મોડી રાતે તાજીયા ઠંડા કરાયા: ગામે ગામે કોમી એકતાના દર્શન: હિન્દુ બિરાદરોએ તાજયાના જુલુસમાં શરબત પીવડાવ્યું
સૌરાષ્ટ્રમાં શુક્રવારે મોહરમ પર્વ નીમીતે ગામે ગામ જુલુસ નીકળ્યા હતા. મોડી રાતે તાજીયા ઠંડા કરવામાં આવ્યા હતા. તાજીયાના જુલુસમાં કોમી એકતાના દર્શન થયા હતા. હિન્દુ સમાજના લોકોએ મુસ્લિમ બિરાદરોએ શરબત પીવડાવ્યા હતા.
ચોટીલાચોટીલા શહેરમાં મસ્જિદ સામે આવેલ ઘાંચીવાડમાં મહોરમ પર્વના નવમા દિવસે જુદા જુદા આકરો સાથે તાજીયા મુસ્લિમ બિરાદરો ઘાંચીવાડ વિસ્તારમાં પડમાં લાવવામાં આવ્યા હતા આ અંગે મુસ્લિમ બિરાદરે જણાવ્યું કે નવમા દિવસે અહીં તાજીયા પડમાં આવ્યા હતા. અને દસમાં તાજીયાને ઠંડા કરવામાં આવ્યા છે. અમો સૌ સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમના પર્વ ઉજવણી ખુર શાંતિપૂર્વક કરાઇ હતી.
જામનગરજામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં મોહરમ નિમિતે નીકળેલા તાજીયાનું મંગલમુર્તિ ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હિંદુ મુસ્લિમ એકતા દર્શન થયા હતા. હિન્દુ, મુસ્લિમ એક હૈ ના નારા લગાવાયા હતા.
કેશોદકેશોદમાં હિન્દુ-મુસ્લિમ એકતા સાથે મહોરમની ઉજવણી કરવામાં આવી હતી. અલગ અલગ છબીલોમાં રોશની કરી અલગ પ્રકારનો માહોલ ઉભો કરી ન્યાઝનું આયોજન કરવામાં આવેલ ઇસ્લામ ધર્મના નવા વર્ષની શરુઆત મહોરમ માસથી થતી હોય ત્યાં ઇમામ હુશૈનની કાફલાના ૭ર સભ્યો સાથેની શહીદીને મુસ્લિમ સમાજ દ્વારા યાદ કરી ગમ મનાવવામાં આવે છે.મહોરમ મહીનાની એક તારીખથી દર તારીખ સુધી આ ગામનો પર્વ ન્યાઝ વાએઝ ના પ્રોગ્રામો દ્વારા મનાવાય છે. કેશોદ શહેરમાં પણ મહોરમની ઉજવણી થઇ રહી છે જેના ભાગ રુપે કેશોદ ફરીર યંગ મજુર કમીટી દ્વાર કેશોદ મુસ્લિમ સમાજ આમ ન્યાઝનુ આયોજન કરવામાં આવ્યું છે. અજહરી મીર કમીટી ગ્રુપ સંજરી ગ્રુપ હુસેની કમીટી કાદરી ગ્રુપ આમ ફકીર યંગ મજુર કમીટી સહીત કેશોદના યુવા મિત્રો દ્વારા એકતા સાથે સાથે કર્મલાના શહીદો પ્રત્યે પ્રેમનું અનન્ય ઉદાહરણ પુરુ પાડી બાળકોને નાસ્તો સરબત કોલ્ડીંગ દુધ ન્યાઝના આયોજન સાથે દશ દિવસ સુધી અલગ અલગ છબીલોમાં રોશની કરી અલગ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો જે દશમાં દિવસે દફન કરી દેવામાં આવે છે.
હડિયાણાહડિયાણા ગામ ખાતે મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમ પર્વ નીમીતે તાજીયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું.
રાજુલારાજુલા શહેરમાં પ્રતિવર્ષની જેમ તા.ર૦મીની રાત્રીએ ૯.૩૦ કલાકે હુસેની ચોકમાં કોમી એકતા સમીતીના ઉપક્રમે હુમામ હુસેન સાહેબને શ્રઘ્ધાંજલી આપવાનો સ્નેહમીલન સમારંભ યોજાયો હતો. જેમાં રાજુલાની તમામ જ્ઞાતિના આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા. અને ઇમામ હુસેનની શહાદત અંગે શોક વ્યકત કર્યો હતો.
રાત્રીના તાજીયા પડમાં આવ્યા હતા અને સવારથી જ શહેરભરમાં તાજીયાના જુલુસ નીકળ્યા હતા. જેમાં મુસ્લીમ સમાજના બિરાદરો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહીને ઇમામ હુસેન સાહેબને શ્રઘ્ધાંજલી અર્પી હતી. રાજુલા-જાફરાબાદ, ડેડાણ, ડુંગરમાં શોકમય ભાવના સાથે તાજીયાના જુલુસ નીકળ્યા હતા જેમાં હિન્દુ મુસ્લિમ સમાજમાંથી બહોળી સંખ્યામાં માનવ મહેરામણ જોડાયો હતો.
