૧૧૬ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું થશે ખાતમુહૂર્ત: સરકાર દ્વારા ચૂંટણી વર્ષમાં ફિલગુડ ફેકટર માટે વિવિધ તૈયારીઓ
ચૂંટણી વર્ષમાં ફિલગુડ ફેકટર માટે સરકાર તા.૧૪ થી ૨૯ દરમિયાન કાર્યક્રમોનીહારમાળા સર્જશે.ત્યારબાદ ૫૬માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે સરકારે અત્યારી જતૈયારી કરી દીધી છે. આ ઉજવણી તા.૩૦ એપ્રિલી ૧લી મેના રોજ શે.તા.૧લી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર ૧૦૦ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેકટ ૧૦૦ કરોડ‚પિયાનો છે. આ તકે અમદાવાદમાં વાર્ષિક પુસ્તક મહોત્સવ પણ યોજાશે. અમદાવાદના શાહીબાગ ખાતે મુખ્યમંત્રી ‚પાણી, પોલીસ કમિશનર હેડ કવાર્ટરનું ખાતમુહૂર્ત કરશે.સરકારે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી માટે વિવિધ આયોજનો ઘડી કાઢયા છે. અમદાવાદમાં બહોળી જનમેદની વચ્ચે મુખ્યમંત્રી ‚પાણી ભવ્ય ઉજવણી કરવા માટે આદેશ આપી દીધા છે.