલીઝાબે અને પ્રિન્સ ચાર્લ્સ સાથે ડિનર કરશે.

વડાપ્રધાન મોદી લંડનના કાર્યક્રમમાં ‘ભારત કી બાત, સબ કા સાથ’ હેઠળ લોકો સાથે ચર્ચા કરશે. રાજકીય મુદ્દે તેમજ પોલીસી ઘડતર અને સામાજિક વિષયને આધારિત પ્રશ્ર્નો વડાપ્રધાન મોદીને પુછવામાં આવશે તેવી શકયતા છે. કોમનવેલ્થ દેશોના વડાઓ વચ્ચેની આ બેઠકી ભારતની મહત્વતા વૈશ્ર્વિક કક્ષાએ વધુ દ્રઢ બનશે. હાલ એશિયામાં ચીનનું પ્રભુત્વ ખૂબજ વધતું જાય છે. ચીને અમેરિકા સહિતના વિકસીત દેશોને પણ પડકાર ફેંકવાનું શરૂ કર્યું છે. જેથી ચીનના વધતા પ્રભુત્વને લઈ વૈશ્ર્વિક સમુદાય ચિંતામાં મુકાયો છે.

ચીનની નીતિ સામ્રાજયવાદી હોવાના કારણે ભારતને આગળ લાવવા માટે પ્રયાસો થઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીની બ્રિટનની મુલાકાત આ પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. ભારત અને યુકે વચ્ચે વેપાર વાણીજય ક્ષેત્રે પણ અનેક ચર્ચા થશે. ગત વર્ષે ભારત અને યુકે વચ્ચેનો વેપાર ૧૫ ટકા સુધી ઉછળ્યો હતો જે આગામી વર્ષે ૨ ગણો વધી જાય તેવી આશા વ્યકત કરવામાં આવી છે.

વર્ષ ૨૦૦૯માં ભારતીય વડાપ્રધાને કોમનવેલ્થ હેડસ ઓફ ગવર્મેન્ટ મિટીંગમાં હાજરી આપી હતી. ત્યારબાદ હવે મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જઈ રહ્યાં છે. માટે આ બેઠક ભારત માટે પણ મહત્વની બની જાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.