દામનગરદામનગર શહેરમાં કરબલાના ૭ર શહીદતોના માનમાં તાજીયાનું જુલુસ નીકળ્યા હતા. હિન્દુ સમાજના સંગઠનો જેવા કે કુંભનાથ મહાદેવ મંદીર સેવક સમુદાય, સંતકૃપા ટેડ્રેસ, માણેક ચોક મિત્ર મંડળ સહીતના દ્વારા તાજીયાના રૂટ પર ચા-શરબત અલ્પાહાર ની સુંદર સેવાઓ આપતા સંગઠનો એ કોમી એકતાના સુંદર દર્શન કરાવ્યા હતા.
તાજીયા ટાઢા કરતી બહેનોએ ઇમા હુસેનના રુટ પર પાણીથી તરબોળ કર્યા યા હુસેન ના નાદ સાથે મુસ્લિમ યુવકોનો ચોંકારો ની એક ઝલક જોવા લોકોની પડાપડી થઇ હતી.
ઉપલેટાઉપલેટામાં મહોમત પર્વ દરમ્યાન ગુરુવારે પડમાં આવેલા તાજીયાનું ગઇકાલે દરબાર ગઢ ચોકમાંથી નાના મોટા ૩૦ જેટલા તાજીયાનું વિશાળ જુલુસ નીકળ્યું હતું. તે દરબાર ગઢ, સોની બજાર, પંચાટડી ચોક થઇ ધોરાજી દરવાજા પાસે આવેલા ન્યાયત માની દરગાહ પાસે તાજીયા ઠંડા થયા હતા. મહોરમ પર્વ દરમ્યાન મેમણ ઉધોગપતિ જુનેદભાઇ નાપાણી પરિવાર દ્વારા ગાભા બજારમાં દર વર્ષની જેમ આ વર્ષ લીલી મકાઇની લાણી સ્વરુપે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જયારે પંચાટડી ચોકમાં કિંગ સ્ટાર ગ્રુપ ના ધરોદર અને નગર પાલિકાના સદસ્ય રિયાજભાઇ હિંગોરા, બાવલાભાઇ ઉફે રજાકભાઇ હિગોરા, હાજીભાઇ શિવાણી, બોદુભાઇ શેખ દ્વારા શરબતનુ વિતરણ કરવામાં આવેલ હતું.
સાવર કુંડલાસાવર કુંડલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મહોરમ પર્વ ની ઉજવણી માટે એક મહિના થી ત્યારી માં લાગી ગયા હતા જેમાં વિવિધ કમિટીઓ દ્વારા કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા હતા
વર્ષો ની પરંપરા મુજબ કલાત્મક તાજીયા બનાવવા માં આવે છે અને મુસ્લિમ સમાજ માટે ગમનો દિવસ હોઈ પયગંબર સાહેબના દોહિત્ર હજરત ઇમામહુસેન અને તેના ૭૨ સાથી ઓ ની યાદ તાજી કરવામાં માટે આ તહેવાર ની ઊજવણી કરવામાં આવે છેઅને આજ રોજ શહેર ના મુખ્ય માર્ગો પર તાજીયા નું ભવ્ય ઝુલુસ નીકળ્યા હતા અને વિવિધ કમિટી ઓ દ્વારા ન્યાઝ નું આયોજન કરવામાં આવે છે
આ તકે મહોરમ પર્વ ની ઉજવણી માં હિન્દૂ- મુસ્લિમ ભાઈઓનો પણ સહયોગ દર વર્ષે મળતો હોઇ છે તેમ સંધી ચોક તાજીયા કમીટીના પ્રમુખ યુનુસ ભાઈ ઝાખરા એ જણાવ્યું હતું
ધોરાજીતાજીયા ઓના નું ભવ્ય સરઘસ નીકળ્યું હતું અને તાજીયા ઓનુ મોટું ઝુલુસ નીકળ્યું હતું બહાર પુરા વિસ્તારમાં ખ્વાજા સાહેબ નાં પટમાં આવ્યા હતા અને આ રીતે મોહરમ નો તહેવાર પોલીસ કર્મી જી આરડી નાં કર્મચારી ઓ નાં ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિ અને ભાઈ ચારા થી મોહરમ નો તહેવાર ઉજવાયો હતો :
સુરેન્દ્રનગરવઢવાણ મા અને સુરેન્દ્રનગર મા તાજીયા ની ઉજવણી મા મોટી સંખ્યા મા મુસ્લિમ અને હિન્દુ બને જોડાયા હતા અને કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સુરેન્દ્રનગર મા અલગ અલગ વિસ્તાર માંથી કલાત્મક તાજીયા નીકળ્યા હતા અને વઢવાણ મા જૂલ્ફિકાર અને તાજીયા બને નું આયોજન કરવામાં આવ્યું હતું
હાલ મુસ્લિમ સમાજ નો ગમ નો તેેવાર એટલે કે મોહરમ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા ના વઢવાણ મા હાલ ની તારીખે પણ મુસ્લિમ સમાજ નો મોહરમ તેવહાર હોવા છતાં હિન્દુ ધર્મ દવારા જુલ્ફિકાર બનવા મા આવે છે તે એક કોમી એકતા નું અનેરું ઉદાહરણ પૂરું પાડે છેત્યારે ૨૦/૯/ના રાત્રિ દરમિયાન વઢવાણ ના ઘાચી વાડ ખાતે કોમી એકતા ના રાહબર યુસુફ મિયા બાપુ દવારા મોહરમ ના વાયેઝ નું આયોજન કરવા મા આવિયું હતું અને મોટી સંખ્યા મા હિન્દુ મુસ્લિમ ભાઈ બેનો દવારા આ મોહરમ નું વાયેજ ખૂબ ધ્યાન ની સાભળવા મા આવ્યું હતું.