guajrat news

good-news-to-start-the-flight-of-unity-from-ahmedabad-surat

નર્મદા જિલ્લાનાં લોકો માટે સારા સમાચાર છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 30 કરોડ રૂપિયાનાં ખર્ચે સુરત અને અમદાવાદ સાથે હવાઇ માર્ગે જોડવામાં આવશે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં…

recruitment-announcement-for-bumpers-recruiting-1774-space-in-gpsc

ગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC)દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૨, અધિક્ષક, નશાબંધી અને…

will-mandvi-ankleshwar-or-amreli-aviation-be-the-hub

‘દેર સે આયે દુરુસ્ત આયે’ વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૧૩માં એક કંપનીએ અમરેલીમાં એરક્રાફટ, હેલીકોપ્ટર અને સ્પેરપાર્ટસ બનાવવા રાજય સરકાર સાથે એમઓયુ કર્યા હતા પરંતુ સરકારી બાબુઓની ઉદાસીનતાના…

today-pujan-urchun-by-young-girls-at-the-beginning-of-moksha-vritta

આજે અષાઢ સુદ અગિયારસથી મોળાકત વ્રતનો પ્રારંભ થયો છે. નાની બાળાઓ રોજ સવારે નાગલો-ચુંદડી ઘઉં-ચોખા લઈ ગોરમાનું જવારાઓનું પૂજન કરશે અને સારા પતિ માટે પ્રાર્થના કરે…

police-full-control-of-major-crime-in-the-city-dcp-zone-2-manohar-singh-jadeja

ક્વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા લોક દરબારમાં સારો પ્રતિસાદ મળ્યો: ૨૦૦થી વધુ અરજદારોને રૂબરૂ સાંભળ્યા: લાઇસન્સ વિના નાણાધિરધારનો ધંધો કરતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી ‘અબતક’ મીડિયાની…

in-the-second-year-the-civil-bank-has-maintained-100-crores-gross-profits-nalinbhai-vasa

રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ૬૬મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન: ૧૮ % ડિવિડન્ડની જાહેરાત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.ની ૬૬મી વાર્ષિક સાધારણ સભા બેન્કની રાજકોટ ખાતેની…

img 315183290 1503942962780

ઉમરાણીયા પરિવારમાં પુત્રનો જન્મ થતા આણુ તેડવા જતા સર્જાય કરૂણાંતિકા: ગામજનોએ ત્રણને બચાવી લીધા ભારે વરસાદના કારણે નારી ચોકડી પાસે ડ્રાઇવર્ઝન પાસે ઇક્કો કાર બંધ પડતી…

shankarsinh-vaghela-likely-to-be-the-president-of-gujarat-ncp

જયંત બોકસીનો રાષ્ટ્રીય સંગઠનમાં સમાવેશ કરાશે: ગુજરાતમાં એનસીપીને મજબુત કરવાનો વ્યુહ રાજયમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાને એનસીપીનાં ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે…

nitin-patels-announcement-will-be-made-in-khoblaliya-a-comfort-house

દ્વારકા ખાતે ૫.૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ આરામ ગૃહનું લોકાર્પણ સંપન્ન ચાર ધામ પૈકીના પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે રૂા.૫.૩૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ આરામગૃહનું રાજયના નાયબ…

