ગરમીમાં તકમરિયાંનું સેવન કરવાથી પેટમાં ઠંડક થાય અને પાચન સંબંધી તકલીફોમાં રાહત મળે
હાલ ધમધોખતા તાપથી લોકો પરેશાન થઇ રહ્યા છે. બળબળતા તાપથી છુટકારો મેળવવા લોકો ઠંડક મેળવવાના પ્રયાસો કરતા હોય છે. ગરમીમાં લીંબુ સરબત, શિક્નજી, શેરડીનો રસ, નાળીયેર પાણીનું લોકો સેવન કરતા હોય છે અને ઠંડક મેળવતા હોય છે ત્યારે તકમરિયા પોષક તત્વોથી ભરપુર હોય છે અને આવી ચામડી દઝાડતી ગરમીમાં તકમરિયાનું સેવન કરવાથી પેટને ઠંડક મળે છે તેમજ પાચન સંબંધી તકલીફોમાં રાહત આપે છે.
એક સંશોધન અનુસાર તકમરિયામાં સીમીત માત્રામાં કેલરી સમાયેલી હોય છે. આ સાથે પ્રોટીન, કેલ્શિયમ, આર્યન, પોટેશિયમ, વિટામીન-એ, વિટામીન-સી અને ફાઇબરનું એક ઉત્તમ સ્ત્રોત છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ સમાયેલું હોય છે. આ પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
તકમરિયાને રાતના પાણીમાં પલાળીને સેવન કરી શકાય છે અથવા તો એક-બે કલાક પણ પાણીમાં રાખવા જોઇએ. પાણીમાં પલળવાથી તકમરીયા ફૂલી જતા હોય છે. જેને શરબત, લીંબુ પાણી, સ્મુદી, દૂધ તેમજ અન્ય ડ્રિન્ક સાથે ગાર્નિશ કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
તકમરિયામાં પ્રર્યાપ્ત માત્રામાં ફાઈબર સમાયેલુ હોય છે. જે શરીરમાં સમાયેલા એચસીએલના એસિડિકઇફેક્ટને ન્યૂટ્રલાઇઝ કરે છે.જેથી તેના સેવનથી એસિડિટી અને છાતીમાં બળતરામાં રાહત થાય છે. પેટને ઠંડક પ્રદાન કરે છે તેમજ ગરમીમાં અપચાના કારણે બળતરાને ઓછી કરે છે. પેટમાં ગેસણો ભરાવો થવાપર પણ તકમરીયાનું સેવન ફાયદાકારક છે. એક કપ દૂધ સાથે તેનું સેવન કરવાથી પેટની બળતરા, અપચો અને એસિડિટી જેવી સમસ્યાથી છુટકારો મળે છે.
તકમરીયાંનું નિયમિત સેવન ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરદી-ઊધરસની તકલીફ સતાવતી નથી.
યૂરિન ટ્રેકમાં ઈન્ફેકશન ગરમીના દિવસોમાં યૂરિન ટ્રેકમાં ઈન્ફેકશન થવાનું સામાન્ય છે. એવામાં તકમરીયાના પાણીનું સેવન ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખે છે અને યૂરિન ટ્રેકની સમસ્યાથી બચાવે છે.
ત્વચાના નવા સેલ્સને બનાવામાં મદદ કરે છે
તકમરીયાનું સેવન જ નહીં પરંતુ તેને ત્વચા પર લગાડવાથી પણ ફાયદો થાય છે. શુષ્ક ત્વચા અને સનટેન પર તકમરીયાને ત્વચા પર લગાડી શકાય છે. તકમિરાયાને મિકસરમાં પીસી તેને કોપરેલ સાથે ભેળવી ત્વચા પર લગાડવું. ત્વચા ઈન્ફેકશન તેમજ સોરાયસિસ જેવી સમસ્યઓમાં પણ લાભકારી નીવડે છે. તેમજ તકમરીયાનું નિયમિત સેવન કોલેજન પ્રોડકશનને વધારે છે. જે ત્વચાના નવા સેલ્સને બનાવામાં મદદ કરે છે.તથા તકમરિયાનું સેવન હેર ફોલિક્લસ માટે પણ ફાયદાકારક છે. તેમાં પ્રયાપ્ત માત્રામાં આર્યન, વિટામિન કે અને પ્રોટીન સમાયેલા હોય છે. આ સઘળા પોષક તત્વો વાળના હેલ્ધી ગ્રો માટે બહુ જરૂરી હોય છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્સીડન્ટ તેની ગુણવત્તાને વધારે છે.
વજન ઘટાડવામાં સહાયક બને છે
તકમરીયામાં ફાઇબર સમાયેલા હોય છે. જેથી તેના સેવનથી વારંવાર ભૂખ નથી લાગતી. પરિણામે વધારાની કેલરી લેવાતી નથી હોતી તેથી વજન અંકુશમાં રાખવાનું આસાન થઇ જતું હોયછે.તકમરીયામાં કેલરી બહુ ઓછી હોયછે તેમજ તેમાં લ્ફા લિનોલેનિક એસિડ પણ સમાયેલું જોવા મળે છે. જે ચરબીને બાળે છે તેમજ મેટાબોલિઝમને નિયમિત કરે છે. એક સંશોધન અનુસાર નિયમિત રીતે લિનોલેનિક એસિડ લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
સુગર કંટ્રોલ માટે ફાયદાકારક
તકબરિયાનું સેવન શુગરને ક્ધટ્રોલ કરવાનો ગુણ ધરાવે છે. ડાયાબિટીસના રોગી તેનું સેવન દૂધ સાથે કરી શકે છે. જે લોકોને ડાયાબિટીસ થયાનું જાણ થાય છે તેમને રક્ત શર્કરાના સ્તર પર ધ્યાન રાખવવાની વધુ આવશક્યતા હોય છે. ઘણા સંશોધનોમાં જોવા મળ્યું છે કે, ભોજન તરત જ પહેલા તકમરીયાનું સેવન કરવામાં આવે તો ભોજન પછી બ્લડ શુગરનું લેવલ વધતું નથી.