સરપંચ સહિતના આગેવાનો ફરિયાદ અર્થે પોલીસ સ્ટેશને દોડી ગયા
લખતર પંચાયત કર્મચારીને ફરી ટેલીફોનથી ધમકી મળ્યાની ફરિયાદ લખતર પંચાયતનાં કર્મીને મારમારવાની ધમકી તેમજ સરકારી મિલકતને કરવામાં આવેલ નુકસાન અંગે અસામાજીક તત્વો સામે લેખિત અરજી પંચાયતનાં સરપંચ દ્વારા લખતર પોલીસને અપાઈ છે.
લખતર શહેરનાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા પંચાયત દ્વારા અપાયેલ નોટીસના અનુસંધાને પંચાયતની મિલકતને નુકસાન કરી, કર્મીને મારમારી તેમજ બીજા કર્મીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પંચાયતનાં કર્મચારી ચમનભાઈ દ્વારા અપાયા બાદ ફરી તેમને ટેલિફોન પર ધમકી આપતા લખતર પોલીસને લેખિતમાં જાણ કરેલ છે અને અરજીમાં ટેલિફોન નંબર જણાવી અજાણ્યા નંબર પરથી ધમકી મળી હોવાનું જણાવી યોગ્ય કરવા જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com