ત્રણ વર્ષમાં શહેરને સંપૂર્ણ વૃક્ષમય બનાવવાનો સંકલ્પ: ઘર પાસે પીંજરા સાથે વૃક્ષ વાવવા માટે હેલ્પલાઈન નં. ૬૩૫૪૮ ૦૨૮૪૯ ઉપર કરો ફોન આજે આખુ વિશ્ર્વ ગ્લોબલ વોર્મિંગની ચિંતા કરે છે ત્યારે આપણો દેશ ભુવા, ભરાડી, દોરા ધાગા, ચમત્કારો ગ્રહો, નંગો, વાસ્તુશાસ્ત્ર, માનતાઓ જેવી અનેક આડંબર ક્રિયાઓમાં ફસાયેલો રહે છે. જયારે પંચમહાભૂતમા દરેક જીવોની રક્ષા થાય છે. તેવા સમયે આપણે અંશ્રધ્ધા ભરેલા વિચારોમાંથી બહાર નીકળી અને ધનાઢયતાના મોહમાં આ સૃષ્ટિ વિનાશનું કામ કરવાને બદલે પબ્લીક, સરકાર અને ધાર્મિક જગ્યામાં કરોડો રૂપીયા વેડફનારાઓ બધા મળીને હવે ભગવાન બચાવીએ ભ-ભૂમિ (જમીન) ગ-ગગન (આકાશ), વ-વા (પવન) અ-અગ્નિ, ન-નીર (પાણી) બચાવવું ખૂબજ જરૂરી છે. નહીતર દિવસે દિવસે આ સૃષ્ટિ પરના કરોડો જીવ જંતુઓ, પશુ પક્ષીઓ અને માનવ જીંદગીઓ બિમારીના ભરડામાં ફસાય અને મૃત્યુ પામશે. હવે બધા ધર્મ અને અલગ અલગ જ્ઞાતિ જાતીના આડબંરમાંથી બહાર નીકળીને પંચમહાભૂતની રક્ષા કરીએ જમીનમાંથી કોલસા, ખનીજ, પાણી ઉંડે ઉંડેથી કાઢીને વૃક્ષોને વિનાશ કરી રહ્યા છીએ અને કરોડો રૂપીયાનો ખર્ચો કરીને સૃષ્ટિ પરના વૃક્ષોનો નાશ કરી રહ્યા છીએ. અને કરોડો રૂપીયાનો ખર્ચો કરીને સૃષ્ટિ પરના વૃક્ષોનો નાશ કરી રહ્યા છીએ તેવા સમયે પર્યાવરણનું જતન કરવા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સદભાવના વૃધ્ધાશ્રમના વિજય ડોબરીયા દ્વારા પાંચ વર્ષ પહેલા શરૂ કરેલી ઝુંબષશ આજે પડધરી તાલુકામાં રોડની બંને સાઈડ અને સરકારી ખરાબા અને ગૌચરની જમીનમા મોટા મોટા બગીચાઓની જેમ, ૨,૮૨,૦૦૦ થી વધુ વૃક્ષો વાવવા માટે ૧૮૫ થી વધુ કર્મચારીઓની પેઈડ ટીમથી ખાડા ખોદીને વૃક્ષ વાવી પીંજરા સાથે નેટ તેમજ કાંટા બાંધીને ૫૫ થી વધુ ટેન્કરો, ટ્રેકટરો દ્વારા તેની જરૂરીયાત મુજબ અઠવાડિયામાં બે વખત પાણી પાઈને તેનું જતન કરવામાં અને કોઈપણ જગ્યાએ પશુપક્ષી કે ઢોર ઢાંખરા કે માનવજાતીને કોઈપણ પ્રકારનું નુકશાન થાય તો ૩ દિવસમાં તે કમ્પલીટ નવું વૃક્ષ અને પીંજરૂ વાવીને ઉછેરવામાં આવે છે. અને હાલમાં પડધરી વિસ્તારમાં ખાખડા બેલા ગામે મુન્નાભાઈ જાડેજાની ૧૦ વિધા જમીનમાં આવેલ નર્સરીમાં ૩ લાખથી વધુ અલગઅલગ પ્રકારના રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. જે હવે પછી રાજકોટની પરિસ્થિતિને જોઈને આખા રાજકોટના દરેક રોડના ડિવાઈડર પર સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા અલગ અલગ પ્રકારના ઘટાદાર વૃક્ષ થાય તેવા વૃક્ષો વિનામૂલ્યે વાવેતર કરી લોખંડના પીંજરા સાથે ઢોર ઢાંખરથી બચવા નેટ બાંધીને પાંચ વર્ષ સુધી તેને સંસ્થાના ટ્રેકટર ટેન્કરો દ્વારા પાણી પાઈને તેને સંપૂર્ણ દેખરેખ રાખવા માટે સુપરવાઈઝરો દ્વારા ધ્યાન રાખીને માવજત કરવામાં આવશે જેથી કરીને પાંચ જ વર્ષમાં પડધરી તેમજ રાજકોટ કેરલા જેવું બને એવા હેતુથી સંસ્થા આ વૃક્ષોનું વાવેતર કરી રહી છે. અત્યાર સુધીમાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ૨૦,૦૦૦થી વધુ ઘરે વૃક્ષો વાવેલ છે. અને ઉછેર થઈ રહ્યો છે. અને હાલમાં ૧૯૦૦૦થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂકયા છે. જેના ઘરે જઈને વૃક્ષ પીંજરા સાથે વાવેતર કરવામાં આવશે. હજુ રાજકોટ શહેરની હદમાં વધુમા વધુ જાગૃતિ ફેલાઈ છે અને નવા રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે. તો આપને પણ વૃક્ષ વાવેતર કરવું હોય તો મો.નં. ૬૩૫૪૮૦૨૮૪૯ પર ફોન કરીને ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવો. આપણે બધા પક્ષ વિરોધપક્ષ, ખાતી, જાતી ધર્મ ભૂલીને બધા માત્ર પર્યાવરણ બચાવવાના હેતુથી આ ઝુંબેશમાં જોડાય તો માત્ર પાંચ વર્ષમાં રાજકોટ સંપૂર્ણ વૃક્ષમય બની જાય તેવા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમના વિજય ડોબરીયા દ્વારા સચોટ પ્લાનીંગ કરીને દરેક વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને કામ કરવામાં આવી છે. રાજકોટમાં ઘરે ઘરે વૃક્ષારોપણ માટે ૧૦ વાહનોની ટીમ અલગ અલગ ૧૦ વિસ્તારમાં કામ કરી રહી છે. લોખંડના પીંજરા સાથે ૧૦ થી ૧૨ ફૂટની ઉંચાઈવાળા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. વૃક્ષોથી વાતાવરણને નોર્મલ રાખી શકાય છે. વરસાદ લાવી શકાય છે. જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. દેશી ખાતરો અને ફળો ઔષધીઓ મેળવી શકાય છે. અને ભરપૂર ઓકસીજન મેળવી શકાય છે તેમજ લાખો લોકોને રોજગારી મળે છે. આવા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા આ ઝુંબેશ ચલાવી રહ્યા છીએ. રાજકોટ શહેરમાં આપના ઘરે પીંજરા સાથે વૃક્ષ વાવવા માટે હેલ્પલાઈન નં. મો.નં. ૬૩૫૪૮ ૦૨૮૪૯ પર સંપર્ક કરવો. સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા માત્ર એક મહિનામાં રાજકોટના તમામ રોડ પરના ડિવાઈડરો વૃક્ષોથી સુશોભીત થઈ જશે અને પાંચ વર્ષ સુધી સંસ્થા પાણી પાઈને તેનું સંપૂર્ણ જતન કરશે.

૨૪ જૂન સોમવારે મીડિયા જગત સો જોડાયેલા તમામ લોકો અને તેના પરિવારો આ ધ્યાન શિબિરનો  લાભ લઈ શકશે :સમર્પણ ધ્યાન પરિવારના સભ્યોએ ‘અબતક’ની મુલાકાત લીધી આજના હરિફાઈના…