કારખાનામાં મજૂરી કામ કરી બંને ઘરે પરત જતી હતી ત્યારે પગ લપસતાં પાણીમાં ડૂબી : એકને તરતા આવડતું હોવાથી બચી ગઈ રાજકોટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર નદીનાળા છલકાય ગયા છે. તેમાંય બેઠા પૂલ પર પાણીનો પ્રચંડ વેગથી પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે ગતકાલે રાજકોટમાં કરૂણાંતિકા સર્જાય છે. રાજકોટની આજી નદી નજીક કારખાનામાં મજૂરી કામ કરી બે મહિલા ઘરે પરત ફરી રહી હતી ત્યારે આજી નદીના બેઠા પુલ પર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી મહિલાને તરતા આવડતું હોવાથી અને લોકોની મદદથી તેનો બચાવ થયો હતો. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ કર્ણાટકના સુશીલાબેન શામજીભાઇ સોજીત્રા (ઉ.વ.35)અને રીનાબેન શૈલેષભાઇ સાકરીયા નામની બંને મહિલા શ્રીહરિ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ કારખાનામાં ગઈકાલે મજૂરી કામ કરી સાંજના સમયે પોતાના ઘરે પરત ફરી રહી હતી. ત્યારે આજી નદીના બેઠા પુલના પાણીના પ્રવાહમાં બંનેનો પાણીમાં પગ લપસતા મહિલાઓ તણાઈ હતી. જેમાં સુશીલાબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે રીનાબેનનો બચાવ થયો હતો. ઘટનાને પગલે આજુબાજુમાંથી લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા. જોકે, એક મહિલાનો જ બચાવ થયો હતો.બનાવની જાણ થતા ફાયર બ્રિગેડનો અને થોરાળા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો હતો મૃતક સુશીલાબેનને સંતાનમાં બે પુત્ર છે અને તેના પતિ ભટ્ટીમાં મજૂરી કામ કરે છે.
women
ગોંડલ રોડ નજીક કારનાનામાં, રૈયાધાર, પોપટપરા, ઉદયનગર, ચંદ્રેશનગર અને 1પ0 ફુટ રીંગ રોડ પર પોલીસના દરોડા: 1.83 લાખનો મુદામાલ કબ્જે રાજકોટ શહેરમાં દારૂ જુગારની બદી ડામી…
અબતક- અપ્પુ જોશી, બાબરા બાબરા રાજકોટ રોડ પર સ્થિત સિધ્ધિ વિનાયક સોસાયટી કે જે વર્ષોથી નગરપાલિકા બધા જ લાભોથી વંચિત છે જેમાં સાફ સફાઈ, લાઇટ સુવિધા…
અબતક, ભરત ગોંડલિયા, અમરેલી અમરેલી ૧૮૧ ટીમને એક જાગૃત નાગરિક દ્વારા ફોન કરી જાણ કરવામાં આવેલ એક મહિલા રેલવેના પટ્ટા પર બેઠેલ છે, હાથમા સોઈ લગાવેલ…
મોતનું ચોકકસ કારણ જાણવા ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવાયૂં: યુવતીની ફરીયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ અબતક, રાજકોટ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં પતિ અને બાળકો સાથે સુતેલી શ્રમીક…
વુમન એમ્પાવરમેન્ટ ક્યારે? હાઇકોર્ટનો શકવર્તી ચુકાદો: સ્ત્રીઓને ગુલામીપણા તરફ ધકેલી દેશે? અબતક, બિલાસપુર છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વના ચૂકાદામાં કહ્યું છે કે પતિએ પત્ની સાથે…
રાજય સરકાર દ્વારા ચાલતી 181 અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે ખરાં અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાંથી મહીલાના પિતા દ્વારા 181 માં…
પોલીસે બાઈક, મોબાઈલ અને રોકડ મળી રૂા.60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો જૂનાગઢમાં રોટલા ટીપવાને બદલે શ્રાવણીયો જુગાર રમતી સન્નારીઓ ઉપર પોલીસે ઘોંસ બોલાવવાનું અવિરત ચાલુ રાખ્યું…
ઘટના સમયેસગીરા પણ હાલ પુખ્ત હોય તો તેની મરજી વિરુદ્ધ કાયદો થોપી શકાય નહીં : ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત હાઇકોર્ટમાં એક અનોખો અને વિચિત્ર કહી…
મહિલા- લઘુઉદ્યોગ ને પગભર કરવા બેન્કોને અમેરિકન સંસ્થાઓ મદદરૂપ બનશે મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારત ના કન્સેપ્ટને વેગવાન બનાવવા માટે બૅન્કિંગ ઉદ્યોગ દ્વારા મહિલા સંચાલિત લઘુ…