આજે રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ એ એમના વિષે થોડું જાણીએ.
એક ભારતના એવા વ્યક્તિ જેના થકી જન્મ થયો સાહિત્યનો,ચિત્રકળાનો,નાટ્યકળા અને સંગીતકળાનો. એવા ભારતના સુપ્રસિદ્ધ રવીન્દ્રનાથ ટાગોર. રવીન્દ્રનાથ ટાગોરએ અનેક ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય એવાર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા. ભારતના આ જાણીતા રત્નનો જન્મ ૭ મે ૧૮૬૧ કલકત્તા ખાતે થયો હતો. પોતાના જીવનકાળમાં તેઓએ પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ પોતાની ધૂનકી આગળ વધારતા પોતાની રીતે એક આગવી ઓળખ સાહિત્યમાં સાથે સમાજમાં સૂવાર્ણ અક્ષરે લખી અને ઊભી કરી.તેઓએ ભારતના એક એવા વ્યક્તિ હતા જેને સાહિત્યમાં ભારતના નામે “નોન યુરોપેયન નોબલ પુરસ્કાર” પોતાના સર્જન થકી ભારત ના નામે કર્યો હતો. તેઓએ નાટક નાની ઉમરે ભજવાનું શરૂ કરી દીધું હતું. સાથે સાથે એક પ્રસિદ્ધ નવલકથાકાર હતા 16 વર્ષની ઉમરે સૌ પ્રથમ એક કથા લખી હતી જે બાળકોમાં ખૂબ પ્રખ્યાત છે જેનું શીર્ષક હતું “કાબુલીવાળા”. સાથે તેમણે 60 વર્ષની ઉમરે શાંતિનિકેતનન નામ ની ભારતની એક માત્ર પ્રસિદ્ધ આર્ટ્સ સંસ્થા ચિત્રકળાના શૌખીન માટે સાથપના કરી હતી. તેમની કૃતિઓ લયબદ્ધ આશાવાદી તથા ગૌરવપૂર્ણ સ્વભાવ માટે નોંધાઈ હતી. જેથી તેમની વાર્તાઓ બાળકોના જીવનમાં એક સમાન્ય છતાં પણ એક આદર્શ ભાવ ઊભો કરવામાં આવે છે. સાહિત્ય પ્રમાણે એવું પણ માનવમાં આવ્યું છે કે રવીન્દ્રનાથ ટાગોર એ રક્ષાબંધન ના તહેવારની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતું. તેમણે સમાજમાં એકતા બની રહે સાથે બધા સભયો સુરક્ષિત સુમેળ ભર્યો વ્યવહાર કરે અને એકતા માટેનું એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત ગીતાંજલિ એક માત્ર એવું પુસ્તક છે જેમાં એકહજાર થી પણ વધુ કાવ્યનો સંગ્રહ છે. રવીન્દ્રનાથ ટાગોરના નામે ૮ જેટલી યુનિવર્સિટિ સ્થાપિત થયેલી છે. રબિન્દ્રનાથ ટાગોર એ બંગાલી તથા ભારતીય ભાષાઓમાં અનેક વાર્તા, ગીતો લખેલા તથા તેનું રૂપાંતર કરયુ છે. સૌના મુખે તેમનું “એકલા ચાલો રે” ગીત સુપ્રસિદ્ધ થયું છે. રબીનાથ ટાગોરએ ભારત તથા વિશ્વ સ્તરે એક આગવી પ્રતિભા સ્થાપિત કરી છે. આ એક ગર્વની વાત છે.