પોલીસને આગેવાનોએ આપેલી ખાત્રીનું સુરસુરિયું

કોરોના વાઇરસને કારણે તમામ જિલ્લામાં કલેટકરના જાહેરનામા હોવા છતાં ઉપલેટામાં મોહરમ પર્વ પર પોલીસની પરવાનગી વગર તાજીયાનું ઝુલુસ કાઢતા પોલીસે ૧૪ મુસ્લીમ શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. તેમજ મહોરમ અંતગત પોલીસ દ્વારા મુસ્લીમ આગેવાનોની બોલાવેલી મીટીંગમાં ઝુલુસ નહી કાઢવા ખાતરી આપેલ તેનું પણ સુરસુરિયું થઇ ગયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે રાત્રે મુસ્લીમ સમાજનો મહોરમ પર્વ શાંતિ પૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસે મુસ્લીમ વિસ્તારમાં વિવિધ જગ્યાએ બદોબસ્ત ગોઠવી દીધા બાદ રવિવારે સાંજે અચાનક વરસાદ વરસતા આનો લાભ લઇ પોલીસ છે નહી તેમ સમજીને પંચાયત વિસ્તારમાં ઘણા લોકો એકત્ર થઇ તાજીયાનું ઝુલુસ કાઢી શોકારો કરતા પોલીસ ત્રાટકી તાજીયા ઝુલુસ કાઢનાર ૧૪ શખ્સોમાં સલીમ રજાક રાઠોડ (ઉ.વ.૩ર) રહે નાથાણી ફરીયા, નવાબ નાસીર સંધી (ઉ.વ.૩૦) રહે. જુમ્મા મસ્જીદ, શાહિદ સતાર સમા (ઉ.વ.રર) રહે. અશ્ર્વિન, હુશેન જમીનશાહ શેખ, જાને ફકીર (ઉ.વ.૩ર) બસીશ કાસમ સમા (ઉ.વ.૩૪) રહે જુમ્મા મસ્જી, સરફરાજ હનીફ બ્લોચ (ઉ.વ.૩૪) રહે સોની બજાર નીઝીમ નાસીર ભોલ ગામડા વાળા રહે. સોઢા શેરી, વસીમ હુશેન ભીખુમીયા જાતે કાદરી (ઉ.વ.૨૬), વસીમ અયુબ સમા (ઉ.વ.ર૩) રહે અશ્ર્વિટ ટોકીઝ, યાસીન સુલનાન શખ (ઉ.વ.૩પ) રહે. સ્મશાન રોડ ઉપલેટા, મહમદ હુશેન સલીમભાઇ કટારીયા (ઉ.વ.૧૯) રહે. ખાટકીવાડા, ફેઝાન ઉર્ફે  રવલો પીરખાન ઉર્ફે બોદુભાઇ પઠાણ (ઉ.વ.રપ) રહે. પંચારડી ચોક ઉપલેટા, આશીફ બસીરભાઇ  શિવાણી (ઉ.વ.ર૩) રહે પંચાટડી ચોક, સાજીદ સલીમભાઇ સુમરા (ઉ.વ.રર) રહે. ધોરાજી દરવાજા બધા ઉપલેટા વાળા સામે કલેકટરે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ પી.આઇ. રાણા ખાનગીરોને આગળ ચલાવી રહ્યા છે.

આ ઝુલુસ કાઢવા પાછળ કોનો ઇરાદો છે શહેરમાં શાંતિ જળવાઇ રહે તે માટે મુસ્લીમ આગેવાનો એ ખાત્રી આપેલ હોવા છતાં કેમ ખાત્રીનું પાલન થયું નહી તે સહિતની બાબતો ઉપર તપાસ થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.