BhupatBharvad

943931 arrest tv actor savdhaan india

ક્રાઇમ બ્રાન્ચએ  દરોડો પાડી દારૂની બોટલ અને 35 હજારનો  મુદામાલ કબ્જે કર્યો :ભુપત પોલીસની પોહ્ચ બહાર  રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં આવેલી નામચીન ભૂપત ભરવાડની ઓફિસમાં પોલીસે દરોડો પાડી દારૂ જુગારની મહેફિલ માણી રહેલા છ શખ્સોને ઝડપી લીધા હતા. દરોડા વખતે ભૂપત હાથ આવ્યો નહોતો, ભુપતની શોધખોળ શરૂ કરી હતી. ઉપલાકાંઠા વિસ્તારમાં પાણીના ઘોડા પાસે આવેલી નામચીન ભૂપત ભરવાડની ઓફિસમાં દારૂની મહેફિલ મંડાઇ હોવાની માહિતી મળતાં ક્રાઇમબ્રાંચના પીએસઆઇ જેબલીયા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે ઓફિસમાંથી ગેલા નાથા હાંસલા,વિજય રામજી આસોદરિયા,અજય તુલસી માલવિયા, પરેશ મૂળજી ગજેરા, રાજેશ કાનજી રાઠોડ અને ડાયા લવજી લુણાગરીયાને પોલીસે ઝડપી લીધા હતા. છએય શખ્સોએ દારૂની મહેફિલ માંડી હતી અને સાથે જુગાર પણ રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગારના રોકડ રૂ.35400 કબ્જે કર્યા હતા. ક્રાઇમબ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, અગાઉ ખંડણી, વ્યાજખોરી, હત્યાની કોશિષ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો નામચીન ભુપત બાબુતર આ ઓફિસ પર કબ્જો ધરાવેછે, ઓફિસ ગેલા હાંસલાના નામની છે.પરંતુ તેનો કબ્જો ભુપતનોછે, અગાઉ આ ઓફિસમાંથી જ ભુપત ગોરખધંધા કરતા ઝડપાયો હતો. દારૂની મહેફિલ માટે ઓફિસ આપી હતી કે કેમ તે સહિતના મુદ્દે તપાસ કરવા ભુપતની શોધખોળ શરૂ કરવામાં આવી છે.