કેફી દ્રવ્યો અને ગુના પકડવામાં સ્નીફર ડોગની અહમ ભૂમિકા ડિટેક્શન ડોગને ઘણી બધી વસ્તુઓ શોધવા માટે તાલિમબધ્ધ કરાય છે: જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રીટ્રીવર, ડોબરમેન અને…
police
તીક્ષણ હથિયારથી ગળુ કાપી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દીધાની આશંકા સીસીટીવીના આધારે મૃતકની ઓળખ અને કારણ જાણવા તપાસનો ધમધમાટ રંગીલું રાજકોટ હાદસોનું શહેર બન્યું હોઈ તેવા બનાવો પોલીસ ચોપડે નોંધાય રહીયા છે.છેલ્લા એક જ સપ્તાહમાં ચાર ચાર હત્યાની ઘટના સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. શનિવારે રાત્રે પ્રેમીને પ્રેમિકા સાથે ઝગડો થતા પ્રેમિકાના સગીર પુત્રે પ્રેમીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો જયારે રવિવારની રાત્રે ઇંડા ખાવા બાબતે હત્યાનો બનાવ સામે આવ્યાની 36 કલાકમાં વધુ એક હત્યાનો બનાવ પોલીસ સામે આવ્યો છે. પરા પીપળીયા ગામ નજીક ભેદી સંજોગોમાં ગળું કપાયેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળ્યો છે. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા.પોલીસે હત્યાની આશંકાએ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જામનગર હાઇવે પર પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસની હદમાં કોઈ અજાણ્યા ઈસમ કોથળામાં પેક કરી સાધુ જેવા દેખાતા પુરુષનો મૃતદેહ ફેંકી ગયા હોવાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ એસીપી ક્રાઇમ તેમજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી. જેની તપાસ કરતા કોથળામાં ફેંકી દીધેલ મૃતદેહનું ગળું કાપેલી હાલતમાં જોવા મળ્યો હતો. અને માથાના ભાગમાં તીક્ષણ હથિયારોના નિશાનો જોવા મળ્યા હતા. રાજકોટ એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા એ જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર રોડ પર મૃતદેહ મળ્યો છે. માથાના ભાગે પણ ઇજાના નિશાન જોવા મળી રહ્યા છે. હજુ સુધી મૃતકની ઓળખ થવા પામી નથી પરંતુ સાધુ જેવા વેશ જોવા મળી રહ્યો છે જે આધારે આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. હત્યારા સુધી પહોંચવા CCTV ફૂટેજની તપાસ પરા પીપળીયા ગામ નજીક ભેદી સંજોગોમાં ગળું કપાયેલી હાલતમાં સાધુનો મૃતદેહ મળ્યો છે. જ્યાં માથાના ભાગે ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા હતા.પોલીસ દ્વારા હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોર્ટમોર્ટમ કરાવવા ખસેડવામાં આવ્યો છે અને હત્યાની આશંકાએ આસપાસમાં CCTV ફૂટેજ તપાસી અને લાપતા થયેલા સાધુની નોંધ તપાસી મૃતકની ઓળખ મેળવવા અને હત્યારા સુધી પહોંચવા વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. પેરવેશ પરથી સાધુ હોવાનું અને 55 વર્ષીય હોવાનું તપાસમાં ખુલ્યું પરાપીપળીયા ગામ નજીક યુનિવર્સીટી પોલીસની હદમાં કોઈ અજાણ્યા ઈસમ કોથળામાં મળી આવ્યાની જાણ થતા યુનિવર્સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને તપાસમાં જાણવા મળ્યું હતું કે,પેરવેશ પરથી મૃતક સાધુ હોવાનું અને આશરે ઉંમર 55 હોવાનું માલુમ પડ્યું હતું.જેથી ઓળખ મેળવવા અને વધુ માહિતી જાણવવા માટે મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
પ્રેમઝાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવી ‘તી અબતક,દર્શન જોશી, જુનાગઢ મેંદરડા વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની સગીર પુત્રીનુ અપહરણ કરી દુષ્કર્મ આચરનાર 48 વર્ષીય…
નુકશાનીને કારણે લેબર કોન્ટ્રાકટરનું ફેકટરીના માલીકે જ અપહરણ કરાવ્યુ હોવાનું પ્રાથમિક તારણ અબતક રણજીતસિંહ ધાંધલ, ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી…
અબતક, રાજકોટ મ્યાનમાર માં લોકતંત્ર ની સ્થાપના માટે વર્ષો નહીં દાયકાઓથી સંઘર્ષ કરી રહેલી સામાજિક નેતા અને જેને શાંતિ માટે નોબલ પુરસ્કાર આપવા સુધીનો શિરપાવ મળ્યો…
રાજકોટમાં ર4 કલાકમાં બે યુવાનની લોથ ઢળી કોઠારીયા ચોકડી પાસે મોડી રાત્રે હત્યાના બનાવથી નાસ ભાગ: ખુનના ગુનામાં સંડોવાયેલા શખ્સની શોધખોળ અબતક, રાજકોટ રાજકોટમૉ…
જેતપૂરમાં પિતા સહિત બે પુત્રોએ યુવાનને ધોકા વડે લમધાર્યો: ત્રણેય વિરૂધ્ધ નોંધાતો ગુનો અબતક,જેતપૂર જેતપૂરમાં રહેતા યુવાન પર લગ્ન બાબતનો ખારૂ રાખી પિતા સહિત બે પુત્રોએ…
જાહેરનામું પ્રકાશિત થયા છતાં ભોગાવોમાંથી થઈ રહી છે બેફામ ખનીજ ચોરી જિલ્લાના મુખ્ય હાઈવે તેમજ કાચા પાકા રસ્તા થકી કરાતા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે.વળી…
સીઆરપીસી કલમ 154 ફરિયાદ સાચી કે ખોટી નક્કી કર્યા વિના જ નોંધવી જરૂરી પોલીસ મથકની હદમાં બનાવ બન્યો ન હોય ત્યારે ‘જીરો’ નંબરથી ગુનો નોંધવાની જોગવાઈનો…
1.56 કરોડની ઉચાપત બાદ 1.44 કરોડ પરત જમા કરાવી દીધા હોવાનું ખૂલ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલી ભાટિયા ગામની સબ પોસ્ટ ઓફિસમાં દોઢ વર્ષના સમયગાળા…